પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી દશમી નેશનલ કેન્ચેસ, પપ૧ કી માણસ અંગરેજી સ્વાતંય કરતાં રશીઅન જુલમને પસંદ કરશે ? આ દેશમાં જે અંગરેજી રાજ્ય છે તેને બહારના હુમલાથી કશી અસર થવાની નથી, પણ તે ત્યાં સુધી કે જ્યાં સુધી અંગરેજી રાયથી પેદા થયેલા નવા વિચાર અને નવું શિક્ષણ અંગરેજી સ્વાતંત્ર્ય પણ લાવશેજ એ વિશ્વાસ તમારા મનમાંથી ખસશે નહિ. અને હવે સરકાર પાછી વળી શકે તેમ પણ રહ્યું નથી. વૃદ્ધિ પામવાની અને નવા પ્રકાશ મેળવવાની વાંછના સમગ્ર પ્રજામાં એક વાર દાખલ કરી એટલે તે સ્વતંત્રતાપચંત જવાનીજ, અંગરેજ સરકારે પચીસ વર્ષ થયાં તમને કેળવણી આપી છે, કાયદેસર સ્વાતંત્રયનાં ધારણ સમજવા ઉત્તેજન આપ્યું છે, નાત જાતના વહેમ દૂર કરવા કહ્યું છે, અંગરેજ પ્રજા સમાન થાઓ એમ ઉપદેશ કર્યો છે, આ અને તે દેશને એક નાની સમગ્રના હિતમાં વર્તે એવે માર્ગ બતાવ્યા છે. સર વીલીઅમ હંટરને હિંદુરતાનનો ઇતિહાસ ઉધાડતાં જે વાકય ઉપર મારું ધ્યાન, પ્રથમ જોતાંજ, ચાટી ગયું તે “ અંગરેજી રાજ્યની શાલાઓ, પિતાની મહત્તા સમજનાર એક પ્રજાને ઉછેરનાર સાધન થાય ” એવી ઇચ્છા બતાવનારું વાકય હતું. તમે “ પ્રજા” એ શબ્દના લક્ષણમાં “ એક દેશના રહીશ, એક રાજ્યની પ્રજા, એક કાયદાથી બંધાયેલા લેક, એક અધિકારીની આજ્ઞાથી કર ભરનાર, એક રાજયપદ્ધતિથી સુખ દુઃખ માનનાર, સરખા હક માગનાર, સરખી હરકતા દૂર કરવા ઇચ્છનાર, ” એ આદિ અર્થનો સમાસ કરે છે તે અતિગ્ય છે. આવી એક પ્રજા રાજહિતને વિરોધી છે એમ જે માનતા હોય તે ભુલ કરે છે, રાજસત્તાનું તે એજ પુલ છે, એજ ઉત્તમ ભૂષણ છે. e જનવ્યાપારના પ્રદેશમાં રાજનીતિ એ અતિ ઉચ્ચપ્રકારને, અતિ વિશાલ, પ્રદેશ છે, એમાંથી કોઈને પણ બાતલ કરવું ઉચિત નથી. એમાં ઘણીક વાતો હાસ્યકારક નીપજે છે, ઘણીક વિટંબના થાય છે, પણ એકંદરે એ પ્રદેશજ આપણા જાતિભાઈઓનું ભલું કરવાને માટે ઉપયોગી છે. જે રાજનીતિની હવા આપણે એ પ્રદેશમાં લેવા ઈચ્છીએ છીએ તે એવી છે કે એમાં “ લેભ કે વિષય, હલકાઈ કે સ્વાર્થ ” નો ગંધ પણ જોઈએ નહિ. આપણે સર્વનું ભલું ઈચ્છીએ છીએ, સર્વને માટે પ્રયાસ કરીએ છીએ, કોઈ પણ વર્ગ આપણી અનુકમ્પાની બહાર રહેતો નથી; પુરુષના ભ્રાતૃભાવ ભેગો સ્ત્રીઓને ભગિનીભાવ પણ આપણને સર્વથા ઈષ્ટ છે. in આખી શહનશાહતની એકતા સાચવવાની મુખ્ય આવશ્યકતા સ્વિકારી આપણે જા જોઈએ કે હથીઆર અને સરકારી લશ્કર સંબંધના સવાલોનો વિચાર આપણે જરા ધીરજથી કરવાનો છે. પરવાના વિના હથિઅરે રાખવાં એ આયરલેંડમાં ગુનો ગણાય છે, હિંદુસ્તાનમાં પણ તેમજ છે. છતાં એમાં કેટલાક એવા ફેરફારની આવશ્યતા છે, કે હિંદુસ્તાનમાં વસનાર કે આવનાર સર્વને રંગરૂપ કે નાતજાત કશા ભેદ વિનાજ જંગલી જના વરાથી રક્ષણ થવા માટે કે પાક વગેરે સાચવવા માટે જરૂર પડતાં હથિરોને લાભ મળી શકે. આમાં જે અટકાયત છે તે અમારે ત્યાં દેશને અપમાનરૂપ છે, અહીં પ્રજાને અપમાનરૂપ છે. - પશ્ચિમની આખી દુનીયાંને વિશેષે કરી યુનાઈટેડ કી'ગડમ સાથે સરખાવતાં હિંદુસ્તાનની ગરીબાઈ ઘણી ખુલ્લી રીતે જણાય છે. યુનાઈટેડ કી'ગડમના રહીશાની સરાસરી વાર્ષિક આવક પાંડ ૩૩, શાલીગ ૧૪ મનાય છે; હિંદુસ્તાનના રહીશાની સરાસરી વાર્ષિક આવક રૂ. ૨૦ થી

  • હાલને ભાવે રૂ. ૫૪૫) ને આશરે થયે.. Gandhi Heritage Portal

© 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50