પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાજ્ય, પse કોઈ ઠેકાણે મરકી નથી એમ કહી શકાતું નથી. વાંદરા માહીમ વગેરેમાં પણ જઈ પહોંચી છે. કહે છે કે એવી મરકી ચીનમાં ફેલાઈ હતી; જુના શેાધ વાળા રા. રા. રતિરામ કહે છે કે બસે વર્ષ ઉપર આપણા દેશમાં પણ એ મરકી ફેલાઈ હતી, પણ કોઈ એને ઉપાય બતાવી શકતું નથી. એવી ધાસ્તીનું કારણ જણાવવવામાં આવે છે કે સખ્ત તાપ પડવાની મોસમ આવ્યા વિના મરકી જવાની નથી, અને વખતે આવજા કરતા લોકો મારત એ મરકી મુંબઈ બહારનાં ગામોમાં પણ ફેલાશે. મુંબઈમાં જ્યાં એ મરકી લાગુ થનાર હોય છે ત્યાં સવથી પ્રથમે ઉંદરોને લાગુ થાય છે, ને તે પછી માણસને વળગે છે. સર્વ પ્રકારે સર્વને આકર્ષણ કરનાર મુંબઈ અત્યારે સર્વને અપ્રિય થઈ પડી છે, અને ઓગણીસમી સદીના આટલા મહાટા સુધારામાં આવા એક સાધારણ જેવા રોગના ઉપાય કોઈને સુજતો નથી ! બહાર ગાભથી તેમજ મુંબઈમાંથી ઘણાક નવા દાક્તરે આ કામ માટે ખાસ રાખવામાં આવ્યા છે પણ તે મરકી કયાં થઈ તેટલું શોધી લાવવા કરતાં વધારે કશું કરી શકતા નથી ! મુંબઈમાં દાક્તરે તથા વૈદ્યોથી બહુ તજવીજ કરતાં એમ નીકળે છે કે સાફ હવા, ઉંચી પણ હલકા ખેરાક અને નિયમિત રહેવું તથા તાવ આવતાવેતજ વમન વિરેચન અજમાવવું. - પહિંદુસ્તાનમાં દુકાળ:-દુકાળ પડવાના સમાચારે જ્યારે આખા દેશમાં ચેતરફ ભય અને દોડાદોડ ફેલાવી દીધી હતી ત્યારે આરબી સમુદ્રમાં સાઇકલન નામનું તોફાન થવાને લીધે હિંદુસ્તાનના પશ્ચિમ કીનારા ઉપર તેમજ મધ્યહિંદુસ્તાન અને પૂર્વ ભણી ચઢતા ઉતરતા ક્રમે થોડા થોડા માવઠાનો વષદ પડવાથી લોકોને કાંઇક શાન્તિ વળી હતી. પરંતુ એ શાન્તિ ઘણી ટુંકી નીવડી છે, અને એ વરસાદથી ધારવામાં આવતો હતો તેટલો ફાયદો થયો નથી એ વાત નક્કી થઈ ચુકી છે. હિંદી સરકારના વડા લેર્ડ એક્શીન સાહેબ દેશી રજવાડાઓની મહેમાનગીરીની મોજ કરવા ફરતા હતા તે દરમીયાન દુકાળની વાત સ્વીકારવા ના પાડતા હતા, અને સ્થાનિક સરકારે પણ દુકાળ આવ્યો એ વાત સ્વીકારવા તત્પર ન હતી. હવણુ હવણુમાં હવે દુકાળની વાત સ્વીકારવા તરફનું વલણ દીઠામાં આવે છે, અને મુંબ. ઇમાં દુકાળથી પીડાતા લોકોને મદદ કે પ્રકારે કરવી તેને વિચાર કરવા એક મોટી જાહેર સભા નામદાર મુબઈના ગવર્નર સાહેબના પ્રમુખપણા નીચે થઈ ગઈ છે. સરકારે પણ અનાજ અને ઘાસને જથા દરેક ઠેકાણે કેટલો છે અને રવીને પાક હવે કેટલો થવાનો સંભવ છે તેની તજવીજ ચલાવવા માંડી છે, અને તગાર્ડ આપવાની તથા પાકાં બાંધકામ માટે પૈસા ધીરવાની છૂટ મૂકી છે, એ સંતોષકારક છે. મુંબઈના ભાટીયા વેપારીઓએ આ સમયે પિતાની કમાણી સાર્થક કરવાના અતિ ઉત્તમ પ્રયાસ આરંભ્યો છે અને હિંદુસ્તાનનાં કેટલાંક ગામામાં ગરીબોને હલકે ભાવે અનાજ વેચવાની દુકાનો તેમણે ઉધાડી છે એટલું જ નહિ પણ ‘ગ્રેટેડીંગ કંપની” નામની એક કંપની તેમણે ઉભી કરી છે. એ કંપનીના રૂ. ૧૦ ૦) ના શેર છે. હેતુ એ છે કે અમુક હલકી કીમતે અનાજ વેચવું અને જે ખાટ જાય તે ! કંપનીની થાપણ કે જે બેચાર લાખની રાખી છે તેમાંથી પૂરી કરવી. એ રીતે કરતાં જે પૈસા બચે તે શેરહોલ્ડરને પાછા આપવા એટલે કે દરેક સે રૂપીઆને શેરે વખતે પાણી કે પચાસ કે ઓછા વધતા પાછા મળે. એ કંપની ગામે ગામ પોતાના તરફથી મદદ કરવાના બંદોબસ્ત કરવા ધારે છે. કોઈ એક માણસ પોતાની પાસેના સૈ રૂપીઆ આવા ધર્મના કામમાં વાપરવા ખુશી હોય પણ એકલે ઝાઝું કરી ન શકે તેને માટે આ ઉત્તમ પ્રandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50