પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કારભાર, પ૨૯ રહ્યું. એ ધારણથી તો લોકો તેમના સ્વાર્થપરાયણ કારભારીને નિત્ય નીચે ને નીચે તાણી જશે, તે પોતે કોઈને પણ ઉપર ઉપાડી શકાશે નહિ; કેમકે તેનામાં પોતે સામાં ખેંચાણુથી પડી ન જાય એટલું વજન નથી એટલે તે પડે નહિ તેજ ભાગ્ય, ત્યાં બીજાને ઉપાડે એ અશકયજ. આવા ધારણથી રાજા એજ કાલનું કારણ છે એ વાત કેવલ વ્યર્થ થઈ જવાની. રાજા અને તેના સલાહકાર જે ધારણ અને જે નીતિ પ્રવર્તાવે તેને લેાકો અનુસરે છે એ સર્વ, રાજનીતિના પ્રથમ સિદ્ધાન્ત છે, અને જે ધારણે ઉત્તમોત્તમ હોય તે અનુસાર લેકનીતિ વલન પકડે છે, તેથીજ રાજા કાલનું કારણ છે એમ મનાય છે. પણ જ્યારે રાજ્યાધિકારનું ધારણજ ભાંજગડ ઠરે અને તે ભાંજગડનું નિયામક સ્વસ્થાન ઠરે, ત્યારે વાટ જોવી, યોજનાઓ રચવી, રસ્તા કાઢવા, સત્યનાં અનેક રૂપાંતરોને પ્રતારણાને સ્થાને સત્યરૂપે ચલાવવાં, એવી ચલવિચલ વૃત્તિ કરતાં બીજું કાંઈ અનુકરણ કરવા જેવું લેાકોની દૃષ્ટિએ આવી શકેજ નહિ. સ્વાર્થ અને નીતિ વચ્ચેનો વિરોધ ટાળવા માટે મનકર્મવાણીથી અનેક નીચી યુક્તિઓ રચવી એજ ધોરણુના આશ્રય થવામાં, આવી ભાંજગડની રાજનીતિએ જતાં, કાંઇ વાર રહેતી નથી. એ વાત અમે સ્વીકારીશું કે ભાંજગડના ધારણને અનુસરવાથી સમાધાન રહે છે અને પોતાનામાં જે કાંઈ સારું કરવાની ભાવના હોય તો તે સિદ્ધ કરવાનો પ્રસંગ આવી મળે છે. પણ ભાંજગડના ધરણને અનુસરનામાં એ ભાંજગડ અને તે ઉઠાવવાનું મૂલ કારણ પિતાનું સ્થાન એ બે વિના બીજી વાતજ કવચિત હોય છે. ભાંજગડના નિયમજ એ છે કે અમુક ઠેકાણે અચકીને ઉભા ન રહેવું, પણ માગ કરે, અને તે માર્ગ શા માટે કરો, કયાં સુધી કર, એનું ઉત્તર એજ આવે છે કે પોતાના સ્થાનને સાચવવા માટે અને પોતાની સહીસલામતી રહે ત્યાં સુધી કરો. બાકી ભાંજગડના ધરણને અનુસરી રાજ રાજ, પ્રત્યેક પ્રસંગે પોતાના સ્થાન ઉપર દૃષ્ટિ રાખવા કરતાં અમુક નિશ્ચય ઉપર દૃષ્ટિ રાખી હોય, અમુક રાજભાવનાને દૃષ્ટિમાં કરાવી હોય, તેપણુ ભાંજગડ ઉપયોગમાં ન આવે એમ કાંઈ જ નથી. પરંતુ એમાં કાંઇક ભય છે જે હવણાંજ વિચારીશું. ભાંજગડનું ધારણ કારભાર ચલાવવામાં વિજયી થાય કે ન થાય, અથવા તે સારું છે કે ખાટું એને વિચાર આપણે કરતા આવ્યા છીએ, અને એવા નિશ્ચય ઉપર આવ્યા છીએ કે પોતે અને પોતાનું સ્થાન તેને સાચવવા માટે ભાંજગડના ધરણનો ઉપયોગ કરવાથી એ ધારણ રાજ્યને કાંઈ પણ લાભ કરી શકતું નથી. ભાંજગડને ઉપગજ નથી એમ કહેવાનું તાપર્યું નથી, પણ રાજ્યની અમુક ભાવના લક્ષમાં રાખીને ભાંજગડનો ઉપયોગ તે ભાવના ઉપર રાજા પ્રજો તથા ઉપરિ સત્તાનો યાગ કરવામાં કર્યો હોય તો ભાંજગડ ઉપયોગી છે; પણ પિતાના સ્થાનને સાચવવા જેટલેજ એ ધારણને ઉપયોગ કરવો એથી રાજા પ્રજા ઉભયને હાનિજ છે. ભાંજગડના ધારણુને શુભેપગ પણ શકય છે, પરંતુ તેમાં કાંઈક ભય છે, જેથી સ્વાર્થમાત્રપરાયણ એવા કારભારીએ તેના ઉપયોગ શુભ રીતે કરતા નથી એમ કહેવામાં આવ્યું છે, એ ભય સ્થાનયુતિ છે. પોતાના મનમાં રાજ્યભાવનાના અમુક આકાર કથા હાય, અને તેને ધારણરૂપ માનીને ચાલતાં જેજે વિશ્ન આવે તેનો નીકાલ ભાંજગડથી કરવા યત્ન કર્યો હોય તે થઈ શકે; પણ એમ કરતાં કોઇકવાર એવી પણ ભાંજગડ ખાવી પડે કે જેમાં પોતાની રાજયુભાવનાના ધારણુના ત્યાગ કર્યા વિના માર્ગ થઈ શકે નહિ. આવા પ્રસંગાજ ખરા રાજandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50