પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દશમી નેશનલ કોન્ટેસ. પરું તેવા કૃત્યનો કોઈ અંશે જવાબદાર છું. મારા પોતાના દેશમાંજ, તાબેદારીમાં કેવું દુઃખ છે તે મેં અનુભવ્યું છે; આયલેંડને પાલમેંટ અપાવવાની લડત ચલાવનાર મંડલીમાંનો હું એક છું. હિંદી પાર્લામેંટરી કમીટીમાં પણ હું છું. ધર્મની બાબતમાં જેને “ ડીસેન્ટર ” કહે છે તે છું, અને ધર્મવિષયમાં સ્વતંત્ર વિચારને અર્થે મારા પૂર્વજે લડેલા તે માટે મગરૂર છુંએટંટ છતાં મને કેથેલિક મત આપનારાઓએ પસંદ કરી પાલમેટમાં મેકલ્યા છે. આ ખુરશી ઉપર અત્યારે બેસવાનું જે માન મને મળ્યું છે તે ધણામાં ધણું" જે હું કદી પણ પુછી શકું તેવું માન છે. હું હિંદુરતાનમાં વસેલે નથી એથી કાંઇ હહત નથી. રવતંત્ર લેકેજ પોતાનાં કાર્યો વિષે પુરતે વિચાર પોતાની મેળે કરી શકે છે. પણ કોઈ બલવાન વર્ગ જ્યારે કોઈ પ્રજા ઉપર રાજ્ય ચલાવતા હોય, ત્યારે તે વર્ગના લાભમાત્ર એ રાજ્ય એમને એમ ચાલ્યું જાય તેમાં રહેલા હોય છે, એટલે તે વર્ગ યોગ્ય વિચાર આપી શકે નહિ. સર વીલીયમ વેડર્બર્ન જેવા કેટલાક અપવાદ છે, પણ એકંદરે ગમે તેવા વહેમથીજ રાજ્યકર્તાઓની દૃષ્ટિ ઝાંખી થઈ ગઈ છે. અમેરિકામાં ચાલતા ગુલામીના વેપાર દક્ષિણ અમેરિકાના ગોરા લોકે કદાપિ બંધ પાડી ન હોત. આ બધું જે હું કહું છું કે કહેવાનો છું તે મારા અનેક દેશી ભાઈઓએ આ દેશની જે ખરી સેવા બજાવી છે તેની કદર કર્યા વિના કહું છું એમ ન ધારવું. તે ગૃહસ્થ આરંભે તે એક ધંધા તરીકે જ અત્રે નોકરીએ આવેલા, પણ સહવાસ થતાં, લોકેનું ઓળખાણ થતાં કર્તવ્યની બુદ્ધિથી તેઓ ઉચ ભાવ ઉપર દોરાયલા, અને તેથી જ તેઓ તમારા ખરા મિત્ર થઇ, તેમના વિચાર પ્રમાણે તમને જે હિતકર જણાયેલું તેમાં મંડેલા. તાબે કરી લીધેધા દેશ ઉપર હકુમત ભાગવવામાં જ્યાં જ્યાં કર્તવ્યબુદ્ધિ જણાઈ છે ત્યાં ત્યાં આ કરતાં વિશેષ જણાઈ નથી. આપણે આવા મિત્રોની વિરદ્ધ કાંઈ કહેવાનું નથી, સિવાય કે તે પોતે વિદ્ધ ભાવે દરવી કાંઇ કહેવરાવે. એમની આપણને ઘણી વખત જરૂર છે; તેમના તેમના કામમાં તેઓ માનને પાત્ર છે. પણ અર્ધા સૈકા ઉપર જે ધારણે આ દેશના રાજ્ય માટે મહાન રાજનીતિનાએ હરાવેલાં તે કરતાં બીજી જાતનાં ધારણુ ધીમે ધીમે લાગુ કરવાના પ્રયાસને અટકાવવા એ તેમનું કામ નથી. એવા લોકોની જે વૃત્તિ અને રીતિ તમારા તરફ મને જણાઈ છે તેથી મને ઘણુ લાગી આવ્યું હોત, પણ મારા પિતાના દેશમાં, તેવાજ વર્ગના લોકો તરફથી, મારા દેશી ભાઈએ ભણી તેવીજ વર્તણુક થતી મેં દીઠેલી છે એટલે મને નવાઈ લાગતી નથી. આવા લોકેાએ ધારેલું ભવિષ્ય છેટું પડે એમાંજ તમારે સંતોષ માનવાનો છે. ધર્મ અને રુધિરથી સંબંધ છતાં પણુ આયરલેંડમાં આ વર્ગના લોકોએ આકરીશ પ્રજાના અભિપ્રાયની ઉપેક્ષા કરી સ્વતંત્ર રીતેજ રાજ્ય ચલાવવાનો યત્ન કર્યો, અને તે નિષ્ફળ થયા. અહીંયાં પણ તે લાકે તમારી જેટલી મદદ લે છે તેટલા કરતાં વધારે મદદ નહિ લે ત્યાં સુધી તેઓ વિજય મેળવશે એ વાત બહુ સંશયાસ્પદ છે. સુધારણા અને કાયદેસર સ્વાતંત્રય પ્રાપ્ત કરવાના આપણા યુનાને આધાર એક એક વ્યક્તિનાં ચારિત્ર અને શિક્ષણ ઉપર રહે છે, આપણી શક્તિનો આપણે ઉપયોગ કરીએ તે ઉપર રહે છે. અંગરેજો સ્વાભાવિક રીતે જ બીજા લોકો કરતાં વધારે બહાર કે વધારે સારા છે એમ કાંઈ નથી, તેમના જયનું મુખ્ય કારણ એકંદરે વિશ્વાસ પાત્રતા અને કર્તવ્યબુદ્ધિ એ બે વાતમાંજ રહેલું છે. તે લેકે જે વાત જાતે માથે લે છે તે ઘણ કરીને પાર ઉતારે છે; એમને પણ બીજાની વેંઠ સ્વાર્થ તે હોય છેજ, પણ રાજ્યમાં andhi Feritas e Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્દાવલી 49/50