પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - 'પ્રાસંગીક, ૫૭૫ છે. મનુષ્યને સિદ્ધ કરવાના પુરુષાર્થને જે નિર્ણય પ્રાચીન સમયમાં થયો છે, તે અર્થ કે તેવો નિર્ણય અદ્યપિ થયો નથી એટલે તેજ ઉત્તમોત્તમ અને શુદ્ધ છે, અને તેની ક્ષતિ ન થાય તે પ્રકારે નવા જ્ઞાનાનુભવની મદદથી પણ વિકૃત એવાં અવૉચીન સંસારાદિનું પ્રકૃતિસ્થાપન થાય તે અમને લેશ પણ અનિષ્ટ નથી. સુધારાવાળાની પેઠે પ્રાશ્ચાત્ય સ્વાતંત્ર્યની અહંતાપ ભાવનાને અમે અમારા પ્રમાણગ્રંથ માનીશું નહિ. અમારી પ્રાચીનભાવનાનેજ માનીશું, અને નવી વ્યવસ્થા રચતાં પડેલા સંશયનો નીકાલ અમારા માન્ય ગ્રંથમાં શોધીશું. છેવટે જ્ઞાનસુધાના તંત્રીને સુધારા ભેગું અમે પ્રાર્થના સમાજનું નામ ગણાવ્યું તેથી માઠું લાગ્યું છે તે માટે તેમની ક્ષમા માગીએ છીએ, પણ એમાં માઠું લગાડવાનું કારણ નથી. “ પ્રાર્થનાસમાજ ” એ યદ્યપિ ધાર્મિક વાતો છે તથ પિ જે સ્વાતંત્રયના પવનનું પરિણામ સુધારે છે તેજ સ્વાતંત્ર્યનું રસાયન ધર્મમાં હોમાવાથી બના આવેલું સુવર્ણ પ્રાર્થના સમાજ છે, એટલે અમારે તે જે સત્ય છે તે કહેવું જ પડે અને કસોટીએ ચઢતાં જે કીમત થાય તે કહેવી પણ પડે, - જુન-૧૮૯૬. પ્રાસંગીક. (૧૨૫ ) ૧–આવતી કોગ્રેસમાં ચર્ચવાના વિષય:-(૧) મહારાણી કૈસરે-ઈ-હિંદ તેમને રાજ્ય કરતાં સાઠ વર્ષ પૂર્ણ થયાને માટે અભિનંદન આપવું. (૨) કોન્ટેસના બંધારણ વિષે નિયમો ઘડવા. (૩) આખા દેશમાં જે દુકાળ જારી થયો છે તેને માટે સરકાર પાસે, દુકાલનું વિમાફંડ જે આગળ થયેલું છે, તે તાજી કરાવી તેનો ઉપયોગ કરાવા. (૪) ઇલાકેદાર સરકારને વાર્ષિક ખર્ચને ઉચક આંકડા હિંદી સરકાર ઠરાવી આપે છે તેની સારી વ્યવસ્થા કરાવવી. (૫) દેશની વધતી જતી ગરીબાઈ વિષે વિચાર ચલાવો. (૬) મહેસુલ અને જદારી ન્યાય કરવાનું કામ એકના એક મામલતદારે કરે છે તે બંને કામ જુદાં પડાવવા તજવીજ કરવી- (૭) સીવીલ સર્વિસની પરીક્ષા આ દેશમાં પણ લેવાય તેવી માગણી કરવી. (૮) યુનિવર્સિટીઓના સુધારે કરાવવા માગણી કરવી. (૯) કેળવણી ખાતાની ઉપલા વર્ગની નોકરીમાં દેશી દાખલ થઈ શકતા નથી એવું તે નોકરીનું જે બંધારણ છે તેને સુધરાવવું. (૧૦) ધારાસભાના બંધારણ અને નિયમો વિષે વિચાર કરી સવાલ પૂછવાનો જે હક છે તેના વધારે ઉપયોગ શી રીતે થાય તે સૂચવવું. (૧૧) જદારી ઇનસાફ વખતે પંચ રાખવામાં આવે છે તે વિષે વિચાર કર. (૧૨) વૈદક ખાતાની નોકરીની પદ્ધતિમાં સુધારા. (૧૩) આફ્રિકામાં વસતા દેશીઓની હરકતા વિષે વિચાર કર. (૧૪) પાછલા ઠરાવને પુનઃ મંજુર કરવા વગેરેને એક સર્વગ્રાહી ઠરાવ કર.(૧૫) પરિષદના વિસર્જન સમયના રીતસર ઠરાવ કરવા. ૨-સંસારસુધારાસમાજ:-રાષ્ટ્રીય પરિષદ્રની સાથે સાથેજ જે સંસારસુધારાસમાજ મળે છે તેમાં થવાના કામેની ટીપ આ પ્રમાણે જણાવવામાં આવી છે. (૧) શ્રી કેળવણીના વધારા માટે ન કરવા. (૨) એક કરતાં વધારે સ્ત્રી કરવાના વહીવટ સામે તેમ કુલવાન હોવાને નિમિત્તે જે અગવડો પેદા થાય છે તે સામે વિચાર કર. (૩) જલમાર્ગે મુસાફરી કરવાને તથા sanani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50