પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, આચાર ધર્મ જાતિ આદિથી ભિન્ન છે. આ દેશ ઉપરનું રાજ્ય એ સમગ્ર હિંદ પ્રજાની સ્થિતિ રીતિના આદર્શરૂપ પરિણમ નથી; તૂટી પડતા ધરની પાયા બહાર ધસી પડતી ભીતોને કબજે રાખી પડવા ન દે તેવી કમાનવાળા છાપરા જેવું એ રાજ્ય છે. રાજા અને પ્રજા ઐહિક તેમ પારમાર્થિક સુખની ભાવનાઓ જુદી જુદી રાખે છે, એટલે કે ઉભયેની પ્રવૃત્તિનાં નિયામક કારણ એક નથી, અને પ્રવૃત્તિનું સ્વરૂપ પણ એક નથી. વળી રાજા પ્રજાના લાભ પણ સમાન નથી, રાજાના લાભ હિંદુસ્તાનની બહાર છે, પ્રજાને લાભ હિંદુસ્તાનમાં છે. આવી રીતે સર્વથા અસમાન એવા રાજ્યમાં સંસારની સ્થિતિ અમુક પ્રકારની જોઈએ તેજ રાજકીય હકોને યોગ્ય થવાય, તેજ અમુક રાજ્યપદ્ધતિ આ દેશમાં દાખલ કરી શકાય એમ માનવું ન્યાયયુક્ત નથી. e એમ કહી શકાય ખરૂ’ કે અંગરેજો પિતાના દેશમાં જે પદ્ધતિથી રાજ્ય ચલાવે છે તેવીજ પદ્ધતિ આપણે જ્યારે રાષ્ટ્રીયસભાદ્રારા માગીએ છીએ ત્યારે આપણી સાંસારિક સ્થિતિ પણ તે દેશના જેવી કરવી જોઈએ; આવું કહેવામાં સત્ય રહેલું છે, પણ એમાં એ થોડાક વિવેકની જરૂર છે. જેને સામયિક નીતિ અથવા લાકમત કહીએ છીએ તે ધણો શુદ્ધ હોય અને બલવાન હોય, અને કર્તવ્યની ભાવના સર્વથા પ્રધાન હોય, તે અંગરે જે પ્રકારનું રાજ્ય પિતાના દેશમાં ચલાવે છે તે તે પ્રકારના નિર્વાહ થવામાં કોઈ પણ ખામી આવે નહિ. કોઈએ ખાટું કામ કર્યું તો તેની લેકમાં સખ્ત નાપસંદગી થાય અને તે એવી બલવાળી થાય કે તે માણસને થોડા સમય પણ જાહેરમાં આવતાં શરમ આવે એ લોકમતનું શુદ્ધત્વ અને બલ છે; કોઈ પણ શુભકાર્ય કરવાનું માથે આવ્યું કે તે કરવું જ એ નિશ્ચયમાં ગમે તે ભેગ આપે અને એ કામને તેના યથાર્થ સ્વરૂપે એટલે કે પ્રામાણિકપણે કરે એ કર્તવ્યની ભાવના છે. આ બે વાત કોઈ પણ પ્રજામાં સિદ્ધ થાય તો લેકમતથી રાજ્ય કરવાની જે પદ્ધતિ છે તેને સર્વ પ્રકારે સારે ઉપયોગ થઈ શકે. e વિશુદ્ધ અને બલિષ્ઠ લોકમત અને કર્તવ્યભાવના એ બે સમસ્ત પ્રજામાં વધારવાને અર્થે જીવનનો હેતુ, પ્રવૃત્તિને નિયમ, ઐહિક અને પારત્રિકનો સંબંધ, સુખ સંપત્તિ મહત્તા ઈત્યાદિનાં સ્વરૂપ, તે સ્પષ્ટ રીતે સમજાવવાની આવશ્યક્તા છે. આપણા દેશમાં જે ધર્મભાવના અને વ્યવહારભાવના, આજ પર્યત ગમે તેવી વિપરીત સ્થિતિને પામી છે તોપણ, તેમાંજ એ સર્વ વાતનાં ઉત્તમ બીજ રહેલાં છે, એ સર્વ વાતનાં ઉત્તમોત્તમ સ્વરૂપ સંગ્રહાયલાં છે. ધર્મ અને વ્યવહારમાં જે કાંઈ આપણી પાસે અત્યારે છે તેને તેના પૂર્વ રૂ૫ ઉપર લેઈ જવાથી આપણને જે ઈષ્ટ છે તે સહજે સિદ્ધ થાય તેમ છે. સહજે સિદ્ધ થાય એમ એટલા માટે છે કે આપણા ઘરને ભાંગી નાખીને તેને સ્થાને નવું ઉપજાવવા કરતાં છે તેનેજ ફેરફાર કરી નવું થાય તે કરતાં પણ અધિક બનાવી શકાય એ સહજ અને સ્વાભાવિક છે. ઇતિહાસમાં પણ એજ વાતની સાક્ષી છે. કોઈ પણુ દેશમાં તે દેશના ઈતિહાસની અવગણના કરીને સ્થાપેલો રીવાજ કે સુધારે ટો નથી, પણ હાનિકારક થયા છે. હાનિ એવી કે તે દેશને પાતાના ભૂતકાલનો તિરસ્કાર ઉપજવાથી તે દેશ નીચ અને નિર્માય થયો છે, અને નવી વાત બરાબર સ્વીકારી ન શકવાથી અધમતા અને ગુલામગિરિમાં ઉતર્યો છે. આપણને અત્યારે બેલિઇ લોકમત, સ્વાર્પયુક્ત કર્તવ્ય, એ બેની અપેક્ષા છે. એ લોકમત અને સ્વાર્પણમય કર્તવ્ય શાને આધારે બંધાશે ? સુધારાની ધુનમાં આપણે “ આપણું' એવું કાંઈ રાખ્યું હશે તો તેને anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50