પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 " કારભાર ૧૨૭ છે, દીકરે છે, ધણી છે, પની છે, પાલક છે, શાસક છે, સઈ છે. રાજપદ એ કર્તવ્યતામાત્રનું જ પદ , ત્યારે તે પદના પ્રતિનિધિ જે મંત્રી–કારભારી–તે પણ કે જોઈએ એ જાણવુ સહજ છે. રાજા એજ જ્યારે કર્તવ્યમાત્રનું આદર્શ છે ત્યારે તે રાજાના પ્રતિનિધિ પણું કર્તવ્યતામાત્રનો પ્રતિનિધિ હોવા જોઈએ. કોઈ પણ કર્તવ્યતા એવી ન હોય કે જે કારભારીનામાં ન હોય; અર્થાત કોઈ પણ સત કતવ્યમાં તે ઉણા ન જોઈએ. તે પંડિત, મુત્સદી, કૃષિકાર, વ્યાપારી, સંસારી, ઘરબારી, સાધુ, જતિ, જોગી, સ્ત્રી, પુરુષ, શર, કર, ભયાનક, શાસક, વ્યાપક, સર્વ હોવા જોઈએ. જેનામાં સર્વ ગુણ, સર્વ કર્તવ્યને ઉપયોગી સર્વ ગુણ છતાં, જે દુષ્ટ માર્ગના અનુસારી નથી, તેનેજ શા દક્ષ કહે છે. સર્વ કર્તવ્યમાં પોતે અને વિકૃત રહી સર્વને સરખી રીતે સંતેવી શકનાર દા પુરુષજ કારભારને યોગ્ય છે; તેજ ઉત્તમ કારભારી છે; કર્તવ્યમાત્રના આદરીરૂ૫ રાજાનું તેજ યથાર્થ પ્રતિબિંબ છે. વર્તમાન સમયના કારભારીઓનાં લક્ષણ કે અપલક્ષણ સર્વને સરવાળે આપણે આગળ કહી ગયા છીએ, એ. ટલે આવા ઉત્તમ કારભારી તેમને કહી શકાય કે નહિ તે વિચારવું કઠિન નથી. વર્તમાન સમયની ગમે તેવી અડચણો છતાં પણ કર્તવ્યપરાયણ રાજા અને દક્ષતંત્રીને યોગ થતાં સર્વ શ્રેયની સિદ્ધિ થઈ શકે એમ અમે નિશ્ચયપૂર્વક માનીએ છીએ. અમને સત્ય ઉપર અને સત્યાનુસારી લોકકલ્યાણની ભાવના ઉપર પરમ વિશ્વાસ છે; અસત્યને આયુષજ નથી એમ અમારૂં હૃદય સાક્ષી પૂરે છે; અને તે વિશ્વાસ અને તે સાક્ષી અમારા રાજાઓ અને કારભારીઓના મનમાં પેદા કરાવવાને અમારો આયાસ છે. જેટલી જેટલી અડચણો બતાવવામાં આવે છે તે કારભારી કે રાજા ઉભયમાંથી એકની કે ઉભયની ખામીને ઉડાવવાના પ્રયાસમાત્રજ છે; અસત્ય, અવિશ્વાસ, અને અશ્રદ્ધાના પરિણામ છે; એમ કહી શકીએ છીએ. | દેશી રાજાઓ અને દેશી રજવાડા એ આર્યદેશની પ્રાચીન રાજભાવનાનાં સ્થાન છે, પ્રાચીન નીતિ રીતિ કૃતિ તેના ગમે તેવા પણ આકાર અદ્યાપિ સુધી દેશી રાજ્યોમાં દીઠામાં આવે છે. આર્યદેશની પ્રાચીન ભાવનાઓમાં સત્ય હોય, એ સત્યને અનુસરવામાં જનસમૂહનું શુભ હોય, અને એ શુભ એજ આપણ સર્વનું કર્તવ્ય હોય, તો અમારી સર્વ રાજવંશીઓને પ્રાર્થના છે કે તેમણે પોતપોતાનું સ્વરૂપ યથાર્થ રીતે સમજી, કર્તવ્યપરાયણ થઇ, પિતપતાના કારભારીઓને પણ ખરા પ્રતિનિધિ બનાવવા, અને પાશ્ચાત્ય સંસગોથી કે હલકા લાકેના સહવાસના કુછદથી આર્યભાવવાને જરા પણ ક્ષીણ ન થવા દેવી. રામ, ધર્મ, નલ, હરિશ્ચંદ્ર, યયાતિ, રધુ, કે પ્રતાપ, શિવાજી, અકબર, એવા નૃપાલેનાં નામ નિરંતર સમરણમાં રાખી તેવી કર્તવ્યભાવનાને અનુસરી આપણા રાજવર્ગ આર્યાવર્તની સેવા બજાવવાની છે. આખા આયોવતે અત્યારે પાશ્ચાત્ય અધમતામાં મેહ પામી આર્યભાવનાઓનો ત્યાગ કરતો જાય છે. ઉદરનિવોહ જેટલું પણ જેની પાસે રહ્યું નથી, તે દીન બની જઈ કવચિત ભ્રષ્ટ થાય તો ક્ષન્તવ્ય છે; પણ સમૃદ્ધિમાં મહાલતાં રાજકુલો આર્યભાવનાને તજવા માંડે તે ક્ષન્તબ્ધ નથી, તેમ હદયમાં વજપાત જેવી પીડા પામ્યા વિના જોવાઈ શકાય તેમ પણ નથી. જુના સમય જતા રહ્યા છે, લડાઈ ટંટા બખેડાની વ્યગ્રતા બ્રિટિશ--સિંહે સર્વથા દૂર કરી છે, તે સમયે શાન્તિના સામ્રાજયમાં તમારે તમારૂ* કર્તવ્ય કરવાનું છે. એ કર્તવ્ય તમારાથીજ થાય તેટલું કરે, તમારાં રાન્યાને દષ્ટાન્તરૂ૫ રાજ્ય બનાવે, તમે પૈતે કર્તવ્યમાત્રના કેન્દ્રરૂપ થઈ રાજ. પને શાભાવે, અને એ આર્યભાવનાના ખરા પ્રતિનિધિ થઈ તમારૂં મુખ્ય કર્તવ્ય પૂર્ણ કરે. anani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50