પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૩૬ સુદર્શન ગાવલિ. ભાર તેમાં કોઈ છૂટા છવાયા રાજા કે કારભારી ઉપર આપણી નજર ઠરે તોપણ તે સહરાના બળતા રણમાં એકાદ નહિ જેવા લીલોતરીના છોડ ઉપર ઠરે તેવી છે. તુરતજ રણમાંથી ધકધકતી રેતી ઉડતી આવે છે ને દૃષ્ટિને પૂરી નાંખી ખિન્ન હૃદયે, બહીલે મેંટે, ને ચૂળતી આંખે, આપણને એકલા અને અન્ય બનાવી દે છે. કોઇની નિંદા કરવાને નહિ, કોઈની સ્તુ. તિને અર્થે નહિ, કશા પણ લાભ સારું નહિ, પણ આર્યાવર્ત ના મહા સ્તંભરૂપી રાજરાની દુર્દશા ન સહન થયાને લીધેજ અમારે આવા કડવા શબ્દો ઉચ્ચારવાની ફરજ અદા કરવી પડે છે. e એમ ધારકે તમે એક ઘરના ધણી છે, ઘરમાંએ તમે ધારે તેવી સત્તા ચલાવી શકરો ? ઘર બહાર ધારો તે કરી શકશે ? પગલે પગલે તમને કાયદા, લેક, આદિ અનેક બંધન નડશે. અને તમે ગમે તેવા ભલા અને પરોપકારી હો તોપણ પરોપકાર કે ભલુ કરવાની તમારી શકિત આગળ અનેક મર્યાદાની હદ બંધાઈ રહેશે. તમે દેશસુધારણાની અને વિદ્યાન્નતિની અનેક વાતો કરે પણ તમારામાં તેને પાર પાડવાની શકિત કયાં ? પણ એમ ધારો કે તમે રાજા હો અને રાજા થયા છતાં તમારી ભલાઇ. તમારી પરેપકારબુદ્ધિ, તમારી ઉચાભિલાષા, બધુ તમારામાં રહ્યું હોય, તો તમે કેટલું કેટલું કરી શકે ? કુટુંબ માત્રને તમે ધારો તેવી ઉગ્રવૃત્તિ ઉપર ચલાવી શકે, લોકમાં તમે ધારો તેવી નીતિ પ્રવતવી શકે, વ્યાપાર ઉદ્યોગ વિદ્યા કલા તેની તમે ધારો તેવી ઉન્નતિ કરી શકે. “ રાજાને કોઇ રાજા નથી ” એ બહુ જૂની કહેવત છે એટલે રાજાના કોઈ પણ કાર્ય ઉપર અંકુશ કે મર્યાદા નથી, તેમ રાજાની સમૃદ્ધિમાં પણ ખામી ન હોવાથી સાધનની ખોટ નથી. આમ હાવાથીજ નિરંકુશ અને સમર્થ એવા રાજાને શાસ્ત્રા “ જમાનાનું સ્વરૂપ બાંધનાર ” (રાગા સ્ટિલ્ય જf ) કહે છે. રાજપદની ઇચ્છાજ એટલા માટે છે કે જેજે પ્રકારની ઉત્કટ અને ઉન્નત ઈચ્છાઓ મનમાં આવે તે સર્વને તૃપ્ત કરવાના પ્રસંગ મળે, દુ:ખને ઉદ્ધાર થાય, સુખની વ્યવસ્થા થાય, દેશની ઉન્નતિ થાય, જ્ઞાનને વિસ્તાર થાય, માન્યને માન મળે; દૃશ્યને દંડ થાય, અને જગતની સ્થિતિ પેાતાને જોઈએ તેવી બનાવી લઇ તેમાં સુખે વિહરી સર્વને તે સુખમાં ભાગ આપી શકાય. કેઈ એક બાગમાં જઈને જુઓ; તે બાગની રચનાજ તમને તેના માલીકની અને તે બાગની સંભાળ રાખનાર માલીની માનસિક સ્થિતિનો ખ્યાલ નથી આપી શકતી ? ગૃહસ્થના ઘરની વ્યવસ્થા ગૃહસ્થનું મન નથી જણાવી શકતી ? અવ્યવસ્થા, ગેલા અને ખટપટીયાનાં કાવતરાં, નમાલાં અને જુઠાં વચનમાત્રથીજ ભભકે બતાવનારા કારભારી, પ્રજાને અન્યાય, દાદને કઈ સાંભળનાર નહિ, એ આદિ સ્થિતિ રાજાના મનની નબળાઈ નથી જણાવતી ? રાજપદનેજ તે નાલાયક છે એમ નથી પિડકારતી ? વીલાયત જેવા દેશમાં પહેલા ચાસની પેઠે એવા રાજાને પદભ્રષ્ટ કરી ફાંસીએ ચઢાવે તો તેમાં આશ્રચું છે ? વેપાર કરનાર પેઢીને મુનીમ ચોરી કરે કે ભાગીઆમાંનો એક વિશ્વાસઘાત કરે તે તેને કેદમાં નાંખા ; ખુન કરનારને ફાંસીએ ચઢાવો છો, ત્યારે કરડો મનુષ્યનાં કુમળાં હૃદય ઉપર વગર દરકારે પોતાની બેફીકરાઈની વહેલ દેડાવનાર, રાજપદની મહા જવાબદારી ન સમજનાર, રાજકલંકને ગાદી ઉપર શા માટે રાખી શકાય. - રાજપદની કેટલી બધી જવાબદારી છે અને રાજપદે રહીને કેટલું કેટલું કરી શકાય તેમ છે તથા કર્તવ્ય છે એ જણાવવાનેજ શાસ્ત્ર રાજાને ઈશ્વર કહે છે; જગતમાં જેટલા જેટલા પ્રકારની કર્તવ્યતા છે તે બધી કર્તવ્યતાના સરવાળા રાજાની કર્તવ્યતા છે; રાજા બાપ inahitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50