પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ૭૨ સુદીન ગદ્યાવલિ. આ ભાષાગુંફનાનો સાર એટલો છે કે – ( ૧ ) પ્રજાએ સ્વતંત્રતાની ભાવના પ્રાપ્ત કરવી, ( ૨ ) સ્વતંત્રતાની ભાવનાને અનુસરી રાષ્ટ્રને સુખી તથા ઉન્નત કરવા સામિલ થવું. ( ૩ ) સ્વતંત્રતાને વ્યવહાર કરવાને માટે પ્રજાનું સમરત જીવન સ્વતંત્રતાથી પૂર્ણ રાખવું. એટલે કે ઘર, સંસાર, ધર્મ, ઇત્યાદિ જે જે ભાવના મનુષ્યોને ઉપયોગી છે તેમાં પણ સ્વતંત્રતાને અનુલ સુધારે જોઈએ. ( ૪ ) આમ થવાથી સંસાર અને રાજ્યના સંબંધ સિદ્ધ થશે. બીજી રીતે કહીએ તે “ સ્વતંત્રતાની ભાવના’ તે રાજ્યભાવના, અને ગૃહસંસાર આદિ ભાવનાઓમાં પણ તેની તેજ સ્વતંત્રતા હોવાથી, એવી વ્યષ્ટિ વ્યષ્ટિ રૂપ સંસ્થામાં, ને તે સંસ્થામાંની વ્યક્તિ વ્યક્તિમાં, જે રવતંત્રતાની ભાવના તેની સમષ્ટિ તે રાજ્યભાવનાની સ્વતંત્રતા. આવા અથે કરવામાં અમે જ્ઞાનસુધાના તંત્રીને અન્યાય કરવા ઈચ્છતા નથી કે એમની વ્યાખ્યામાં કોઈ ન મરેડ દાખલ કરી અમારા વાદને પુષ્ટિકારક અર્થને આપ કરવા ઈચ્છતા નથી. વાચકોને સ્પષ્ટ રીતે એમના કહેવાનું તાત્પર્ય સમજાય અને અમારે જે વક્તવ્ય છે તેનું સ્વારસ્ય દૃષ્ટિમાં આવે તે માટે પૂર્વપક્ષનો આટલે અનુવાદ આવશ્યક છે. ત્યારે આ પ્રકારે વ્યટિગત સ્વાતંત્ર્યભાવના, તેજ સમષ્ટિરૂપ સ્વાતંત્રયભાવના, એટલે કે ગૃહ ધર્મ આદિમાં જે ભાવના તેનું જ પ્રતિબિંબ રાજ્યભાવના, એમ અથોત સિદ્ધ થયું. ત્યારે સુસારમાંથી પરિણામરૂપ વિકાસ પામી રાજ્યભાવના થાય છે, અથવા રાજ્યભાવના તે પ્રજાના સમસ્ત વ્યવહારનું એક આદર્શ છે, એવી જે અમારી માન્યતા છે તે તો જ્ઞાનસુધાના તંત્રીને પણ ઈષ્ટ છે. વળી સંસારાદિકમાંની ભાવનાનું જે તત્ત્વ હોય તેજ રાજ્યભાવનાનું પણ તત્ત્વ છે, અથવા રાજ્યભાવનાનું જે તત્તવ છે, તેજ સંસારાદિ ભાવનાનું તત્ત્વ છે એ પણ જ્ઞાનસુધાના તંત્રીને ઇષ્ટ છે, કારણ કે સ્વતંત્રતાની ભાવનાને રાજ્યભાવના રૂપે તેઓ માને છે અને ને તેની તેજ સ્વતંત્રતાની ભાવનાથી સંસારાદિને પણ પૂર્ણ કરવા તેઓ ઇચ્છે છે. ત્યારે એટલું તે જ્ઞાનસુધાના તંત્રીને તેમ અમને ઉભયેને સામાન્ય રીતે ઇષ્ટ થયું કે (૧) સંસારાદિ ભાવનાનું આદર્શ રાજ્યભાવના છે, અને (૨) ઉભયે ભાવનામાં તત્ત્વ એકનું એકજ છે. આ તાવને જ્ઞાનસુધના તંત્રી “ સ્વતંત્રતા” એવું નામ આપે છે ને એ ઠેકાણેજ વધારે સુક્ષ્મ અવલોકનની અપેક્ષા છે, એ અવલોકનને પરિણામે અમે માનેલે જે અપવાદ કે “ સંસાર અને રાજયને નિકટ સંબંધ છતાં જયાં રાજા પ્રજા નીતિ વર્ગ વિચારાદિથી ભિન્ન છે ત્યાં તે સંબંધ રહેતા નથી. ” તે એની મેળે ઉપજી આવશે. “ સ્વતંત્રતાની ભાવના એ સંસારને દોરો અને તે ભાવનાનુસાર રાજ્યતંત્ર પણ ચલાવવા યત્ન કરો ત્યારે સ્પષ્ટજ છે કે રાજા અને પ્રજા તેમના બન્નેના મનમાં જે સ્વાતંત્રયની ભાવના હોય તે એકની એકજ હોવી જોઈએ. રાજ્યકર્તાએ સ્વાતયના અર્થ કાંઈક કરતા હોય, અને પ્રજા સ્વાતંત્ર્યને અર્થ કાંઈક કરતી હોય તો રાજા પ્રજાને જોઈએ તેવા સંબંધ રહે નહિ એ સ્પષ્ટ જ છે. પિતાને નિત્ય ઉપગની સાંસારિક, ધામિક, આદિ વાતામાં પ્રજાએ સ્વાતંયનું જે ધારણુ માન્યું હોય, તે કરતાં રાજ્યકર્તાઓ સાં સારિક મનુષ્ય તરીકે એની એજ વાત પર રવાતંત્ર્યનું જુદુ ધારણુ માનતા હોય, તેમજ શકતો તરીકે પણ પ્રજાના સ્વાતંથનું ને પોતાના સ્વાતંત્ર્યનું જુદુ ધારણુ માનતા હોય, તે એવી પ્રજાની સાંસારિક ભાવનાનું એવું રાજ્યતંત્ર આદર્શ છે એમ શી રીતે કહી tage Porta Gandhi H 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850