પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, હિંદુસ્તાન બહાર જવાના સવાલને વિચાર કર. (૪) પુનર્વિવાહ. (૫) ધર્માદાયની વ્યવસ્થાની સુધારણા. (૬) ચારિત્રવિશુદ્ધિના અંગરૂપે મધનિષેધના વિચાર. (૭) મહાટી નાતાનાં નાનાં તડે જે કન્યા આપતાં લેતાં ન હોય તે એક થાય તેવી યોજનાનો વિચાર. (૮) વરાનાં ખર્ચ ઓછાં થાય અને પુત્ર તેમ પુત્રી ઉભયની લગ્ન કરવાની ઉમર હજી પણ વધારી શકાય તે વિષે વિચાર (૯) હિંદુ ધર્મ છોડી બીજા ધર્મમાં ભ્રષ્ટ થયેલાને પુનઃ હિંદુ ધર્મમાં દાખલ કરવા વિષે વિચાર (૧૦) ઢેડ ભંગી વગેરે અસ્પર્ય વણાના હિંદુ સાથે સંબંધ. ૩—દુકાળનું ભય અને આપણું કર્તવ્ય:—આ વર્ષે ચોમાસાની મોસમમાં વર્ષાદ એટલે બધા પડ્યા કે એકીવારે ધણુ પાણી પડવાથી વાવેતર કહી ગયાં; અને જે વાવેતર બચી ગયાં અથવા વધારે વર્ષોથી પોષણ પામે તેવા પ્રકારનાં હાઈ કાયમ રહ્યાં તે બધાં પાછળથી વરસાદ ન થવાને લીધે સૂકાઈ ગયાં. જાર, બાજરી, ડાંગર, કોદરા, બાવટ, એના પાક ઓછો આવ્યો એટલું જ નહિ પણ તમાકુ વગેરેનું રોપાણ થઈ શકયું નહિ અને જેમીન સૂકી પડી જવાથી ઘઉં ચણા વગેરેનો પણ સારે પાક થવાનો સંભવ નથી. જમીન બહુ કારી પડી જવાથી કપાસ વગેરેને પણ ઉધઈ લાગવા માંડી છે. ચોમાસાની શરૂઆત બહુ આશા ભરેલી હોવાથી વેપારીઓએ નવા પાક ઉપર દૃષ્ટિ રાખી માલ વેચી ખાધા, મને પાક આવ્યો નહિ, તેથી અનાજ માત્રના ભાવ, આ હિંદુસ્થાનમાં પ્રથમ કરતાં બમણું કે તેથી પણ વધારે ચઢી ગયા છે. હજી શીયાળુ પાક વગેરેની આશામાં અને થોડું ઘણું પણુ મહેનત મજુરીનું ગુજરાન મળવાથી ગરીબ લેકે સબુરી કરી રહ્યા છે, પણ ઉનાળો આવતાં દેશની સ્થિતિ ઘણીજ વિષમ થઈ પડવાનું સંપૂર્ણ ભય છે. અત્યારે પણ ઉત્તર હિંદુદુરતાનના કેટલાક ભાગોમાં તથા કહીં' કહીં દક્ષિણમાં પણ અનાજની લૂંટ ભર બજારમાં ગરીબ લેાકો ચલાવે છે એવા સમાચાર આપણને વારંવાર મળતા રહે છે. સરકારે આવા દુકાળની ધારતી મટાડવા માટે આજથી વીસ વર્ષ ઉપર ઇન્કમ ટેક્ષ નાખી દુકાળના વિમાનું ફંડ ઉભુ કર્યું હતું, પણ તે ફંડ તેમણે વાપરી ખાધુ છે, અને હવે આ દુકાળને પ્રસંગે તેઓ માત્ર આશ્વાસનાનાં વચના સિવાય બીજુ થોડુ જ કરી શકે છે. છતાં ઠેકાણે ઠેકાણે લગાવી આપવાની રકમમાં સરકારે વધારે કર્યો છે, પાણી પાવાની છૂટ આપી છે, અને ખાનગી સાહસથી પણ કોઈ ખેતીને ઉપયોગનાં ખેડાણ બાંધકામ વગેરે ઉઠાવે તે તેને અનુકુળતા કરી આપવાની કબુલત આપી છે, એ થોડી વાત નથી. ગામેગામ મહાજનોએ અનાજ ભરી રાખવા તથા બહાર ન મેકલવા અને અમુક ઠરાવેલે ભાવે વેચવા ટા છવાયા હરાવ કરવા માંડયા છે. એકંદરે મામલો બહુ ભય ભરેલે જણાય છે અને ગરીબ લોકોની રિથતિ ઘણી દુ:ખકારક થઈ પડવાનો સંભવ છે. આવા દુકાળા ઘણું કરી વીશ વીશ વર્ષે આપણા દેશ ઉપર આવી પડે છે, ને તે વખતે પાછલા દુકાળની સ્થિતિ સંભારી આપણે ચાલતા દુકાળ વિષે સાવધ થવાની જરૂર છે. - જે ગૃહસ્થાની પાસે ઈશ્વરકૃપાએ ગુજરાતનાં સાધન છે અને પોતાના ગુજરાન ક ! રતાં પણ ઘણુ બચાવી શકવાની શક્તિ છે તેમની ખાસ ફરજ છે કે તેમણે આ વખતે પિતાની ધાર્મિક લાગણી અને દયાને સંપૂર્ણ ઉપયોગ કરો. આપણા લોકો ગાયનો જીવ બચાવવા, અને કીડીઓ તથા માંકણને ભેગા કરીને સાચવવા પાછળ લાખો રૂપીઆ વાપરી નાંખે છે, એક એક વરધોડામાં કે નાતવરામાં હજાર ઉપર પાણી મૂકે છે, તે મને andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50