પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૩૪ સુદર્શન ગધાવલિ ઘણ' કરીન, મળે છે. માતા, પિતા, ભાઈ, ભાંડ, પ્રધાન, મંત્રી, પ્રકૃતિ, શર, વીર, કવિ, પંડિતના સહવાસન ને પરિચયના ચારિત્ર ઉપર જે ચમત્કાર નીપજે છે તે વિષે કેટલા રાજકુમારે સંપૂર્ણ રીતે ભાગ્યશાળી છે એ કહી શકાતું નથી. અંગરેજી કેળવણીથી, આર્ય ભાવનાને જે મુખ્ય સ્તંભ સમષ્ટિપ્રધાન નીતિ તેને વંસ થાય છે અને વ્યષ્ટિપ્રધાન નીતિ એટલે “ હું અને મારું ” એ અભિમાન તેની વૃદ્ધિ થાય છે એ વાત, ઘણે ભાગે, વારવાર કહેવાઈ ગઈ છે. આર્યાવર્તનાં દતર મનુષ્યને આ કેળવણીની જે અસર થાય તે રાજકુમારોને ન થાય એવું કાંઇજ નથી; એટલે આખા દેશના દેશની લગામ જેના હાથમાં સાંપવાની છે એવા ભવિષ્યના રાજાઓ પાશ્ચાત્ય કેળવણીને અહંભાવ અને પ્રવાસેની ખુશામદ એ બે અસરે વચ્ચે ધડાકે ઘડાતે જેવા થાય તેવા ખરા. જો કેળવણીના ફાંકા ઉપર ચઢી ગયા તો પેતાના સમાન-વિચારમાં, વ્યવહારમાં, રાજ્યમાં, નીતિમાં–કોઈજ સમજતું નથી એવા અભિમાનમાં તેઓ પ્રવીણ થાય છે; જે ખવાસેની “ગૃહકેળવણુ” ને માર્ગે ચઢયાં તો પિતાનાં લુગડાં, પોતાના ખેરાક, પિતાનું ઘર, પોતાના કારભારી, ને પોતાને ન્યાય, તથા પિતાનું રાજ્ય, સર્વમાં આસપાસના ખુશામદીઆ અને ખવાસા વગેરે પસંદ કરે તેજ સત્ય એવા માર્ગના અનુયાયી બની જાય છે. દેવે જે સ્થિતિ આપી હોય તેને શુભપયોગ કરી સન્માર્ગે ચઢવું અને પોતાની સ્થિતિનો પણ સદુપયોગ કરવો એવું કવચિત જ દીઠામાં આવે છે; દેવે૨છાએ રાજકુલમાં પ્રાદુર્ભાવ થયા, અને રાચિત શિક્ષણની વ્યવસ્થા થઈ, તો રાજવૈભવ અને રાજશિક્ષણનું યથાયોગ્ય મિશ્રણ જેનામાં થયું હોય અને તેથી ઉત્તમ રાજગુણો વડે જે રાજાના નામને પાત્ર હોય એવા રાજાઓનાં નામ આપણી જીભે સહજે ચઢે એવું આ સમયમાં તે લાગતું નથી. અંગરેજી રાજ્યદ્વારા મળતી શાલાની કેળવણી અને ખવાસાદ્વારા મળતી ગ્રહ કેળવણી એ બેની વચમાં થઈને પિતાની યથાર્થ રાજધર્મ સમજવાનું બલજ જાણે હતું ન હતું થઈ ગયું છે ! આવા યુવકો રાજપદે આવે તે પછી તેમને અનુલ કારભારી મળવો ધણો કઠિન થઈ પડે છે, જે ગૃહકેળવણીની અસર જોર ઉપર હોય તે તે જે અધમ કારભારનું આપણે વર્ણન કરી ગયા તેને કોઈ એક બહારથી સ્વચ્છ જણાતા ધળ ધાયલ નમુનો હાથ આવી જતાં રાજા ઘરમાં જ કરે છે ને કારભારી રાજ્યમાં મોજ કરે છે એ યોગ જામી જાય છે. જે શાલાની કેળવણી જોર ઉપર હોય તે માસે છમાસે કારભારીઓ બદલાયા જાય છે, કઈ કેાઇને વાત બંધ બેસતી નથી, અને રાજા વારંવાર કંટાળા ખાય છે, કારભારી નિરાશ થઈ જાય છે, ખટપટીઆ ખવાસની, અને તેથી પણ વધારે મૃદુ એવી જનાનાની, અસરાની ગૃહે કેળવણી પાછી જોર પર આવવાનું કરે છે, અને એમ રાજ ભાંગફાડ કરતાં, ઉપરિસત્તાને વચ્ચે પડવાનો વખત આવી જઈ રાજ્યના હકને નુકસાન થાય છે. ઉપરિસત્તાને કોઈ રીતે દેશી રજવાડાઓની હયાતી નાપસંદ હોવાનો સંભવ નથી, તાપણુ જ્યારે જ્યારે તેમની મરજી વિરુદ્ધ, તેમની રાજનીતિ વિરુદ્ધ, કોઈ પણ પદ્ધતિના કોઈ પણ રજવાડામાં આદર થતા તેમના દીઠામાં આવે છે ત્યારે ત્યારે તેઓ પોતાનું ઉપરિપણુ દાખવ્યા વિના રહેતા નથી. એકંદરે રાજા ગમે તે રાજા હોય, કે કારભારી ગમે તેવો કારભારી હોય, તોપણ તેમની રાજનીતિને નિયમ બ્રિટિશ શહનશાહતની રાજનીતિના નિયમની સાતમા ખુણુની પેટા કલમ પણ વિરુદ્ધ ન હોવા જોઈએ, અમુક અમુક અમલદારાની રુચથી પણ વિરષ્ઠ ન હોવો જોઈએ તે andhi Hentage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 34/50