પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૭૬ સુદર્શન ગઘાવલિ. રાષ્ટ્રીય સભા અને સંસાર સુધારા સમાજ, ( ૧૨૪ ) આ વિષય ઉપર માર્ચ માસના અંકમાં અમે ચચો કરી હતી, તે વિષે અસંમતિ - શવનાર એક લેખ એપ્રિલના ‘ જ્ઞાનસુધા ” માં આવેલ છે, જ્ઞાનસુધાની ત:ત્રીના એ લેખમાં ધણા ભાગ “ સંસારસુધારા “ ના પક્ષ તરફથી ખુલાસે આપવા જેવા છે, પણ કેટલાક ભાગ અધિક સ્કૂટતાની અપેક્ષા રાખે છે, અને વખતે અમારા કહેવાનો આશય અન્ય રીતે ક૯૫ાયાથી ઉભા હોય એમ પણ સંભવે છે, જેથી અત્ર એના એજ વિષયની પુનઃ ચર્ચા કરવી પ્રાપ્ત થઈ છે. સંસારસુધારાની ઉત્પત્તિ રાષ્ટ્રીય સભાને લીધેજ થઈ છે અથવા રાષ્ટ્રીય ઉન્નતિને માટેજ સંસારસુધારે ઉપજાવવામાં આવ્યા છે એમ અમે કહેતાજ નથી, ઉલટું રાષ્ટ્રીય ઉન્નતિ પૂર્વ પણ સર્વ સાંસારિક વિષયનાં પરમસત્ય અમારીજ પાસે છે એવો દાવો કરી સુધારા પ્રવર્ત હતા, તે હવે રાષ્ટ્રીય ઉન્નતિ જેટલા સંકુચિત પ્રદેશમાં આવી રહે છે, એવું સ્પષ્ટ રીતે અમે સ્વીકારેલું છે. પાશ્ચાત્યશિક્ષણ અને સંસર્ગના બલથી, તથા અત્રય મૂલ સ્થિતિના અજ્ઞાનના પ્રભાવથી, “ સુધારે ? એ નામ ધારી સંસ્થાનો ઉદ્દભવ છે એ વાત નિર્વિવાદ છે. પરંતુ જેમ જેમ પ્રાચીન વાર્તાઓમાં રહેલાં સત્યને મર્મ સમજાતા ગયા, પાશ્ચાત્ય અને અત્રય સંસ્થા પ્રવૃત્તિમાં કેવાં ફલ ઉપજાવે છે તેની તુલના કરવાના પ્રસંગો મળતાં અનુભવ આવતો ગયો, તેમ ઘણુાકના મનમાં પાશ્ચાત્ય સંસર્ગજન્ય સુધારે એ સંરથા ઈષ્ટ રહી નહિ. આવી અનિચ્છતા દિનપ્રતિદિન વધતી ચાલતી હતી, અને હજી પણ વધતી ચાલે છે; એવામાં સુધારાના એક પ્રયત્ન, પોતાની સ્થિતિ દૃઢ કરવાના ઉદ્દેશથીજ હોય તેમ, એ થયો કે રાષ્ટ્રીય ઉન્નતિ કરવાને ઇચ્છા રાખનાર જનો જ્યાં સુધી સાંસારિક ઉન્નતિ કરી શક્યા નથી ત્યાં સુધી રાષ્ટ્રીય હકોને લાયક થવાના નથી. સુધારાની સર્વત્તતા, સર્વ સારી વાતને સુધારેજ સમજી શકે છે, અન્ય નથી સમજી શકતા. એવી અભિમાનીતા તે સર્વ વિષયે તો અમે વારંવાર કહેતા લખતા આવ્યા છીએ; પ્રકૃતિ પ્રસંગે “ સુધારાને અને રાષ્ટ્રીય ઉન્નતિને સંબંધ છે, એ નવી દલીલ માટે અમારે કહેવાનું હતું ને તેજ અમે કહ્યું છે કે “ સંસારસુધારા વિના રાષ્ટ્રીય ઉન્નતિ બનેજ નહિ એ પ્રવાદને આધારે સંસારસુધારા સમાજનું ગૌરવ વારંવાર પ્રતિપાદન કરવામાં આવે છે. ” આવા આશયથી આ પ્રકારે અમે જે લખ્યું છે તેને અવલંબી સંસારસુધારાની કલ્પનાની ઉત્પત્તિ કયારે થઇ એ વિષયે જ્ઞાનસુધાના તંત્રીએ જે લંબાણથી ચર્ચા કરી છે તે અપ્રાસંગિક છે. - રાષ્ટ્રીયસભા જેવી ‘ પદ્ધતિ ' થી મળે છે તેવી પદ્ધતિથી સંસારસુધારાસમાજ મળવી જોઈએ કે નહિ એ વિષયે અમે કાંઈ પણ મત દર્શાવ્યું જ નથી; કારણ કે સંસારસુધારાને રાષ્ટ્રીય ઉન્નતિ સાથે સંબંધ નથી એટલીજ વાત વક્તવ્ય હતી ત્યાં સંસારસુધારાસમાજનું કામ અમુક પદ્ધતિથી ચાલે કે ન ચાલે, અથવા તે કામ ઉપયોગી છે કે નિરૂપયોગી છે, એ ચર્ચા સાથે અમારે સંબંધ હતો નહિ. “ પદ્ધતિ ” ના સામ્યના પ્રશ્ન વચમાં લાવીને શું” જ્ઞાનસુધાના તંત્રી એમ કહેવા ઇચ્છે છે, કે રાષ્ટ્રીયસભા અને સંસારસુધારાસમાજને ‘ કાર્ય પદ્ધતિ " કરતાં બીજો કોઈ સંબંધજ નથી ? એવું જે કહેતા હોય તો તે તેમનું કહેવું તુરતજ તેમણે જે sanaimleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850