પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રાંસ'ગીક, પc૭. નુષ્ય જેવા ઉત્તમોત્તમ આત્માની ઉપર દયા લાવવામાં પોતાના પ્રેમનો ભાવ ખર્ચવા માંડે અને અવ્યય અટકાવી મનુષ્યોને પોષણ આપવામાં પોતાના વિત્તને આવે સમયે ઉ. પયોગ કરે તો તેમને અનંત પુણ્ય થયા વિના રહે નહિ. આ વ્યય કરવાના અનેક માર્ગ છે, અને એક મહા સમૃદ્ધ ધનવાનથી માંડીને તે પોતાના કુટુંબનું ગુજરાન કરવા જેટલું જ પેદા કરતા હોય તેવા ગરીબ માણસ પયેત સર્વ કેઈ આ પ્રસંગે પોતાના જાતભાઈઓને મદદ કરવા કાંઈ ને કાંઈ કરી શકે એમ છે. વગવાળા અને પૈસાદાર ગૃહરાએ ઉઘરાણાં કરી ગરીબનું ગુજરાન થાય તેવી દુકાને ઉધડાવવી જોઇએ અને તે દુકાનેથી સસ્ત ભાવે અનાજ આપતાં જે ખેટ જાય તે ઉધરાણામાંથી પૂરી કરવી જોઈએ. એવી દુકાનેથી અનાજ મેળવી શકવાની ચીઠી જેની પાસેથી મળી શકે તેવા કેટલાક પ્રતિષ્ઠિત અને દયાલુ ગૃહસ્થની મંડલી હરાવીને પ્રત્યેકને ચીડી કાઢવાની સત્તા આપવી જોઈએ. એક વખતે પાંચ શેર કરતાં વધારે અનાજ વેચવું નહિ અને ચીઠી અઠવાડીઆ કરતાં વધારે મુદતની કરવી નહિ એવી વ્યવસ્થા હોય તો કામ સારી રીતે ચાલી શકે. સતે ભાવે લેવા ખુશી ન હોય પણ ઉધાર લેઈ જવા ખુશી હોય તેમની ધીરની ચેકશી કરી ઉધારે પણ આપવું જોઇએ. એથી પણ અશક્તને મત આપવાની વ્યવસ્થા થવી જોઈએ. એવા પણ ઘણા લોકો હશે કે જે લાજને માર્યો સસ્તે ભાવે કે ઉધાર કે મફત લેવા જઈ શકશે નહિ; ઘરમાં ને ઘરમાંજ ભુખે મરી જશે; તેવાં કુટુંબની તજવીજ કરી તેઓની જાણમાં ન આવે તેવી રીતે તેમને ઘેર દાણા પહોચતા કરવા જોઈએ. આ ઠેકાણેજ હરેક માણસ એક બીજાને મદદ કરી શકે તેવી જગા છે. પોતાનાં સંબંધી, પડોશી, ગામવાસી, તેમના વિષે સર્વ કાઈને ખબર હોય છે; એટલે પોતે વધારે ન કરી શકે તે પણ, આખામાંથી કટકે રોટલે આવું ગુપ્તદાન કરીને અચુક રીતે પોતાના બંધુને આપી શકે એમાં સંશય નથી. પોતાને ઘેર શુભ અશુભ પ્રસંગ આવતાં વરાનો અને ભપકાનો ખર્ચ બંધ પાડી, ન ચાલે તેટલું જ કરી, બાકીનામાંથી ઉપર જણાવેલ કોઈ પણ પ્રકારે પેતાના કે ગામના કે ૫. રગામના ગરીબોને મદદ કરવા પ્રયતન કરવામાં પ્રત્યેક દયાવાન સુજને લક્ષ આપવું જોઈએ. જેની પાસે મુડી હોય તેણે નવાં કામો ઉઠાવી–મકાનો બંધાવવાનાં, અથવા ખેતીને ઉપગનાં થાય તેવાં બાંધકામ કે ખેદાણા કરાવી ગરીબોને રોજી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. | ગામેગામ ગરીબાને જુજ કીમતના હલકા માલ પણ રાખીને તેની ઉપર વાજબી કામતે રૂપીઆ ધીરવાની નાની નાની દુકાન ચલાવવાનું સાહસ પણ કેટલાક સંખી ગૃહસ્થાએ કરવું જોઈએ. - ધનથી આવી મદદ કરવાને અસમર્થ જનોએ તન અને મનથી લોકોમાં સમજુત કરી ધર્મ અને દયાની લાગણી ઉશ્કેરી સમર્થ હોય તેમની પાસે મદદ કરાવવી જોઈએ અને તે મદદની વ્યવસ્થા કરવામાં સહાય થવું જોઈએ. Ganan Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850