પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદન ગદ્યાવલિ. હાનિકારક ન ગણાય, પણ સરકારની જે આવક છે તેના ધણો મહટ ભાગ સર્વકાલને માટે વીલાયત જાય છે, અને દેશને માથે હજી દેવું તે ઉભુંજ છે, એટલે જે ભય છે તે એમાં સમાયેલું છે. અસલના સમયમાં રાજા રૈયતની પેદાશને છેઠે ભાગ કે પાંચમો ભાગ લેતા તેટલે ભારે પડતા હતા, કારણ કે એક આંકડે લેવાતા હતા; હાલ આપણે પ્રત્યેક જન કરને નામે કેટલું બધું આપીએ છીએ તે કટકે કટકે આપવાથી જાણતા નથી, પણ પ્રથમ કરતાં અને આવકના પ્રમાણુ કરતાં વધારે આપીએ છીએ. જમીન ઉપર ટેક્ષ છે, કમાઈ ઉપર ટેક્ષ છે;- એટલું જ નહિ પણ પહેરવાનાં લુગડાં ઉપર, ખાવાના મીઠા ઉપર, પીવાના પાણી ઉપર, જીવવાની હવા ઉપર, બાપના વારસા ઉપર, દીવાની કે ફોજદારી કજીયા ઉપર, બધે ટેક્ષજ ટેક્ષ છે. સરાસરી એક હજાર રૂપીઆની વાર્ષિક આવકવાળા માણસ ગણતરી કરે તો દરવર્ષે તે કેટલે ટેક્ષ આપતા હશે ! - સરકારને આવશ્યક તેટલો ટેક્ષ લેવોજ પડે, પણ એ ટેક્ષની રચના પછી વીલાયતના લાભ ઉપર લક્ષ રાખીને અને આ દેશના લાભની બેદરકાર કરીને કરવામાં આવે એ વાત બ્રિટિશ ન્યાયને શોભા આપનારી ન ગણાય. પ્રથમ એવું હતું કે આ દેશમાં વીશમાં નંબર ઉપરનું જે સુતર પેદા થાય છે તથા બહારથી આવે તે સર્વ ઉપર જકાત હતી. આપણા દેશમાં ઊંચી જાતનું કાપડ વીલાયતના માનચેસ્ટર શહેરની શાળામાં વણાઇને આવે છે એ સર્વ કેાઈ જાણે છે. એ માન્ચેસ્ટરવાળા પાર્લામેંટ માટે કેટલાક સભાસદો નમી શકે છે. જે પક્ષવાળાને માન્ચેસ્ટરના મત આપનારા મદદ કરે તે પક્ષવાળા રવાભાવિક રીતે માન્ચેસ્ટરને લાભ આપવા ઇરછા રાખે છે. હાલના પ્રધાન મંડલે એવી ઈરછાથી આ દેશની સરકારને એ કાયદે કરવાની ફરજ પાડી છે કે વીશમા નંબરની હદ કાઢી નાખી સંચામાંથી નીકળતા બધા સુતર ઉપર જકાત લેવી, અને જકાતના દરમાં ઘટાડે કરો. આ ફેરફારની સામે વ્યાપારીઓ, કારખાનાવાળાઓ, વગેરે અનેક લોકોએ અને મંડલીઓએ તથા સભાઓએ પાકાર ઉઠાવ્યા, પણ એ ધારે છેવટ પસાર થઇ ચુક્યો. e એનું પરિણામ એવું થવાનો સંભવ છે કે વીમા નંબર ઉપરનું વલાયતી કાપડ જકાત ઓછી થવાથી સરતું વેચારો. આપણા દેશમાં તેવું કાપડ સંચામાં બનતું નથી, એટલે વીશમા નંબરની અંદરનું કાપડ જેના પર આજ સુધી જકાત ન હતી તેના ઉપર જકાત પડવાથી તે માથું થશે. વીશમા નંબરની અંદરનું દેશી કાપડ વાપરનાર ગરીબ લોકોને મધવારી વેઠવી પડશે અને વીશમા નંબરની ઉપરનું વીલાયતી કાપડ વાપરનાર તવંગર લેકને કફાયત પડશે. વીલાયતી માલનો ભાવ કાંઈક ઉતરવાથી અને દેશી માલને ભાવ કાંઈક ચઢવાથી સુંવાળા સુંદર અને આકર્ષક વીલાયતી માલ વધારે ખપશે. આથી માન્ચેસ્ટરવાળા ખુશી થશે એમ ધારવામાં આવે તે ભલે; પણ આ જે ન ફેરફાર કર્યો તેનાથી જકાતની આવકમાં ખાટ નય છે એટલે આ દેશની સરકારને લાભ થયો નથી, ને આ દેશના લોકેને ગેરલાભ થયે તે સ્પષ્ટ જ છે. વળી દેશી શાળા ઉ૫ર જે માલ થાય છે તે ઉપર હજી કોઈ. પણ જાતને ટેક્ષ નથી, ને જ્યાં સુધી તેટલે માલ પણ વગર ટેક્ષ એટલે સતે મળવાને સંભવ રહે છે ત્યાં સુધી માન્ચેસ્ટરવાળાનું પેટ ભરાવાનું નથી, એટલે ભવિષ્યમાં હજી આ જકાતના ધારામાં ધો ભયંકર ફેરફાર થવાનું ભય મટયું નથી. આ દેશની સરકારની આવી નબળાઈ અને વીલાયતની સરકારને પેતાને મત આપanainnflentage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 16/50