પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. પણ તે વ્યવહારના અંતિમતવ ઉપર દૃષ્ટિ રાખીને તે વ્યવહાર થાય તો તેમાં તન્મયતા આવે છે અને તન્મયતાથી કરીને વ્યવહારમાં સતે પરમાર્થનું આનુભવિક દર્શન બને છે. કેઈ પણ વ્યવહારનું અંતિમતત્ત્વ તે શું ? સામાન્ય રીતે વિચાર કરી છે તે સમજાશે કે જે જે વસ્તુ, સંબંધ, સંસર્ગ, વિચાર, જ્ઞાન, આદિ સમજાય છે તે સર્વને ત્રણમાંથી એક વિભાગમાં સમાસ થઈ શકે છે; સ્થલ, સૂમ, કારણ. આ ત્રણમાંના કોઈ એક વિભાગમાં નામ માત્રને સમાસ છે, એટલે કે જે ઈકિયાદિથી ગૃહી શકાય તેવા પદાર્થ માત્ર સ્થલ પ્રદેશ ઉપર છે, મન, બુદ્ધિ, કલ્પના, ઈરછા, વાસના, એ આદિથી જેનું ગ્રહણ થાય છે તે સર્વના સૂમપ્રદેશમાં સમાસ છે. અને જે મૂલાજ્ઞાનથી વાસના આદિના ઉલ્લંવ છે તે અને જ્ઞાન માત્રને જ જયાં અનુભવ છે તેને કારણુપ્રદેશમાં સમાસ છે. આ પ્રકારે અનુભવમાત્રને આ ત્રણમાંના એક પ્રદેશમાં સમાસ છે. એ વાત ખરી પણ એ ત્રણે પ્રદેશને પરસ્પર સંબંધ છે એ વાત પણ આપણે સાથે સાથે જાણવી અને માનવી જોઈએ. પૂલ પ્રદેશ ઉપર એવું કાંઈ બનતું' નથી કે જેના પ્રત્યાઘાત સૂમ અને કારણ સુધી ન જાય, સુમમાં એવું કાંઈ થતું નથી કે જે સ્થૂલમાં અને કારણમાં પ્રતિધ્વનિ ન ઉપજાવે. જેટલે વ્યવહાર છે તેટલા બધા સ્થલપ્રદેશ ઉપર છે. સ્થૂલપ્રકારની આપ લે અને સ્કૂલમકારના સંબંધ તેનેજ વ્યવહાર કહીએ છીએ. એક કાર્ય વ્યવહારમાં થયું તો તેના સુમમાં કેવા પ્રત્યાધાત થશે, એક વિચાર સૂમમાં થયે તે તેનો સ્થૂલમાં કે ધ્વનિ ઉપજશે, અને એ સ્થૂલ તથા સૂમથી કારણમાં કેવી વાસના દૃઢ થતી ચાલશે એનો વિચાર કરવા જોઈએ. એ વિચાર કરીને વ્યાવહારિક કર્મમાત્રને જવાથી કોઈ પણ જાતનું એકમ થઈ નહિ જાય એ વાત ખરી છે, પણ એટલાથીજ વ્યવહારના અંતિમતત્વ ઉપર દૃષ્ટિ રહી તન્મયતા થશે નહિ. વ્યવહારના પ્રત્યેક કાર્યના, સુમના પ્રત્યેક વિચારની જેમ ત્રણે પ્રદેશ સુધી સંબંધ છે, તેમ એ ત્રણે પ્રદેશ અને પ્રત્યેક પ્રદેશનું કાર્ય માત્ર, જે ચતુર્થ તુરીય-પદ છે તેમાં વિલીન થાય છે. ચતુર્થ પદની દૃષ્ટિએ જોતાં ત્રણે પ્રદેશનાં કાર્ય માત્ર એ ચતુર્થીનાંજ રૂપાંતર હોય, એ ચતુર્થ પ્રદેશનું તત્ત્વજ જણે વિવિધ પ્રકારે ભાસતુ' હોય, એમ જણાય છે. કોઈ એક કાય લે ને તેના સ્થલે સૂમ કારણ અથવા વ્યાવહારિક, માનસિક કે વાસનામય ક્રમને વિચારે, પણ તે સવની પાર જે અવાયુ તત્ત્વ છે તેમાં તે કાર્ય ના વિલય ન કરે, એ કાર્યને ત્રણે પ્રદેશની પાર લઈ જઈ તે ચતુર્થની સાથે એકરસ ન કરે, તે એ કાર્યથી તમને અનુભવ આવશે નહિ, એ કાર્યથી અભ્યાસ સિદ્ધ થશે નહિ, ને તન્મયતા ઉપજશે નહિ. ચતુર્થીના અનુસંધાન વિનાનું કાર્ય કેવલ સ્થલ સૂમ કે કારણ પર્યત વનિ પ્રતિધ્વનિ ઉપજાવતું પુનઃ પુનઃ નવા નવા સંસ્કાર વિસ્તારો, ને નવા નવા રાગદેષ ઉપજાવનાર, દુ:ખ કલેધાદિ અનુભવાવનાર સ્વર્ગ નરકાદિ ભાવનાઓમાં કે વિષમ વ્યવહારમાં પ્રત્યક્ષ થતું જશે. ચતુર્થ સાથે અનુસંધાન પમાડેલું કાર્ય ચતુર્થના એક વિલાસમય, તરીય બ્રહ્મમહાદેંધના કલ્ફાલમય, તમારા પોતાના હૃદયમાં રમી રહેલા પ્રકાશને મને હાપ્રકાશની સમીપ લઈ જવાના એક પગથીઆરૂપે, સહજમાં અનુભવાશે, અને સંપૂર્ણ તન્મયતા ઉપજતાં એટલે એક અનુભવ સફલ થઇ કારણુપ્રદેશમાં પણ વાસના નહિ મૂકતા જાય. અનુભવમાત્રમાં આ પ્રકારની તન્મયતા એ અભ્યાસનું તત્ત્વ છે. નિરંતર, સવત્ર, જે કાંઈ કરવાનું , વિચારવાનું હોય ત્યાં બધે આવી દષ્ટિથી અનુભવ કરો એજ તન્મ de Porta Gandhi Heri 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50