પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 આવતી નેશનલ કેન્ચેસ ૫૫૭ પછવાડે અને તેજ મંડપમાં એ સમાજ મળે તેથી કાગ્રેસના સાયાની તેને મદદ મળે એમાં કાંઈ આશ્ચર્ય નથી. આ રિથતિને કેટલાક કાન્ચેસના આગેવાનો નાપસંદ કરવા લાગ્યા છે. આપણા દેશમાં આજ કાલ જે ધર્મભાવનાને ધ્વનિ સર્વત્ર વ્યાપ ચાલે છે તેને પરિણામે એમ સમજવામાં ર્ચ્યૂઆર્યુ છે કે આપણે સંસાર પાશ્ચાત્ય લે બતાવે છે તે ખરાબ નથી કે તેવી ખામીએવાળા પણ નથી; ઉલટ ઘણું સૂમ, હિતકર, અને સર્વદેશી ધોરણે ઉપર રચાયેલા છે. કોઈ પણ વસ્તુ એકાન્તનિર્દોષ હોતી નથી તેમાં સુધારવાની, ગોઠવવાની, વ્યવસ્થા કરવાની, બહુ જરૂર છે, તથાપિ આપણી સંસારવ્યવસ્થાના ધોરણોને પાશ્ચાત્ય સંસારવ્યવસ્થાનાં ધોરણો સાથે મુકાબલો કરતાં આપણને આપણી વ્યવસ્થામાં ન ઇચ્છવા લાયક કે પાશ્ચાત્ય વ્યવસ્થાથી સુધારી શકાય તેવું અતિસ્વલ્પ જણાઈ શકે છે. એક બીજી વાત પણ ધીમે ધીમે આગળ આવી છે; જ્યારે ‘સંસારસુધારા વિના રાજકીય સુધારે ન બની શકે એવી ચર્ચાને જન્મ થયો હતો ત્યારે ઘણાક સુધારાવાળાઓએ પણ એ દલીલને ખોટી ઠરાવવા વ્યાખ્યાને નિબંધ આદિ જ્યાં હતાં. પાશ્ચાત્ય દેશો અને આ દેશ વચ્ચેનો સંબંધ જેમ જેમ વધારે નિકટ થતા જાય છે, તેમ તેમ સમજાય છે કે સાંસારિક અનીતિ અને દુર્દશાના વિસ્તાર જેટલા અને જેવડો ઇગ્લેંડ આદિ દેશમાં છે એટલે અને તેવડા આ દેશમાં નથી. એવી સાંસારિક દુઃસ્થિતિ છતાં ઇંગ્લંડમાં પ્રજાસત્તાકત રાજ સંસ્થા નભી શકે છે, તે આ દેશમાં તેથી ઉતરતી નહિ એવી સંસારરિથતિ સાથે રાજકીય સુધારણા કેમ ન થઈ શકે ? વસ્તુતઃ એ બે સ્થિતિને ઘણો નિકટ સંબંધ હોવાનો સંભવ નથી, અને રાજ્યકત વિદેશીય હોય ત્યાં તે એ સંબંધ બલાત્કારેજ ઉ૫જાવવો પડે. આવી એક ચર્ચા પણ આ દેશના અગ્રેસરમાંના કેટલાકના મનમાં ઉત્પન્ન થઈ છે. આપણી સાંસારિક સ્થિતિ પાશ્ચાત્ય સાંસારિક સ્થિતિ તે મુકાબલે ઉતરતી નથી, અને સાંસારિક તથા રાજકીય નિકટ સંબંધ નથી, એવા વિચારમાંથી કેટલાકના મનમાં એમ આવ્યું કે પ્રતિવર્ષ કાન્ચેસ ભરાય તે વખતે આ દેશની સાંસારિક સ્થિતિ ખરાબ છે ને તેને અમુક રીતે સુધારવી એવો અવાસ્તવિક સ્વીકાર કરવો ઉચિત નથી. એમ કરવાથી પરિણામ એ આવે છે કે આ દેશના લોકો એ સંસારસુધારાસમાજના વિચારથી કેવલ અણુવાકેફ રહે છે ને તેમના ઠરાવ કાગળ ઉપરજ રહી જાય છે એટલું જ નહિ, પણ કાન્ચેસની માગણીથી વિરુદ્ધ એવા રાજકીય જનો એ સમાજના શબ્દોને આધારેજ હિંદુસંસાસ્થિતિ ખરાબ છે એમ સાબીત માની એવા અનુમાનની દલીલ આપણને બતાવે છે કે એ સ્થિતિ સુધરતા સુધી રાજકીય હક માગવા એ વ્યર્થ છે. આમ જે હીલચાલ મૂલ કોન્ટ્રસને મજબુત કરવા માટે ઉભી કરેલી તેજ કન્ટેસને નિર્બલ કરનાર નીવડી જણાય છે. અમે વાસ્તવિક એવી કોઈ પણ વાતનું પરિણામ એ કરતાં બીજું આવે નહિ. આ સ્થિતિ લક્ષમાં લઈ આ વર્ષે કાન્ચેસ કમીટીના એક સેક્રેટરી ઓનરેબલ મી. બાલગંગાધર તિલકે પુનામાં એ વાદ ઉઠાવ્યા કે કેન્સેસના મંડપમાં, સંસારસુધારાસમાજને મળવા ન દેવી; એમ થાય તેજ કાગ્રેસનું કામ આગળ વધવા દેવું. આ ઉપરથી પુનામાં બે મહાટા પક્ષ પડી ગયા, અને આખા દેશમાં ચર્ચા થવા લાગી. ભય એવું ઉત્પન્ન થયું કે રાજયકૂતોએ હવે તે આપણા અંદર અંદરના આવા દેખીતા કુસંપ ઉપર આંગળી કરી andhi Heritage Porta ~ 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850