પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદશન ગદ્યાવલિ, માટે અદંતશાસ્ત્રમાં જ્ઞાનને કેવલ જાણવામાત્ર રૂપે નહિ પણ અનુભવસહિત જવા રૂપે, એટલે કે ભાવસહિત જ્ઞાન રૂપે, એટલે કે હૃદયસહિત બુદ્ધિરૂપે વર્ણવેલું છે. આ હદય તેજ આ સતભૂમિકે પ્રાસાની સીડીએ ચઢવાનું પ્રથમદ્વાર છે. જેને અંદર જવું હોય તેણે તે દ્વાર ઠેકવું. આ પ્રકારે અતભાવના પ્રાપ્ત કરવાને અર્થે તન્મયતાની ટેવ બહુ આવશ્યક છે. આ પણે જે કાંઈ વિચારીએ, કરીએ, તેમાં પરિપૂર્ણ તન્મયતા કરવી જોઈએ. તન્મયતાનું રહસ્યો એ છે કે તત્કાલ જે વસ્તુ વિચારાદિ પ્રત્યક્ષ હોય તે રૂપ થવું, અને તેની પૂર્વનાં જે વરતુ વિચારાદિ હોય તેના સંસ્કારનો ઉદય થવા દેવા નહિ. પૂર્વ સંસ્કારનો નિરોધ અને પ્રત્યક્ષ સંસ્કારનો ઉદય એ તન્મયતા છે, એવી તન્મયતાને અભ્યાસ સર્વત્ર થતે થતે અદૈતભાવનામાં તે તન્મયતા પરિણામ પામશે, એજ યોગસમાધિના નિર્વિકલ્પરૂપે પણ સિદ્ધ થશે. માટે પ્રથમે એક અતિ સૂક્રમ અંકુરરૂપે એ ટેવ પ્રાપ્ત કરવા સારુ વ્યવહારમાત્ર તન્મયતાથી કરવા એવુ અભ્યાસ વિષેના પ્રથમ લેખમાં બતાવવામાં આવેલું છે. તન્મયતાની સાથે અદ્વૈતભાવનાની પ્રાપ્તિને આવશ્યક એવો અભ્યાસ રાખી, એ ભાવના પ્રાપ્ત કરવી એમ અભ્યાસ વિપેના દ્વિતીય લેખમાં બતાવેલું છે. તત્ત્વજ્ઞાન, મનોનાશ, અને વાસનાક્ષય એ ત્રણે જ્ઞાનનાં કારણ છે તેમાં જે તત્ત્વજ્ઞાન તે આવી અદ્વૈતભાવનાનું તન્મયતાં સાથેનું જ્ઞાન એ છે. ત્યારે હવે એ ઉભય લેખમાં બતાવ્યા પ્રમાણે અદ્વૈતભાવનાની સિદ્ધિ તમને થઈ છે; તમે પામરજનસુલભ જે જીવન તેમાંથી મુક્ત થયા છે, મધ્યમાધિકારીના તામસવિરાગમાંથી આગળ જવાને માગ પુરુષાર્થ માં છે એમ સમજી શક્યા છો; એમ સ્વીકારીને હવે એ ભાવનાની ઉંચી ભૂમિકા ઉપર છેક પૃથ્વીએ ઉમેલા આપણે શી રીતે પહોચી શકીએ તેના વિચાર ચલાવીશું'. વિવેક, વિરાગ્ય, સમાદિષસંપત્તિ અને મુમુક્ષતા એ સાધનચતુષ્ટય કહેવાય છે, અને સાધનચતુષ્ટસંપન્ન જે બુદ્ધિમાન પ્રમાતા અધિકારીજ વેદાન્તના શ્રવણ મનન નિદિધ્યાસનને યોગ્ય છે એવા સંપ્રદાય છે. એમાં પરમ સત્ય રહેલું છે. એ સાધનચતુષ્ટય પ્રાપ્ત થયા પછી જ શ્રવણાદિ આરંભવાં એ આશય નથી, પણ એ સાધનોને પ્રા'ત કરવાના પ્રયત્ન વિનાનાં શ્રવણાદિ કેવલ નિષ્ફલ છે એવું તાત્પર્ય છે. બુદ્ધિ અને યુક્તિ તથા તર્કથી અદ્વૈત ભાવનાના સત્યને સમજવું અને સ્વીકારવું તથા તેના ઉપર હદયનો સંપૂર્ણ વિશ્વાસ દઢ ક. રહે એટલાથી વિવેકની પ્રાપ્તિ સુલલા છે. આત્માનાત્મપરિજ્ઞાનને વિવેક કહે છે; આત્મા શું છે, અને અનામ શું છે, એનો નિશ્ચય થાય અને આત્માનું સર્વ પ્રકારે અનુસરણ રહે તથા અનાત્માની ઉપેક્ષા થાય એ વિવેક છે. - આવો વિવેક પ્રાપ્ત થવાને અર્થે અંતઃકરણ બહુ સ્વચ્છ અને એકાગ્ર થવું જોઈએ. મલિન કાચમાં જેમ પ્રતિબિંબ પડતું નથી, સ્વચ્છ પણ ચંચલ એવા જલમાં જેમ પ્રતિબિંબ પડયા છતાં ગૃહાતું નથી, તેમ મલિન અંત:કરણમાં આત્મજ્ઞાનનો ઉદય થતો નથી, અને સ્વચ્છ અંતઃકરણ પણ અનેક અનામપદાર્થથી વિક્ષેપ પામ્યાં કરતું હોય તો તેમાં આત્મજ્ઞાનના પ્રકાશ સ્થિર થઈ રસમય તેજ:પુંજરૂપે વિપુલ થઈ શકતા નથી. અનુલ ઉપર રાગ, પ્રતિલ ઉપર દેષ એવા અનેક કંથી અંતઃકરણને મલ અને વિક્ષેપ લાગી જાય છે; અનાદિ સંસારમાં અંત:કરણ બહુ રંગાયેલું રહે છે, અને તેમાં મલને લીધે જ્ઞાનનો ઉદયજ થતો નથી, તે વિક્ષેપને લીધે ઉદય થયેલે પણ વ્યર્થ પ્રાય થાય છે. તન્મયતાપૂર્વક અદૈતભાવના ગૃહાતી ahahl Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750