પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાષ્ટ્રીય સભા અને સંસાર સુધારા સમાજ, માટે આપણે પ્રાણાપણુ કરવા સુધીની દઢતા રાખી કર્તવ્યપરાયણ થઈશું; પણ આપણે આપણા દેશને, આપણા ગામને, આપણાં માબાપને, આપણા ધર્મને, આપણા સાહિત્યને, સર્વને ગાળા દેતા અને સર્વનો તિરસ્કાર કરતા થયા છીએ. શાને માટે પ્રાણાર્પણ કરીશું ? પાશ્ચાત્ય રીત રીવાજ ધારણ કરીને રાજયપ્રસાદ પ્રાપ્ત કરી નિર્વાહ મેળવી કૃતાર્થ થઈશું. બીજું શું બની શકશે ? અને સ્વાર્પણમય કર્તવ્ય તથા શુદ્ધ અને બલિઇ લેકમત તે જ્ઞાતિભેદ તોડવાથી, પુનલગ્ન કરવાથી કે પ્રાર્થના ગાવાથી થનાર છે ? કોઈ પણ મહકાર્ય શુદ્ધ હૃદયના આધાત વિના આખી દુનીયાંમાં કદાપિ ઉદ્ભવ્યું નથી; એ હૃદય કયાંથી આવશે ? જે એકતાની આપણુ સર્વે રાતદિવસ વ્યાખ્યાનમાં અને લેખામાં બુમ પાડી ગરજ બતાવીએ છીએ તે શરીર સંબંધામાં કે બુદ્ધિવિલાસમાં સિદ્ધ થનાર નથી; શરીર અને બુદ્ધિની પારના હૃદયમાં આપણી સર્વોત્તમ સર્વોપરિ અને હવણાં હવણું સર્વમાન્ય થતી ધર્મભાવનામાં સિદ્ધ થવાનું છે. “ સુધારા' એ તે આપણે આપણું સ્વતત્વ ખાવાને, આપણી ઉન્નતિના એકનો એક માર્ગ ભુસી નાખવાને, આપણા ઈતિહાસ પાણીમાં બાળવાનો, વિશ્વ નિયમેની વિરુદ્ધ વર્તન કરવાને, અને પરમોપકારક સર્વમાન્ય જીવનભાવનાનો અસ્ત સાધવાનો અવિચારી પ્રયત્ન છે. આમ છે ત્યારે આ દેશપરત્વે જે સંબંધ સંસાર અને રાજ્ય વચ્ચે ન હોઈ શકે અને નથી તે વ્યર્થ રીતે ઉપજાવી કાઢી “સુધારા ' ના પ્રયાસને આવશ્યક ઠરાવો એમાં કાંઈ સાર નથી. આજ સુધી સુધારે’ એમ કહેતો હતો કે અમે જે જે ભાવનાઓ ધર્મ, સંસાર, વિદ્યા ઇત્યાદિની બતાવીએ છીએ તેજ પરમભાવનાઓ છે, તે કરતાં સારી બીજી હાઇજ ન શકે; સુભાગ્યની વાત છે કે એ સર્વદેશી દાવો કરવાને ઢાંગ બાજુ પર મૂકી રાષ્ટ્રીય સભાના પ્રયત્નને “ સુધારા’ ની ભાવના ઉપકારક અથવા આવશ્યક છે એટલા સંકુચિત પ્રદેશના હવે સુધારે આશ્રય કર્યો છે. પરંતુ એ આશ્રય કેવલ નિમૉલ્ય અને કલ્પિતજ છે; ખરી વખતે એ આશ્રય કામના નથી. આપણા સંસારમાં સુધારાના ઘણા અવકાશ છે, પણ આપણે સંસાર લેશ પણ એ નથી કે જે રાષ્ટ્રીયસુધારા આપણે માગીએ છીએ તેને કઈ રીતે પ્રતિક્લ થાય. આપણી માંગણીઓ ન સ્વીકારવાનું એ એક બહાનું છે, અને શાણા દેશીએ તેના શા આધારે સ્વીકાર કરી લે છે તે હજી જાણવાનું છે. આપણે સંસાર એટલેજ સુધારે માગે છે કે જેજે ભાવનાઓ અત્યારે પંથ, સંપ્રદાય, ધર્મ, નાત, જાત, કર્મ, ક્રિયા, ઈત્યાદિમાં રહેલી છે તેમને તેમના પૂર્વના - શુદ્ધ સ્વરૂ૫ ઉપર લાવવી. એમાંજ આપણું અને સર્વનું કલ્યાણ છે. - આવાં કારણોને લીધે રાષ્ટ્રીયસભાથી સંસારસુધારાસમાજનું કામ જુદુ પડે એ વાતને અમે ધણુ પ્રેમપૂર્વક અનુમોદન આપીએ છીએ, અને એમ થયું છે તેથી સંતુષ્ટ છીએ. એ સમાજમાં પાતામાં કેટલી અસારતા છે તે એમાં આ વર્ષે થયેલા કામકાજથીજ સ્પષ્ટ થાય છે. પેતાના નિશ્ચયને અમલમાં આવાની હિંમતની ખામીને “ આખી કોમના લેક અમારી સાથે આવે ત્યાં સુધી અમે રાહ જોઈએ છીએ ” એવી દલીલ આપી “ તરતાં આવડે તોજ પાણીમાં પગ મૂકવા' ના નિશ્ચય જેવી દલીલ કરવી એ એવા સમાજના સર્વ કાર્યનું નિઃસાર સૂત્ર છે, અને નિઃસારતા એટલે વ્યર્થ કાટપુટ અને કલહ વિના બીજ' ઉપજાવી શકે તેમ નથી. એ રીત રાષ્ટ્રીય સભાને ઉપકારને બદલે મોટો અપકાર થાય છે. માર્ચ–૧૮૯૬. itage Portal Gandhi 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50