પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૪૮ સુદર્શન ગધાવલિ, અપ્રીતિ નથી. આમ છે એટલે સરકારનાં કૃત્યો ઉપર આ પ્રકારની અરુચિ ઉપજાવે તેવી “ ટીકા કરવી તે ઉપરની કલમનો ગુનો નથી.” પીનલકડની ૧૨૪ આ કલમ આ પ્રમાણે છે. આ કલમને અર્થ અદ્યાપિ અનિશ્ચિત છે; એટલે વારતવિક અર્થ કરવામાં રાજ્યવિરુદ્ધ ગુને કયારે અને કેવા લખાણુ ઇત્યાદિથી થાય તે જોવાનું છે, “ અપ્રીતિની વૃત્તિ ” ઉપજે એવું લખાણુ ગુના છે, પણ એજ કલમના વિવેચનમાં જણાવ્યા પ્રમાણે માત્ર “ અરુચિ ” ઉપજાવવી તે ગુનો નથી. સરકારની સામે અને પ્રીતિ ઉપજાવવી ' અને “ સરકારને તાબે રહેવાની વૃત્તિથી વિરુદ્ધ નહિ એવી અચિ ઉપજાવવનારી ટીકા સરકારનાં કૃત્યો ઉપર કરવી, એ બેની વચમાં આ કલમનો અર્થ જોવાનો છે; કારણ કે તાબે રહેવાની વૃત્તિથી વિરુદ્ધ નહિ તેવી અરચિ' અમીતિ’ ગુનો છે. આ કલમમાં ગુતા રૂપે ધારેલી જે “ અપ્રીતિ ' તે વાસ્તવિક રીતે જોતાં નિર્દોષ ગણેલી “ અરુચિ ' ને કોઈ અધિક પ્રકાર છે, ગુનારૂપ અપ્રીતિ અને નહિગુનારૂપ અરચિ સ્વરૂપે એકનાં એક છતાં બન્ને વચ્ચે જે તફાવત છે તે માત્ર દરજ્જાને તફાવત છે, અરુચિના વધારે દરજજો તે અમી તિ અને ગુના છે. એ વધારે દરરજો અસચિ” માં શા ઉપરથી આવે છે કે જેથી તે અપ્રીતિ ' નું રૂપ ધારણ કરે છે તે પણ વિવેચનમાંજ કહેલું છે. “ તાબે રહેવાની વૃત્તિથી વિરુદ્ધ ન હોય' તેવી “ અચ’ ગુનો નથી એટલે “ અરુચિ ' માં “ સાથે રહેવાની વૃત્તિને અભાવ' ઉમેરીએ એટલે ‘ અરુચિ ' નો દરજજો વધીને “ અપ્રીતિ 'ના દરજજાને પહોચે અને તે અપ્રીતિ ગુનો થાય. પ્રત્યેક જાતની અપ્રીતિ તે “ અરુચિ' જ છે, પણ પ્રત્યેક “ અરૂ ચિ, અપ્રીતિ નથી એમ કલમના શબ્દો જોતાં સ્પષ્ટ સમજાય છે. કેવી અચિ નિર્દોષ છે. ને કેવી દંડાગ્ય છે તેને વિવેક કલમમાં અને તેના વિવેચનમાં દર્શાવે છે. આ અર્થ કરતાં, નામદાર જજે યુરીને ચાર્જ આપતી વખતે આ કલમના કાંઈક જુદી રીતનો અર્થ કર્યો છે. કલમ અને વિવેચન, તેને તેમણે જુદે જુદાં લીધાં છે અને સરકારતથા “ સરકારનાં કૃત્ય ' એ તફાવત ઉપજાવી એમ પ્રતિપાદન કર્યું છે કે “ સરકારનાં કૃત્ય ' સામે ટીકા થઈ છે કે “ સરકાર સામે થઈ છે તે પ્રથમે જોવાનું છે. જે ટીકા સરકારનાં કૃય સામે હોય તો વિવેચનને આધારે જોવું કે તે ટીકા “ તાબે રહેવાની વૃત્તિથી વિરુદ્ધ ' છે. કે નથી; વિરુદ્ધ ન હોય તે ગુના નથી થતા, વિરુદ્ધ હોય તે ગુને થાય છે. ટીકા ‘ સરકાર' ની સામે હોય તો તો કલમજ લાગુ કરવી અને ગુનો થયો ગણા કેમકે સરકારની વિરુદ્ધ ટીકા કરવી તે કોઈને કોઈ પ્રકારની ૫ણુ અરૂચિ ઉપજાવ્યા વિના રહેજ નહિ. આવી રીતે અર્થ કરવાથી ફલ એ થાય છે કે “ સરકાર ' અને ' સરકારનાં કૃત્ય ” એ બે વાત ઉપર કોઈ પણ લખાણુને ફીતુરી કે નહિ ફીતુરી ઠરાવવાનો આધાર આવી જાય છે, અને સરકારનાં કૃત્યોની ટીકા કરવી તે સરકારનાજ ટીકા કરવા સરખુ હોવાથી કોઈ પણ લેખને આ કલમના પંજામાંથી ઉગરવાનું અતિશય અશક્ય નહિ તે કઠિન થઈ પડે છે. વર્તમાનપત્રો ચલાવનારા અને ગ્રંથકારે સર્વને આ કલમને આ અર્થે બહુ ચિંતા ઉપજાવનાર છે અને કોગ્રેસ જેવી વફાદાર મંડલી જે જે ચર્ચા કરે છે તે પણ આ કલમના અર્થની બહાર છે કે નહિ એ જોવાનું છે. મી. ટીળક અને તેમના લાગતા વળગતાઓએ તેમજ આખા દેશના લખનારાઓએ આ કલમના આવા અર્થને સુધરાવવાને જેટલા થાય તેટલા યત્ન કરવામાં પછાત પડવું જોયતું નથી. આ કલમને આદિ તો કઠિન ચલ કાઇ andhi Her © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50