પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાષ્ટ્રીય સભા અને સંસારસુધારા સમાજ, ૫૭૧ લખ્યું છે કે સુધારાને અને રાષ્ટ્રીય ઉન્નતિને સમવાયસંબંધ છે તેનાથી વિરુદ્ધ જશે. અમારે તો પદ્ધતિનો પ્રશ્નજ ન હતો; છતાં જ્ઞાનસુધાના તંત્રીએ તે ચર્ચા જાણે અમે ઉઠાવી હોય તેમ એ વિષયે પણ પોતાના વિચાર જણાવ્યા છે તો તે અમને ગ્રાહ્ય છે. સંસારસુધારે એમ માનતા હોય કે તેનાથી જ આ જગત સ્વર્ગ થઈ જવાનું છે તે તેમ માનવાની તેને સર્વ પ્રકારની છૂટ છે, તેવું માનીને તે અમલ કરવા સમાજ કાયદા ગમે તે કરે કરાવે તો તેમાં પણ કોઈ પ્રતિબંધ કરવા ઇચ્છતું નથી; માત્ર સુધારાના મૂલભૂત સિદ્ધાન્તોમાં જેમને ખામી જણાતી હોય તે લોકો એવા પ્રયાસને અનિટ કહે છે; અને પરિણામે કેટલીક અનિટ વાતો પણ ફાવી જાય તે તેટલાથીજ તે સત્ય હતી એમ કાંઈ સિદ્ધ થતું નથી; જો કે ફાવી જવાના ધોરણથી સયાસત્યનો નિર્ણય કરાવ માન્ય રાખીએ તેપણુ હજી સુધારાને તે ધોરણને આશ્રય કરવાની બહુ વાર છે. જ્ઞાનસુધાના તંત્રી મુખ્ય તકરાર ઉપર આવતાં કહે છે કે સંસારસુધારે અને રાષ્ટ્રીય ઉન્નતિ તેને સમવાય સંબંધ છે એમ સ્વીકાર્યા છતાં તેમાં સ્થિતિ રીતિને લઇ કેટલાક વિ. શેષ છે ' એમ સુદર્શનકાર માને છે તેનાં કાંઈ કારણ તેઓએ આપ્યાં નથી. પરંતુ આ સમજવામાં કાંઈક ચુક છે; કારણ અમાએ આપેલું જ છે, ને તે તેમણે પણ ઉતારી બતાવ્યું છે; “ જે દેશમાં રાજા અને પ્રજા નાત જાત વર્ણ વિચાર ધર્મ આદિ સર્વ પ્રકારથી એક હોય ત્યાં ” આ સંબંધ બને છે. આમ ભેદ કરવાનું કારણુ યદ્યપિ જ્ઞાનસુધાના તંત્રી સમજવા ના પાડે છે તથાપિ તે કારણ સ્પષ્ટજ છે અને અમે તે સ્થાને દર્શાવેલું" પણ છે. રાજકીય સંસ્થા છે તે ધાર્મિક, સાંસારિક, આદિ સંસ્થામાત્રનું એક આદર્શ છે; બીજી બધી સંસ્થાના પાતામાં સમાવેશ કરતી, અને બીજી બધી સંસ્થામાંથી એક પરિણામરૂપે વિકસતી, એવી રાજકીય સંસ્થાને જાણવાની છે. આ સંબંધ હોવાને લીધે જ્યાં રાજા પ્રજાનાં વ્યવહાર વિચારાદિ એક હાય ત્યાં સાંસારિક સંસ્થા અમુક પ્રકારની હોવા વિના રાજકીય સંસ્થા અમુક પ્રકારની ન હોઈ શકે એમ કહેવાય; પણ જ્યાં બહારથી આવીને બલમાત્રથી કઈ પ્રજાને વશ કરી લેવામાં આવી હોય, એટલે કે જ્યાં રાજકીય સંસ્થા તે દેશની આંતર સ્થિતિનું પરિણામ ન હોય, ત્યાં આ સંબંધ હોઈ શકે નહિ. આ વિષયે ઘણી સ્પષ્ટતાથી માચેના અંકમાં અમેએ લખેલું છે, એટલે તેને કારણરૂપ ન માનવામાં જ્ઞાનસુધાના તંત્રીને જે કારણુ હોય તે તેઓ જાણે. પણ હવે સંસારસુધારાને અને રાષ્ટ્રીય ઉન્નતિને જે સંબંધ છે તેને સર્વે સ્થિતિ, સર્વ દેશ, અને સર્વ પ્રકારના રાજકીય સંબંધને લાગુ થઈ શકે તે; એટલે કે ત્યાં રાજા પ્રજાના ધર્મ, વિચાર, નાત, જાત, જુદાં હોય ત્યાં એ સંબંધ ન હોઈ શકે એ અપવાદ ન માન પડે તે; જે સર્વતંત્ર સિદ્ધાંત જ્ઞાનસુધાના તંત્રીએ આવે છે તેનું તત્ત્વ તપાસીએ. લખે છે કે “ ખરૂ' જોતાં તો રાજા અને પ્રજા વચ્ચે નાત જાત વર્ણ વિચાર ધર્મ આદિનું ઐકય હોય તેજ સંસારસુધારાને અને રાષ્ટ્રીય ઉન્નતિને નિસ્ટ સંબંધ હોય એમ નથી. કારણ કે રાષ્ટ્રીય ઉન્નતિ તે એ છે કે રાષ્ટ્રની પ્રજા સ્વતંત્રતાની ભાવના સંપાદન કરી, રાજ્યના તંત્રમાં શામિલ થઈ, રાટને સુખી તથા ઉન્નત કરવામાં, પાતે સમુદાય રૂપે યત્નશીલ થાય, અને પ્રજાને આમ જાતે સ્વતંત્રતામાં વ્યવહાર કરવાનો તેથી તેનું સમસ્તજીવન સ્વતંત્રતાની ભાવનાથી પૂર્ણ હોવું જોઈએ, તેની બધી ભાવનાઓ સ્વતંત્રતાનુસાર હોવી જોઈએ, તેને ગૃહસંસાર પણ સ્વતંત્રતાને અનુલ રીતે સુધરે લે હા જોઇએ. ” Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50