પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૮૪ - સુદર્શન ગદ્યાવલિ, કરીને દેશની સ્થિતિ અતિ દુર્બલ છે, હિંદુસ્તાનને માથે દેવાને પાર નથી, અને સરડેવિડ બાબરના ઉપર ટાંકેલા શબ્દો અનુસાર આવક વધારવાની જરા પણ જગા રહી નથી, તે સમયે હિંદુસ્તાન ઉપર આ બે કેવી રીતે રહી શકશે તે જોવાનું છે. કેન્ચેસ જેવાં મંડલની ખાસ ફરજ છે કે તેમણે સરકારને પીનલ કોડની કલમ ૧૨૪ ૨ ના અર્થથી જે જે ખરાબી થવાનો સંભવ છે તે સ્પષ્ટ કરી આપ; આ દેશમાં સે વર્ષથી ચાલતા આવેલા અંગરેજી રાજ્યના લાભ રદ થવા જેવો એ અર્થથી પ્રસંગ આવશે તે સ્પષ્ટ કરી આપવું; અને સરકારની પાસેથી એ સંબંધે વધારે યોગ્યતા ભરેલી અર્થે પદ્ધતિની માગણી કરવી. દેશની માનસિક ઉન્નતિને જેમ આ અર્થ પાછળ પાડનાર છે, તેમ દેશની વ્યાવહારિક ઉન્નતિને સરહદની લડાઈને ખર્ચ પાછળ પાડનાર છે. એ ખર્ચમાં કાંઈ પણ ભાગ લેવાને આ દેશ હાલ કેવી કેવી રીતે અશક્ત છે, અને એ ખર્ચ ન્યાયદૃષ્ટિથી કાણે આપ ઉચિત છે એ વિષે પણ સરકારને સવિનય સમજણ પાડવાની પરમ આવશ્યકતા છે. નવેમ્બર-૧૮૮૭. સરહદ. (૧૨૮) નવેમ્બર માસને ‘ ’ડિયા ’ને એક સરહદ ઉપરની લડાઈની ચર્ચાથીજ ભરેલું છે.' મી. મારલે, મી. એ વીથ, લોર્ડ નોર્થબ્રુક અને લોર્ડ જ્યોર્જ હેમિલ્ટન એમની વચ્ચે જાહેર ભાષણા અને વર્તમાન પત્રમાં ચાલેલી ચર્ચાનો સાર એ છે કે સરહદ ઉપરની આ લડાઈઓને પ્રથમના બે રાજયકીય નરેએ અત્યંત વડી કાઢી છે, અને હિંદુસ્તાનની સરકારે ચિત્રાલના સંગ્રામ વખતે આપેલાં વચનાનો ભંગ કરવા જેવું આ કૃત્ય થયું છે એમ ઉચ્ચાયું છે. સરવીલીઅમ વેડરબર્ન એક ઘણા લાંબા અને વિચારવાન વિષય લખી એમ સિદ્ધ કરી આપવા યત્ન કર્યો છે કે સરહદની લડાઇઓ ઉત્પન્ન કરવામાં ચિત્રાલ વખતે હિંદી સરકારે કરેલા જાહેરનામાનો ભંગ થયો છે, અને આ લડાઈએથી હિંદુરતાનની તીજોરી ઉપર મહાટો બેજો આવી પડવાથી દેશને બહુ હાનિ થઈ છે. આવી રાજનીતિથી સરકાર પોતાના હાથ નિર્બલ કરતી જાય છે, અને રશિઆ કદાપિ પણ હિંદુરતાન ઉપર દૃષ્ટિ રાખતું હોય તો આવી રાજનીતિથી હિંદુરતાન પોતાની મેળે જ રશિઆના હાથમાં જઈ પડવા જેવું થાય છે. હિં. દુસ્તાનની રવાભાવિક અને કુદરતી સરહદની પાર દૃષ્ટિ રાખ્યા છતાં ત્યાંના કેાઈ બખેડામાં ભરાવું નહિ કે નવી લડાઈ ઉભી કરવી નહિ અને દેશની પ્રજામાં સંપૂર્ણ આબાદી અને શાન્તિની વૃદ્ધિ કરવા યતન રાખવા એવી લોર્ડ લોરેન્સની રાજનીતિ હતી. લોર્ડરીપન પણ તેનેજ અનુસરી લોકોનું સન્માન પામી દેશને સુખી અને દેવા વગરનો મૂકી જવા સમર્થ થયા હતા. પણ ત્યાર પછી એ રાજનીતિ ઉલટી થઈ ગઈ છે. સરહદ ઉપર નવી નવી લડા આ ઉઠાવવામાં આવી છે કે દેશની અંદર પ્રજાને દબાવી રાખવાની યોજનાઓ ઉપર લક્ષ રાખવામાં આવ્યું છે. આનું ફલ, સવિલીઅમ કહે છે કે “ આપણી સરહદની પાર ઉજંડ અને રુધિરસ્ત્રાવ એ થયું છે, આપણી સરહદની અંદર સંકટ અને વિક્ષેપરૂપે આવી રહ્યું છે, ” ganchi ieritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450