પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કારભાર, એક સર્વમાન્ય રથાપિત ધારણ થઈ ગયેલું છે. એથી કાંઈ પણ હાન છે એવું અમે ધારતા નથી, રાજા અને કારભારીઓની વર્તમાન સ્થિતિ જોતાં આ ન્યાયી શહનશાહતનો આટલો કરપ ન હોય તો બહુ હાનિ થાય એમ અમે માનીએ છીએ, અને એટલું છે તે જ સારું છે એમ કહીએ છીએ; છતાં રાજાનું સ્વરૂપ, અને ઉપરિસત્તાને અધિકાર એ બેનો વિચાર કરતાં કારભારીની દશા બહુ બારીક છે એમ કહ્યા વિના ચાલતું નથી. એ વાત સિદ્ધ કરવાનેજ આટલું’ વિવેચન આવશ્યક થયું છે. રાજાની નાખુશી વખતે કારભારી છુપાતા છુપાતા એ શહનશાહતના પ્રતિનિધિનો આશ્રય શોધે છે, તે પ્રતિનિધિની નાખુશીને વખતે રાજાની ઢાલ આગળ ધરે છે, એમ રાજા અને ઉપરિસત્તા વચ્ચે સંતાકુકડી રમત રમતે પિતાનું ગાડુ ચલાવાય ત્યાં સુધી ચલાવે છે. રાજા અને કારભારી ઉભયે વખત પડતાં આ સંતાકુકડીને ભાટી રાજનીતિ માને છે; અને કપટ, જૂઠ, પ્રપંચ, એજ જાણે રાજનીતિ હોય તેવું અધમ સૂત્ર વર્તમાન સમયના રજવાડામાં પ્રવર્તે છે ! - આ રમતમાં પ્રજાને કયું સ્થાન અપાય છે એ જાણવા જેવું છે, આ રમત રમત રમતે દોડાદોડમાં, બાઝાબાઝમાં, રાજાને કે કારભારીને કે ઉપરિસત્તાને અંગેથી જે કાંઈ ખરી પડે, તે પ્રજાને પડયું જડે છે; બાકી ખાસ રીતે પ્રજાના હીસાબ લેખીને પ્રજાને અર્થેજ અમુક કરવામાં આવે છે એવું થવું. ઇરીગેશન, દવાખાનાં, નીશાળા, ધર્મશાલાઓ, અદાલતા બંધાય છે, માટા પગારનાં કારખાનાં ચાલે છે;-પણું તે માટે ઉપરિસત્તાનેજ પ્રજા તો આશિર્વાદ દે છે. રાજાએ કે કારભારીએ જાહેર કેળવણી કે જાહેર ન્યાયની કીમત સમજીને પ્રજાને પોતાની ખુશીથી, કે દેખાવ કરી સારૂં સર્ટિફીકેટ મેળવવાની ક્ષુદ્ર વાસના વિના પિતાના રાજધર્મના કર્તવ્ય રૂપે, પિતાના પિતૃધર્મના એક ભાગ તરીકે, અમુક પ્રજાહિતનું કૃત્ય કર્યું એવું ગણાવી શકાય તો તે મહાભાગ્યની વાત કહેવાય. રાજ્યમાં બધી માટી મહાટી અને નવી નવી વાતોનાં નામ તો ખરાં, પણ ભીતે ટાંકેલા નકશામાં આપણે જેમ ગામનાં, નગરોનાં નામ વાંચીએ તેમાં વસતિ કે વેપાર દેખીએ નહિ, મહા સમુદ્રનાં નામ વાંચીએ પણ તેમાં હાથ પલળે નહિ, મહાટા હિમાલયને દેખીએ પણ એક આંગળી ઉપર તેને તાળી શકીએ, તેની પેઠે બધું નામે નામ-અંદરથી ખાલી, જીવ વિનાનું હાડપિંજર; પવિત્ર ન્યાયની મૂર્તિ પણ બેશી ગયેલા ગાલ, ઉડી ગયેલી આંખે, અને સૂકાઈ ગયેલું હાડપિંજર ! એવીજ શ્વાસેશ્વાસ જીવતી જણાય ! એનું શું કારણ ? કારણુ એકજ કે ખરા અંતરની દાઝથી, ખરા હૃદયના ઉલ્લાસથી, એમાંના એકનું અસ્તિત્વ ઉભલેલું નહિ; દેખાવ, ભપકે, સારા રીપોર્ટ, એટલા માટે, ઉપરિસત્તાને સંતોષવા માટે, એ બધું થયેલું, રાજાને પિતાને પેલી “ ગૃહ કેળવણી ” “ જનાના કેળવણી ' કે ' શાલા કેળવણી ” એમાંની એકાદ કે બે સવેમાંથી પરવાર હાય નહિ, કારભારીને ઉપરિસત્તા અને રાજા વચ્ચે દોડાદોડમાંથી પરવાર હાય નહિ, ત્યાં પ્રજાને માટે જે કાંઇ થાય તે આ કેળવણીએ, આ દેડાદોડ અને ઉપરિસત્તાનો ડર તેમાંથી નીકળે તે ખરૂં ! ઘણે ઠેકાણે મહાન શક્તિવાળા, નવાં રાજ્ય ઉભાં કરે તેવા, આખી શહનશાહત હલાવી નાખે તેવા, બુદ્ધિમાન, નીતિમાન, નિષ્પક્ષપાત, ન્યાયી, કારભારીઓ હશે. ન હજ હોય એમ કહેવાય નહિ. પણ આવી સ્થિતિમાં તેમની શક્તિને એક પ્રકારના પક્ષધાત લાગી ગયો હોય તે તેમાં કાંઇજ અાશ્રય નથી; એમને દોષ નથી. દેશી રજવાડા અને દેશી રજવાડાને કારandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50