પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રજામત અને સરકાર, ૫૩૮ ક્ષપાતી, અને રાજકીય સમાનતાની હીમાયત કરનાર રૂપે પ્રખ્યાત છે. અનેક ન્યાયી અને પ્રામા ણિક વીરેના રુધિરથી પવિત્ર કરીને તેની સ્થાપના થઈ છે. તેમના આગળ આપણી ગરજે, આપણી અડચણા, અને અહીંની સરકારને હાલના કરતાં વધારે સારી વ્યવસ્થા કરી શકવાના માર્ગો, દશ વવાથી પરિણામે આર્યભૂમિ અને ઇંગ્લંડને સંબંધ વધારે દૃઢ, પ્રતિભરેલે અને ઉભયેને વધારે ફલદાયક નીવડવાને પૂર્ણ સંભવ છે. પૂર્વ અને પશ્ચિમને આ એક અતિ ચમત્કારિક, દૈવી, અને વિલક્ષણ યુગ છે, તે સારાને માટે જ છે; એમાંથી સારું જ નીવડે એવા યત્ન રાખવો એ આ દેશની તેમ તે દેશની સરખી ફરજ છે. પ્રખ્યાત નરરત્ન દાદાભાઈ અને તેમના સહાય સર વીલીઅમ વેડર્બર્ન આદિ ઘણા અંગરેજ ગૃહસ્થા આવાજ યત્નમાં વર્તમાન સમયે પ્રવૃત્ત છે. આપણા લેખકોએ પણ આ માર્ગ કરતાં અન્ય માર્ગ ગ્રહણ કરવો ઉચિત્ત નથી, અને સંતોષની વાત છે કે આપણા લખનારા એજ માર્ગમાં રહેતા આવેલા છે. વર્તમાનપત્રો અને પુસ્તકના લખનારા આ પ્રકારે સરકાર અને સરકારનાં કૃત્ય ઉપર વારંવાર વિવેચન કરે નહિ તે સરકારને પણ પોતાના કાર્યોનું તય સમજવાનું સાધન રહે નહિ. કલકત્તાની હાઈકોર્ટના માજી ચીફ જસ્ટિસ સરરીચર્ડ ગાથે કહ્યું છે તેમ એવાં વિવેચને થાય તેજ સારું છે; ગુપ્ત મંડલીઆ અને કાવતરાં ઉઠાવનારી ટોળીઓ કરતાં એવાં ખુલ્લાં વ્યાખ્યાનો અને કોગ્રેસ જેવાં મંડલે હજાર દરજે સારાં અને ઉપયોગી છે. સર રીચર્ડ ગાઈ કહે છે કે “ જે ૧૮૫૭માં કોન્ટેસ હોત તે તે સમયને ભયંકર પ્રસંગ નીપજ્યેજ ન હોત. ” આ પ્રકારે વર્તમાનપત્રો કોન્ટેસે પાદિ યોગ્ય રીતે કાર્ય કરનારી સંસ્થાઓ રાજા પ્રજાના સંબંધને દઢ કરી આપવાને પરમ ઉપયોગી છે એ નિર્વિવાદ છે. આ પ્રસંગ ચાલે છે તેવામાં પુનાવાળા ઓનરેબલ મી. બાલગંગાધર ટીલક બી. એ. એલ એલ. બી. એમના ઉપર હિંદુસ્તાનના ફોજદારી કાયદાની કલમ ૧૨૪ ને આધારે ફિતુરી લખાણ કરવા બાબત સરકાર તરફથી કામ ચલાવવામાં આવ્યું છે અને તે મને ગુનેગાર ઠરાવી શિક્ષા કરવામાં આવી છે. એ પુરુષના વર્તન વિષે, તેમના લેખોના અર્થ વિષે, તેમને થયેલી શિક્ષા વિષે, હાલ તુરત કાંઇ પણ વિવેચન કરવા કરતાં તેમના કેસમાં જે આખા દેશને ચિંતા ઉપજાવના કાયદાનો અર્થ થયો છે તે વિષે વિવેચન કરવું આવશ્યક છે. અમે પોતે કાયદાનું જ્ઞાન ધરાવતા નથી, તેમ ઓનરેબલ મી. જસ્ટીસ શ્રાચીના કરેલા અને સુધારવાનું અમારુ’ સામર્થ નથી, તેપણ કાયદાનું જ્ઞાન ધરાવનાર લેખકોએ એ સંબંધમાં જે વિવેચન કર્યું છે તે અત્રે નોંધી રાખવાથી લખનારાઓને પોતાના કર્તવ્ય વિષે વિચારવાનું ઠીક પડશે. “ જે કાઈ બોલેલા અથવા વંચાવવા ધારેલા શબ્દથી, સંજ્ઞાથી, દેખીતાં ચિત્રોથી, * કે કોઈ પણ પ્રકારથી, બ્રિટિશ ઇડિયામાં કાયદાથી સ્થાપેલી સરકાર સામે અપ્રીતિની “ વૃત્તિ ઉપજાવશે કે ઉપજાવવા યત્ન કરશે તે જન્મદેશનીકાલ અથવા થોડી મુદત દેશનીકાલ છે તથા તે ઉપરાંત દંડ, અથવા ત્રણવર્ષ સુધી કેદ અને ઉપરાંત દંડ, અથવા એકલા દંડ એવી શિક્ષાને પાત્ર થશે. વિવેચનઃ-સરકારનાં કાની એવી અરુચિ દર્શાવવી કે જે સરકારની કાયદેસરે હકુમતને તાબે રહેવાની વૃત્તિથી વિરુદ્ધ ન હોય, અને એ હકમતને ગેરકાયદેસર રીતે સામે થવા કે ઉધી વાળવાના યનાની સામે થઈ એ હક મતને ટેકવવામાં ઉપયોગી હોય, તે Gana h eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50