પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અમદાવાદ પ્રાવી-સીઅલ કોન્ફરન્સ, પ૪૫ અમુક આવે છે એમ ખાનગી વાતો કરીએ છીએ, સરકારના અમુક વહીવટથી આ લાભ છે કે આવી હાનિ છે એમ ચર્ચા ચલાવીએ છીએ; પણ તે બધી વાતે, બધી ચર્ચાઓ એકત્ર કરી તેમાંથી સર્વસાધારણુ એવી કોઇ એક વાત ઉપજાવી લેવી, અને તેને આપણા પ્રાતના ધણા જનને ટેકે મળે તો, પછી તેને આખી પ્રજા આગળ રજુ કરી, સરકારના લક્ષ ઉપર આવી, કે જેથી સરકાર આપણને યોગ્ય દાદ આપે એ આપણુ પ્રત્યેક જનનું કર્તવ્ય છે. એવી રીતે યોગ્ય દાદને પહોંચવાનું સાધન કોગ્રેસ અને કોન્ફરન્સ આપણને સુલભ છે, અને આપણે તેને મદદ કરવા સારુ શક્તિ અનુસાર દ્રવ્ય આપવું તથા હીમતથી ખરી વાત તેના આગળ જાહેર કરવી, એજ આપણું કર્તવ્ય છે. આવું કર્તવ્ય યથાર્થ રીતે સમ જ્યા વિના રાજ્ય સંબંધમાં આપણે જે સુખ ઈચ્છીએ છીએ તેને માટે આપણે કદાપિ યોગ્ય થવાના નથી. અંગરેજ સરકાર બધી દુનીયાંમાં ન્યાયી પ્રજા રૂપે વિખ્યાત છે, અને જ્યાં અન્યાય છે એવું તેમને બરાબર સમજાવવામાં આવે છે ત્યાં ન્યાય આપવાને પછાત પડતી નથી. તા. ૧-૨-૩ ને દિવસે, અમદાવાદમાં સ્ટેશનની પાસે ઘણો સારે મંડપ ઉભો કરવા માં આવ્યા હતા. તેમાં આશરે ૧૫૦ પ્રજાપ્રતિનિધિઓ અને ૫૦૦-૬૦૦ અન્ય ગૃહસ્થ ભેગા થયા હતા. પુના, સતારા, ધુળીઆ, નાશક, કલાબા, મુંબઈ, સુરત, ખેડા, નડીઆદ, ધોળકા, ધંધુકા, અમદાવાદ, વગેરે મુખ્ય મુખ્ય લેથી પ્રતિનિધિઓ આવેલા હતા. મુંબઈવાળા પ્રખ્યાત મી. સયાણી, વાછા, દા. બહાદુરજી, દેશમુખ, ભાળચંદ્ર, વગેરે; તેમ પુનાવાળા મી. તીલક, નામજોશી, વગેરે આ૫ણા જાણીતા નયજ્ઞો ત્યાં વિદ્યમાન હતા. અમદાવાદના પ્રસિદ્ધ ઓનરેબલ રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ પણ ત્યાં હતા. પ્રમુખ સ્થાને મી. સયા ણીને નિયમવામાં આવ્યા પછી તેમણે ઘણું અસરકારક ભાષણ કર્યું હતું અને કેન્ફરન્સ ર્ચ્યૂશું કરવાનું છે તે કહી બતાવ્યું હતું. કેટલાક લેકે મુસલમાનેને હિંદુથી જુદા પાડવાને જે યજ્ઞ કરે છે તેને તિરસ્કાર બતાવી તેમણે મુસલમાન અને હિંદુઓની એકતા વિષે, તથા તે ઉભયના લાભ સરકાર સંબંધે એકજ સરખા છે એ વિશે સારું વિવેચન કર્યું હતું. કોન્ફ. રન્સનું કામ ત્રણ દિવસ ચાલ્યું હતું, તેમાં જુદા જુદા વક્તાઓના વિવેચન ઉપરથી જે મુખ્ય ઠરાવો થયા તે આ પ્રમાણે છે:- ( ૧ ) મુંબઈની લેઝરલેટિવ કાઉન્સીલના નિયમો એવી રીતે સુધારવા કે તેમાં હાલ સેલડીવિઝનને એકે જગા મળી નથી તે મળે; અને મુંબઈ ઇલાકાના જુદા જુદા પક્ષ ( મ્યુનીસીપલ, ખેડુત વર્ગ, વેપારી વર્ગ ઈત્યાદિ ) ના પ્રતિનિધિઓની યોગ્ય સંખ્યા કાઉન્સીલમાં આવી શકે. | ( ૨ ) યુનીવર્સીટીને સરકાર જે ઓછી મદદ આપે છે તે વધારવી અને પ્રાઈમરી કેળવણી આપનાર શિક્ષકોના પગારની સ્થિતિ સુધારવી; તથા કલા કૈશલ્યની કેળવણી માટે સગવડ કરવી ( ૩ ) મામલતદાર અને માજીસ્ટ્રેટના હાદા જુદા પાડવા. ( ૪ ) મેડિકલ સર્વિસની બધી જગાઓ યોગ્ય માણસોને આપવાના સંબંધમાં હાલના નિયમોથી જે અડચણો છે તે દૂર કરવી. | ( ૫ ) પ્રાવોન્શીઅલ સર્વેસમાં દેશીઓને દાખલ કરવાના નિયમે સરકારે પ્રસિદ્ધ કરવા કહ્યું હતું. તે કયાં નથી, માટે તે જલદીથી પ્રસિદ્ધ કરે એમ માગવું. anani Heritage PC - GE POTA 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50