પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૭૮ સુદર્શન ગઘાવલિ. પિતાનાજ ગામમાં આ અને આવા પ્રકારે મદદ કરતા જવી અને તે સ્થાને મદદની જરૂર ન હોય તો જ્યાં જ્યાં તેની જરૂર હોય ત્યાં ત્યાં પોતાની શક્તિ અનુસાર ઉપયોગી થવાને યત્ન કરવો જોઈએ. આવા આતના પ્રસંગેએજ ધનવાનનું ધત, ધામિકનો ધર્મ, દયાવાનની દયા, પરાક્રમીનું પરાક્રમ, કામ આવે છે; આ સંબધે જેટલું કહીએ તેટલું ઓછું છે; આ પત્રના વાચકોને તે આ એક ખરી આમિક કર્તવ્યતાનેજ અવસર છે. અભેદની વાતો વાંચવાથી, તેનાં દયાખ્યાન આપવાથી, જે આમભાવનાની પ્રતીતિ થતી નથી તેનું પ્રત્યક્ષ દર્શન આવા પ્રસંગેએ તમારું હૃદય જે આધાત અને સૈાભ પામી કર્તવ્યપરાયણ બનશે તેથી થઈ આવશે. આત્મા ભિન્ન એવા અન્યને સહાય થયાનો સંતોષાનંદ અવર્ણ છે. નવેમ્બર-૧૯૯૬ ૪-મુંબઇમાં મરકી:–આજ લગભગ ત્રણ માસ થયાં મુંબઈમાં તરહવાર જાતની મરકીનો રોગ ફેલાય છે. મુંબઇ શહેરની વસ્તી લગભગ આઠ નવ લાખ જેટલી છે અને એ શહેરના મ્યુનીસીપાલીટીએ આઠ વિભાગ માનેલા છે. એક એક વિભાગ લગભગ કોઈ એક મોટા શહેર જેવડા છે. આમાંને પૂર્વના દરીઆ પાસેના જે ભાગ બંદરના નામથી ઓળખાય છે, ને જ્યાં ધણા વેપાર ચાલવાના કારણથી બહુજ ગર્દી આખા સમય રહે છે, તે ઠેકાણેની અનાજ વગેરેની વખાર આગળથી આ ઉપદ્રવનો આરંભ થયે, માયુસને તાવ આવી એકાદ દિવસમાં બેશુદ્ધિ થઈ જાય અને મરણ નીપજે એવે એ મને રકીના પ્રકાર છે. કોઈ કોઈ દરદીને ઝાંધના વલણમાં, ગળાની હાંસડીમાં, બગલમાં, એવી જગાએ ગાંઠ પણ નીકળે છે, દેશી તેમજ અંગરેજી દાક્તરે આ મરકીનું સ્વરૂપ પારખી શકતા નથી; અને અકબરથી તે તારીખ ૨૦ ડીસૈ'બર સુધી નીપજેલા મરકીના પ્રસંગ જોતાં ૧૬૦૦ માણસને મરકી લાગુ પડેલી તેમાંથી ૧૧૦૦ મરણ થયેલાં જણાય છે. જેથી સેંકડે અંશી ટકા લગભગ મરણ નીપજે છે એવી ભંયકર વાત સિદ્ધ થાય છે. હવણાં તે દર અઠવાડીએ ૧૩૦૦ મરણ નોંધાય છે જ્યારે ગયે વર્ષે આજ અઠવાડીયામાં ૩૫૦ નોધાયાં છે અથૉત મરકીના કારણુથી દરરોજ લગભગ બસે માણસ હાલ મરે છે એમ કહી શકાય, દાક્તરો અને સરકાર તથા મ્યુનીસીપાલીટીએ સાધારણ રીતે એમ અનુમાન કર્યું કે ગંદકી, ખરાબ હવા, તથા ગામમાં બનાવેલી ગટરની અધ્યવસ્થાથી આ રોગ પેદા થયા છે. ગંધક અને ડામર સળગાવા, ગટરે અને ઘરને હવા સાફ કરનાર દેવાના પાણીથી ઘેાવાં, મર નારનાં કપડાં વગેરે બાળી નાખવું, એવા ઉપચાર શરૂ કરવા માંડયા, પણ તેથી મરકીમાં કાંઈ ફાયદો થયો નહિ, મરકી ચેપી છે કે નહિ તેને હજી નિશ્ચય થયા નથી તે પહેલાં જેને જરા પણ તાવ જણાય તેને તપાસીને મ્યુનીસીપાલીટીએ જુદા રાખેલા એક દવાખાનામાં ઉચકી જવાનો આરંભ થયો. એ સખ્તાઈથી તેમજ મરકીથી કંટાળીને લાખ માણસા મુંબઈ છોડીને પોતાને દેશ જતાં રહ્યાં છે, મહાલક્ષ્મી, વાલકેશ્વર, દાદર, માહીમ, વાંદરા, ચાણા, વગેરે ઠેકાણે મુંબઈમાં જેમનો રહ્યા વિના છૂટકો નથી તે લાકે ભરાઈ બેઠા છે. વેપાર રાજગોર દુકાળને લીધે તેમ આ મરકીને લીધે બંધ પડી ગયા છે. મુંબઈની હવા પણ વિલ ક્ષણ થઈ ગઈ છે. એક દિવસ ગરમી એક દિવસ સરદી એમ ચાલ્યા કરે છે. આટલું" આટલું | છતાં, યુન સીપાલીટીની કાળજી છતાં, મરકી હવે મુંબઇના આઠે વિભાગમાં ફેલાઈ છે, અને sana hileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ધાવલી 28/50