પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કારભાર, ५२७ ન ધારવું. હાલમાં દેશી રાજ્યોના કારભારીઓમાંના આટલું ભાંજગડનું ધોરણ સમજીને રાજ્યકારભાર કરનારા પણ ગણ્યાગાંઠ્યા છે, બીજા તે કેવલ સ્વાર્થ અને ખુશામદને ધારણે ચાલનારા છે, એટલે ભાંજગડનું ધોરણ સચવાય તોએ બહુ છે; પરંતુ એ ભાંજગડનું ધોરણ પણ કાંઈક વિચાર સાથે ચલાવવું જોઈએ એ બતાવવાનો આ ઉપક્રમ છે; એટલે તેવા ગણ્યાગાંઠયા જે કાઈ હોય તેમને ઉદ્દેશીને હવે કાંઇક કહેવું પ્રાપ્ત થાય છે. ત્યારે એ પ્રકારે ત્રણે ૫ક્ષને રુચિકર થાય તેવા ધારણ ઉપર ભાંજગડ કરીને આવ્યાં જવું એટલામાંજ જો કારભાર નું તત્ત્વ હોય છે તેથી એવા કારભાર કરનારના મનમાં કઈ ભાવના છે તેનું અનુમાન કરવું કઠિન નથી. તેના મનમાં એટલીજ ભાવના છે કે જે તે પ્રકારે પગ ટકાવી રાખ, અને આગળ જતાં કવચિત લાગ આવી જાય તો ભાંજગડના સ્થાનને હાલ છે તે કરતાં કાંઈક ઉન્નત બનાવવા યત્ન કરો. આવા કારભારીઓ કેવલ લગિ જોનારાજ છે, અને તે લાગ આવે ત્યારે તેને પોતાની બુદ્ધિ અનુસાર ઉપયોગ કરનારા છે; લાગ ન હોય તોપણ ઉ૫જાવ, પ્રસંગ આણુ, અને પિતાના મનમાં જે રાજ્યભાવના હોય તેને જેટલે અંશે થાય તેટલે અંશે સિદ્ધ કરવા યત્ન કરે એવા આત્મબલવાળા કે પુસ્વાર્થવાળા, આખા ઝમાનાના કારણરૂપ થઈ પડે તેવા પરાક્રમવાળા, આ કારભારીઓ નથી એમ તો સર્વ કાઈએ માન્ય કરવું જેઇએ. એ વાત લક્ષ બહાર જવી નથી જોયતી કે માણસો કાંઈ માટીનાં પૂતળાં નથી કે જેમ ધારીએ તેમ ગોઠવીને લાગ ઉપજાવી શકાય, કે વર્તમાન સ્થિતિનાથી અતિશય દૂર એવી ભાવના તુરતજ સિદ્ધ કરવામાં તે માસને સાધના કરી શકાય; તથાપિ પણ એટલું તો નિર્વિવાદ છે કે લાગ જેનાર માણસના મનમાં વર્તમાન સ્થિતિ કાયમ રહે તો બસ છે' એ કરતાં બીજી રાજ્યભાવના નથી. બીજી રીતે કહીએ તે સારું નહિ થાય તો ચાલ્યું, પણ બગાડયું નથી એમ કહેવાશે તો બહુ છે એટલાજ ધારણુને આવા પુરુષો અનુસરે છે; અને એ ધારણુની પાર જોવાનું સાહસ કે ઔદ્ધત્ય આપણે કરીએ તો એમ પણ કહી શકાય કે તેમણે કપેલી “ વર્તમાન સ્થિતિ, ' અને તેમણે ધારેલું છે તે ન બગડે ' એનું સ્વરૂપ, તે સર્વનું કેંદ્ર તેમની પોતાની જાત વિના બીજું જણાશે નહિ. પોતાની સ્થિતિ કાયમ રહે, એ વાત તેમના મનમાં પ્રાધાન્ય ભાગવતી જણાશે, પોતાની સ્થિતિ રાખતાં જે કાંઈ થાય તે તેઓ કરશે, અને એ સ્થિતિ સાચવવામાં ન્યાય અન્યાય, નીતિ અનીતિ, લેકોપયોગ લેકહાનિ, આદિ સર્વ વાતને વિચાર પિતાની સ્થિતિના ધોરણથી તે પુરુ કરશે. અમુક પ્રસંગના સર્વમાન્ય એકજ ન્યાય છે, અમુક વાતનું સત્યાસત્ય એકજ છે, જગતમાં સત્ય કે ન્યાયનું એકજ સ્વરૂપ છે, એમ તે માનશે નહિ; અને તેની પોતાની સ્થિતિના આંદોલન અનુસાર ન્યાય, સત્ય, આદિ સર્વ વાતનાં રૂપ પણ તેને અનેકાનેક દેખાશે. અમુક પ્રસંગને સર્વમાન્ય એક ન્યાય છે, અથવા અમુક વાત પર સત્ય એકનું એકજ હોવું જોઈએ, એ વાતની ખેાટ આવા ભાંજગડ અને સમાધાનના ધારણુને અનુસરી લાગ જોનારા કારભારીઓમાં સ્પષ્ટ જણાઈ આવે છે. જગતમાં સત્ય એકજ છે એ વાત ઉપર તેમને શ્રદ્ધા હશે કે નહિ, બે અને બે ચાર જ થાય છે એ નિશ્ચય ઉપર તેમને આસ્તા રહેતી હશે કે કેમ, એ કહી શકાતું નથી. તેમની આખી પ્રવૃત્તિજ જે તે પ્રકારે પોતાના લાગ કાવી જાય, પોતાની રિથતિ કાયમ રહે એટલા ધારણ ઉપર લટકે છે; તેઓ દાન દયા ધર્મ આદિ કરતા હો તો તે પણ કાતિ ને માટેજ; તેઓ કોઇને પણ ‘ના’ નહિ કહેતા હોય તે Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850