પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૨૬ સુદર્શન ગાવલિ, એક ચીતારાએ કોઈ સુંદર આકૃતિ દીઠી, અનેક મનુષ્યોનાં ચક્ષુ એક વીજળીના ઝબકારાની પેઠે તે આકૃતિ આકર્ષતી ચાલે છે, અનેક મસ્તકે તેના એક શબ્દથી નમે એવું તેની દૃષ્ટિ અને વાણીમાં બલ છે, અનેક પ્રાણી તેના સ્પર્શમાત્રથી વિનીત થઈ જાય એવી તેના આકારની અને મનની મૃદુતા છે. ચીતારાએ તે આકૃતિનું દર્શન કરતા બરાબર તેના ભાવમાત્ર, તેની આકૃતિના વાંક મરેડ સવે, પોતાના હદયની આરસીમાં ચીતરી લીધું, એક ફોટોગ્રાફ લેઈ લીધો. ઘેર આવી, એકાન્ત કોટડીમાં બેશી, રંગ અને પછી વડે હૃદયની આરસી ઉપર પડેલા ફોટોગ્રાફને કાગળ કે લુગડા ઉપર તાદશ ખડા કરવા તે બેઠો છે. એ ચિત્રો તૈયાર કરતાં થોડુંક થયા પછી અંદરના ફોટોગ્રાફમાંના કોઈ ભાગ તેને ઝાંખે જણાય, ભુસાઈ ગયેલો જણાય, એટલે તે ચીતારે પોતાની કલમને ગમે તે માર્ગ ચલાવી જ્યાં ત્યાં એ આકૃતિનું ચિત્ર પૂર્ણ કરે તો તે સારું ચિત્ર કહેવાશે કે એક ચિત્રામણજ કહેવાશે ? કુંભાર અનેક ઘાટ ઘડે છે, તેની કલ્પના તેના મનમાં પ્રથમથી ન હોય, અને તે માટીને ચાક્ર ઉપર ચઢાવી હાથ અને ચાકની ગતિ જેવો ઘાટ કરી દે તેવો થવા દે તો કોઈ પણ ઘાટ નીપજશે તે ખરેજ, પણ માણસના ઉપયોગમાં આવે કે કોઇની રુચિ કે પ્રીતિને પાત્ર થાય એ ઘાટ થશે ? લેર્ડ રેની મૂર્તિને આરસમાંથી કોતરી કાઢનાર, પથરામાં કાંઇક ગાંઠ ગળફે આવતાં બીજે સરલ રો ટાંકણાને જવા દેશે તો ધાટ તે કોતરાશે ખરે, પણ તે લોર્ડ રેનેજ થશે ખરો ? એક નીશાળ ભણાવનાર મહેતાજી કે ઘર ચલાવનાર પિતા પિતાના મનમાં કોઈ એક સાય કરવાનું નીશાન ધાર્યા વિના છોકરાં જેમ પિતાનું કહ્યું કરતાં જાય તેટલેજ રસ્તો લે તે એ નીશાળ કે એ ઘર કેવી સ્થિતિમાં આવશે ? બંદુક મારવાનું શીખનારા નિશાન ઉપર તાકવાને બદલે ગમે ત્યાં બંદુક મારે અને “બંદુક મારી છે કે નહિ ? એટલું કહીને જ પોતાની જાતને શાબાશી આપે તે એવા બંદુક મારનારાઓનું લશ્કર કીયા યુદ્ધમાં વિજયી નીકળશે ? જગતના કોઈ પણ વ્યવહારને જુઓ, કોઈ પણ કામને જુઓ, ચેારની ચોરી કરવાની રીતને જુઓ, કે મહાટા પરમાર્થને સાધનાર મહામાની કૃતિને જુઓ, દુકાને બેશી ખવામાં પણ અર્થે પાઈની છેતરપિંડી કરનાર વાણીઆને જુઓ કે સદાવ્રતમાં દેશી ખેબા વગર અટક આધ્યાં જનાર ઉદાર દાતાને જુએ, પણ એક અમુક નિયમ અને તે સાધવાનેજ પ્રવૃત્તિ, એવા ધોરણ વિના કોઈ પણ વ્યવહાર શક્ય નથી. છતાં આજ કાલ જે જે કારભારીઓ આપણા દેશમાં દીઠામાં આવે છે, તેમનામાં જે અગ્રણ્ય કહેવાય છે, તેવા લેકને મોટેથી એવી વાતો સાંભળીએ છીએ, તેમની રીતિ કૃતિમાં એવાં ધારણોના અમલ થયેલે દેખીએ છીએ, કે રાજ્યકારભાર તે એક સમાધાન અથવા ભાંજગડ જેવા વેપાર છે; ચાલ્યા જવું, જ્યાં રસ્તો ન જડે ત્યાંથી જે રસ્તો જડે તેમાં પેસવું, પણ અમુકજ વાતને વળગી રહી તેને પકડી બેસવી નહિ. ખુદ વીલાયત અને યુરોપનાં રાજ્યના અગ્રણી ધુરંધર પ્રતિનિધિઓમાં પણ આવાજ વિચાર વિદ્યમાન નથી એમ ન ધારવું. ત્યાં પણ રાજકારભારનો મુખ્ય નિયમ ભાંજગડ, સમાધાન ( Compromise ) જ મનાય છે. રાજા આડા થાય, પ્રજા નાખુશ થાય, અને અહીંયાં જે વળી ઉપરિસત્તા છે તે કાંઈક ત્રીજુ જ વેતરે, ત્યારે એ ત્રણે જે કામ ઉપર એકત્ર થઈ શકતાં હોય તે ઠામ ઉપર ઉતરી આવવું કે ચઢી બેસવું એ વિના બીજો રસ્તો નથી એ તો સુપ્રસિદ્ધ અને સર્વમાન્ય ધારણુ છેજ. એમાં પણ કાંઈ થોડી કારીગરી, થોડી ધીરજ, થાડે અનુભવ, કે થાડી દીર્ધદષ્ટિ, અને થોડી બુદ્ધિ જઈએ છીએ એમ itage Porta iandhi Heri 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50