પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, એમ થઈ આવે છે કે એ ભાવનાની વાતો બહુ આનંદકારક, રસમય, સુખમય, શાન્ત, અને સપકારક છે; પણ કોઈ મહાન ગિરિવરના ઉન્નત શિખર ઉપર વિકસી રહેલા ઉપવનની કથા માત્ર સાંભળીને તળેટીમાં વસતા જનો સંતોષ માને તે કરતાં અમારે સતેષ અધિક નથી. રાગદેષ, લેભમેહ, આદિ વૃત્તિ૬ોથી ભરપૂર અંતઃકરણને શીતોષ્ણ, સુખદુ:ખાદિ દ્વોથી વિમુખ રાખી નિર્વિકાર અને શાંત કરવાની વાત અતિ સુખકર અને માહાન્યવાળી સમજાયા છતાં અત્યંત અસાધ્ય લાગે છે; કવચિત તેવી દશાની એક નિમિષવાર ઝાંખી થઈ આવે તે પણ તે સ્વમ કરતાં વધારે ક્ષણિક થઈ જાય છે, અને માયા ” એ નામધારી વ્યવહારકલ્પનાની જાલનું આવરણ અંત:પ્રકાશને નિરંતર છાઈ દે છે. આવું છે એટલે દૈતભાવનાની વાતાં માત્ર કરવામાંજ વેદાનતનું પર્યાવસાન આવે છે, અને માયાજાલને પરારત કરવાને અસમર્થ એવા પામર અધિકારીઓ વેદાન્તના શબ્દોધમાત્ર પ્રાપ્ત કરી ‘ઇટિ ઇકિયાના ભાગ કરે તેમાં દોષ નથી ” એવા અનર્થને પોતાના નિરંકુશ અને પામર જીવનની સાર્થકતા સાધવા આગળ કરે છે. મનુષ્યને જગતમાં આવીને જગત શું છે ? મનુષ્ય શું છે? ઉભયનો શો સંબંધ છે ? એ આદિ પ્રના ઉપજવા એજ પૂર્વના અતિ શુભ સંસ્કારનું પરિણામ છે. હાથ પગ આદિ કર્મેન્દ્રિય અને ચક્ષ:ક્ષેત્રાદિજ્ઞાનેન્દ્રિયના યંત્રરૂપ, આહારવહારમાત્રને શોધનાર, અને પોતાનું પ્રિય થાય તેમાંજ કૃતાર્થતા માનનાર, એવાં મનુષ્ય કેવલ પામર છે. એમને સ્વ–પર કશાનું ભાન નથી, સુખ દુઃખને વિચાર નથી, વિશ્વની વ્યવસ્થાની ખબર નથી. એવાં મનુષ્યોને પોતે જે અધમ વિષયોમાં પ્રિયતા માની હોય તે વિષય પ્રાપ્ત કરવાની કામના બહુ બલિટ હોય છે એટલે તેમને એવા સ્વકલ્પિત પ્રિયસ્થાન છે. જે વિષય તેમને પ્રાપ્ત કરવાને અર્થે અનેક વ્યાપાર કરવા રચે છે. વ્યયહારમાં અનેક ખટપટ, પ્રપંચ, પ્રતારણા ઈત્યાદિ કર્યા છતાં પરિતૃપ્ત થવાતું નથી એટલે કવચિત એવી શકિત મળી આવે છે જેથી ઇરછાનુસાર પ્રિયની પ્રાપ્તિ સાધી શકાય તો તેને પણ તેવાં મનુષ્યો વારંવાર શોધે છે. એ અર્થે પ્રાણવિનિમયના પ્રયોગ શીખે છે, મંત્રના જપ કરે છે, કહેવાતા સંત સાધુ પાસે દારા, ધાગા, ઉપદેશ ઈરયાદ લેવા ભમે છે. એમ પોતે અને પોતાનું ' તેને માટેજ આવા જીવ અતિ નીચ અને સંકુચિત જીવન ગાળે છે. શ્રીમદભગવદ્ગીતામાં કહ્યા પ્રમાણે “પિતાનેજ માટે પાક કરી પાપમાત્ર નાજ તે લોક ઉપભેગ કરે છે.” કેમકે તે “ યજ્ઞશિષ્ટાશી ” નથી, સ્વાર્પણ કરવાનો, પરે૫કારના, પરાર્થે સ્વજીવન ગાળવાને તેમને ભાસ પણ થયા નથી, એવા ની પ્રવૃત્તિ કુસંગજન્ય અનેક દોષથી પ્રપૂર્ણ હોય છે. દુર્વ્યસન, વ્યભિચાર, પ્રતારણા, ઇર્ષ્યા, દ્વેષ, આદિ અનેક વિષમવ્યાધિ તેમના મનને પીડે છે, અને તેવા મતને અનુસારે તેમનાં શરીર પણ તેવાં ઘડાય છે અને પીડાય છે. ‘ મરણ” થનાર છે તેનું પણ કેટલાંકને ભાન કે રમણ હોતું નથી; મરણ આવે છે ત્યારે કે મરણનું સ્મરણ થાય છે ત્યારે તેમને બહુ ભય લાગે છે, આ દુનીયાં અને તેને માંના અનેક સંબંધે તથા ઉપભોગ જે પતે ઉપજાવી લીધા છે તેનાથી વિખૂટા થવાનો વિચાર આવતાં તેમને મહા કલેષ થાય છે. મરણના તેમને એક રાક્ષસરૂપે, કાળા શાહી જેવા, લાંબા દાંતવાળા, હાથમાં લાહુદંડવાળા, યમતરૂપેજ અનુભવ થાય છે; ધમોસને વિરાજતા ન્યાયમૂર્તિ ધર્મરાજના ન્યાયમય ચિત્રગુપ્તના પવિત્ર આહાન રૂપે પરિચય થતા નથી, તેમની દષ્ટિ એવી હોય છે કે જ્યાં પડે ત્યાં સં કાચ, અપચ, સ્વાર્થ, નાચતા, કરતા, અને શંકા anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850