પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 હિંદી દુકાલ, ૫૮૧ હિંદી દુકાલ. | ( ૧૨૬) હિંદી દુકાલની સ્થિતિ ઘણીજ કઠિત થતી જાય છે, અને હવે ઉનાળાની મોસમમાંજ તેની ખરી સખી અનુભવાશે. ખેડુતો પાસેથી હતા વસુલ કરવામાં સરકારે કાંઈ પણ નરમાશ રાખી હોય એવું આપણું ગુજરાતના અનુભવથી લાગતું નથી. ઈગ્લેંડમાં દુકાને માટે જે ફંડ થયું છે તે અત્રે આવવા લાગ્યું છે અને તેની વ્યવસ્થા ઇંડીયાસરકાર કરે છે. એ કંડ ઉપર ટીકા કરતાં ૬ એડીનબરે ઇવનિંગન્યુઝ' નામનું પત્ર કૈસર-ઈ-હિંદ મહારાણી તથા તેમના વડા પુત્રે જે રકમ ભરી છે તે વિષે ઘણીજ નાપસંદગી બતાવી, હિંદુસ્તાનની પ્રજાના તેમને કેટલે હિસાબ છે તે જણાવવા માગે છે, તે લખે છે કે મહારાણીએ જે માત્ર ૫૦ ૦ પાંડ ભય છે તે તેમને રાજ્ય તરફથી જે આપવામાં આવે છે તે આવકને અર્ધા દિવસને પણ પગાર નથી, જો કે તેમની ખાનગી આવક છે તેને હિસાબે તો આને કાંઇ અર્થ પણ ગણાય નહિ. પ્રીન્સ ઓફ વેલ્સ જે રકમ ભરી છે તેને માટે તે પત્ર એવી ટીકા કરે છે, એ શાહજાદાનું આખા વર્ષની બીડી પીવાનું ખર્ચ પણ એ રકમ કરતાં વધારે થતું હશે. એમ સંભળાય છે કે આ ટીકા થયા પછી મહારાણીએ બીજા પાંચ પાંડ ભર્યા છે ! દુકાલનું' ઉધરાણ કરવાને લંડનમાં મળેલી સભામાં જે મીટ હી'ડમેને હિંદુસ્તાન પાસેથી આવા વર્ષને માટે ઈગ્લડે પગાર પેન્શન વગેરે તમામ બાબત માફ કરવી એવી દરખારત મૂકી હતી અને તેથી જેને પોલીસ પાસે બહાર કાઢી મૂકાવ્ય હતો, તેણે એક સભા ભરી તેવીજ મતલબના ઠરાવ કરેલા છે, અને તે ઠરાવ લેઈને સેક્રેટરી ઓફ સ્ટેટ પાસે જનાર છે એ વાત સર્વના જાણવામાં હોવી જોઈએ. એજ ગૃહસ્થ હાલમાં એક પત્ર ત્યાંના કેાઈ વર્તમાન પત્રને લખ્યું છે તે જાણવાજોગ હોવાથી અત્ર ઉતારીએ છીએઃ હિંદુસ્તાનમાં દુકાલે શી રીતે બનાવાય છે. e તમે મારા ભાષણમાંથી ઉતારા કરતાં લખે છે કે હિંદુરતાનની મહેસુલનો છટ્ટા ભાગ આપણે દરવર્ષે ખાઈ જઈએ છીએ એવું મેં કહ્યું છે; પરંતુ ખરી વાત તો એ કરતાંએ વધારે નઠારી છે. લશ્કર, ઈડિયા ઓફીસ, રેલવેના શેર ઉપરનું વહેંચાણ તથા ધીરેલી રકમાનાં વ્યાજ, લકરી તથા મુલ્કી નોકરીના પાછા ફરેલા અમલદારોને પેન્શન, એ વગેરે જે હામચાઈ સ’ કહેવાય છે, અને જે સારી ખાતી પીતી સ્થિતિના અંગરેજોને આપવામાં આવે છે, તથા જેને બદલે વેપાર મારફત કાંઈ પણ બદલો આપવામાં આવતા નથી, તે ૨કમ અંગરેજ હકુમત નીચે હિંદુરતાનનો જે ભાગ છે તેની એકંદર જમીન મહેસુલ કરતાં બમણી થવા જાય છે. વર્ષો વર્ષ આ પ્રમાણે જે તાણી લેવાય છે—ને હવણાં, આ દુકાળના વર્ષમાં તો જે વળી મહીને લેવાય છે--તે ૩૦, ૦૦૦, ૦૦૦ પાંડ (૪૮૦, ૦ ૦ ૦, ૦૦ ૦ રૂપીઆ) કરતાં ઓછું નથી. જમીન અને વેપારની જે એકંદર આવક ૧૮૦, ૦૦૦, ૦૦૦ પૈડ જેટલી છે તેને આ છઠ્ઠા ભાગ છે, આવી હલકાઈ ભરેલી ખંડણી આખી દુનીયાંના ઈતિહાસમાં કોઈએ પણ કોઈ કાલે લીધી નથી. ઈજીપ્ત, રોમ, કારથેજ, તુર્ક લોકો, તેમના જુ લમને ગમે તેવા વખોડીએ તોપણ તેમને જુલમ આના આગળ તો બાલકની રમત જેવો anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50