પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ, તથા ભય વિના બીજુ કશું દેખી શકતી નથી. એવા પામરો વ્યવહારમાં ન્યાયાસને ચઢયા હોય છે કે રાજ્યાસને વિરાજતા હોય છે કે ધૂળમાં રઝળતા હોય છે, પણ તે તે સ્થાનથી કે અધિકારથી તે કશા ઉપદેશ લેઈ શકતા નથી મળેલા પ્રસંગોને ઉપયોગ કરી શકતા નથી. કારણ કે તેમની દષ્ટિજ હજી ઉધડી નથી, આંખ વિના તેમનાથી જે પણ શી રીતે શકાય ? એ આસુરીસંપત્તિના જીવે છે. પામરની આવી દશા છે. ઉત્તમાધિકારી અને પામરની વચમાં એક પ્રકારના એવા જીવ પણ જણાય છે કે વ્યવહારમાં નિરાશ થતાં, પ્રયત્નમાં નિષ્ફળ થતાં, કવચિત દેવાદિની ઉપાસનામાં, કવચિત જ્ઞાનવાતોના શ્રવણુમાં, કાલપ કરે છે; એમ માને છે કે પ્રવૃત્તિમાત્ર અને ટકાવી, એકાન્ત પડ્યા રહેવું, પ્રયાસ જ કરવા નહિ: પ્રારબ્ધને વશ વર્તવું, પુરુષાર્થ છેજ નહિ. આવી પડ્યું કેટલાક વ્યવહારથી વિમુખ સતે પરમાર્થને સ્પર્શ ન શકેલા જા દીઠામાં આવે છે. યદ્યપિ આ દશા દઈ નથી તથાપિ જે પામરદશા કહી તેના કરતાં સારી છે, કેમંક સાધના પ્રસંગ થાય તે લાભ થવાની સામગ્રી એવા જીનામાં આવી છે. આવી સંસારસ્થિતિમાં જીવનનો હેતુ છે ? પુરુષાર્થ શામાં છે ? એવા પ્રશ્ન ઉપર લક્ષ જવ” એજ પૂર્વનાં અનેક શુભ કોને શુભેદય જાણવે. એમ દઢ વાસના મનમાં થાય છે કે એવા પ્રશ્નનાનું નિરાકરણ યથાર્થ રીતે જાણવું. અનેક વાચન, મનન, અવલેટન, કરતે કરતે એવું નિરાકરણ પ્રાપ્ત થાય છે. ઉગ્નજીવનની ભાવના હાથ આવે છે. પણ તે ઉગ્ન ભાવના તે ઉચ્ચજ રહે છે. ભૂમિ તલે ઉભેલા આપણે શી રીતે સમભૂમિવાળા પ્રાસાદની ટોચે પહાચીએ ? એવી રીતે પહાચવાની સીડી જોઈએ; અને એ સીડીમાં પ્રવેશ કરવા માટે આખા પ્રાસાદનું મુખ્યદ્વાર આપણને મળવું જોઈએ. ઉચ્ચજીવન એટલે અદ્વૈતભાવનાને જે વારંવાર બાધ કરવામાં આવ્યા છે તે; હવે તેને આપણે જાણી એટલે શું થયું તે વિચારે. એટલું જ થયું" કે બુદ્ધિથી કરીને તેમાં તર્ક વિતર્કને અવકાશ ન રહે એવો એની સત્યતાનો નિશ્ચય થયો; આપણા મનમાં એક કલ્પના બંધાઈ. કવિઓ કાવ્ય રચે છે ત્યારે જેમ અનેક નગર, સરિત, કાનન, ગિરિ, મનુષ્ય, આદિ ક૯૫ના છે તેમના સંબંધ બેસાડી, રસિક રસાલ વિસ્તારે છે, તેવી અદંતભાવનાની એક કલ્પના આપણા મનમાં ઉભી થાય છે. પણ મને શંકા છે કે કવિનું કાઈ ઉત્તમ કાવ્ય વાચતાં આપણને જે ઉલ્લાસ અનુભવાય છે, ક્ષણવાર આપણે આપણ” પોતાનું ભાન ભુલી કાવ્યગત રસમાં લીન થઈ કેાઈ અપૂર્વ વિસ્તાર અનુભવીએ છીએ, જાણે સ્વસ્થાનથી ઉંચા ઉડયા હોઇએ એવા થઈ જઈએ છીએ, તે અનુભવ ગમે તે એક ક્ષણવાર પણુ, અદ્વૈતભાવનાની કલ્પના પ્રાપ્ત કરનારને થતો હશે કે નહિ થતા હોય ? પણ એવા અનુભવપૂર્વક જ્યારે અદૈતજીવનની ભાવના કલ્પનામાં હસે, જ્યારે જ્યારે એ ભાવનાનું પરિશીલન થાય ત્યારે ત્યારે એ ઉલ્લાસ અનુભવાય, તેજ એ ભાવના યથાર્થ રીતે જાણી કહેવાય. એવી રીતે એ ભાવના જાણવા માટે કેવલ બુદ્ધિ અને તર્કથીજ નહિ પણ હદયથી એ ભાવનાની પાસે વું જોઈએ. હૃદયથી એની પાસે જવું એટલે જે પ્રેમ, શ્રદ્ધા, આસ્તા, આદિથી આપણે અનેક વાતોને સ્વીકારીએ છીએ, આદરીએ છીએ, અને આચરીએ છીએ તનું સ્થાન હદય છે, તે તે હૃદયનાં ભાવ, પ્રેમ, શ્રદ્ધા, આરતા, સવથી એ ભાવનાને જાણવી. બીજી રીતે કહીએ તો બુદ્ધિથી નિશ્ચય કયોની સાથે હૃદયના ભાવ અને હૃદયનો વિશ્વાસ એ | નિશ્રયની સત્યતા ઉપર લગાડવા. આમ થાય ત્યારેજ અદ્વૈતભાવના જાણી કહેવાય; એટલાજા andhi Heritage orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50