પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાજદ્રોહની કલમમાં સુધારે. ૫૮૭ એટલે જ્યુરી સિવાય એકલા માજીસ્ટ્રેટથી કામ ચાલી ન શકે, જ્યુરીના અઅર્ધ સભાસદો તહોમતદારના દેશી જોઇએ, અને ચુકાદો જ્યુરીના એકમત વિના થવો ન જોઈએ. હાલના ધારેલા સુધારાથી તો છાપાની અને એકંદર લખવા બાલવાની યોગ્ય સ્વતંત્રતા પણ નાશ પામશે, દેશની ઉન્નતિમાં વિન પડશે, અને રાજા પ્રજા વચ્ચે વિશ્વાસને બદલે ભય ઉત્પન્ન થશે e ૧૫ ક્રીમીનલ પ્રોસીજર કોડને સુધારવાનું ૧૮૯૬ નું જે બીલ હાલ નામદાર વાઇસરાયની ધારાસભા હજુર આવ્યું છે તે આગળ વધવાને બદલે પાછાં પગલાં ભરવા જેવું છે; પોલીસની સત્તામાં હાલના કરતાં ઘણો વધારો થશે; મેજીસ્ટ્રેટને હાલ નથી તેવી છુટ મળશે; ને હાઇકોર્ટની સત્તા કાંઈક ઓછી થશે; જે બધું જદારી ગુનાહના કામાને નુકશાનકારક છે. ૧૬ પંજાબને ધારાસભા આપવા માટે સરકારનો ઉપકાર માની તેનું ધર ગુ બીજી ધારાસભાઓ જેવું કરવા ભલામણ કરવી. બ્રિટિશ કોન્ટેસ કમીટીને ઉપકાર માનવાના, શેઠ. દાદાભાઈ નવરોજજીને સમસ્ત હિંદી પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરીથી પાલમેંટમાં લાવવાના, વગેરે કેટલાક હરાવે પણ થયા હતા. જાન્યુઆરી-૧૯૯૮ રાજદ્રોહની કલમમાં સુધારો. (૧૩૦ ) . તા. ૨૮. મી જાન્યુઆરીના ‘ઈડિયા’ ના અંકમાં આ વિષય ઉપર કેટલીક ટીકા કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આ દેશમાંથી બધે ઠેકાણેથી આ નવા સુધારા વિરુદ્ધ સરકારને અરજીઓ થવા માંડેલી છે. નવા સુધારાથી જે જે નુકશાન થશે તે છેલી કોન્ટેસે પિતાના ઠરાવમાં વર્ણવેલાં છે એટલું જ નહિ પણ એવા સુધારે કરવાની હાલમાં જરૂર હતી કે નહિ એ પણ વિચારવા જેવું છે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા લખે છે:--- | મુંબઈ હાઈકોર્ટમાં હાલની રાજદ્રોહની કલમનો જે અર્થ થાય છે તે ધ્યાનમાં રા“ખી સરકારે એ કલમ સુધારવાની આવશ્યકતા જણાય ત્યાં સુધી તેને એમની એમ રહેવા દીધી હોત તો સારું હતું: ” . અંગરેજ પ્રજા સર્વ કરતાં સ્વતંત્રતાને ચહાનાર પ્રજાઓમાં પ્રધાનપદ ભોગવે છે, ગુલામગિરિને ધધા દુનીયામાંથી નાબુદ કરાવ્યાનું અને કરવાનું યોગ્ય માન પામેલી છે, મનુષ્યમાત્રના સુખને અર્થ યનવાન રહે છે, અને હિંદુસ્તાનને પ્રાપ્ત કર્યો પછી જાણે ઈ. શ્વરેચ્છાએજ એ દેશ: ઉન્નતિ માર્ગે ચઢાવવાને અર્થે જ પોતાના રક્ષણમાં આવ્યો છે એમ માનવાને દાવો કરે છે. આજ સુધીમાં અંગરેજી રાજ્ય સલાહ શાન્તિ આપવા ઉપરાંત દેશના વ્યાપાર ધંધાને ખીલવવામાં તેમજ પ્રજની માનસિક સ્થિતિ સુધારવામાં ધણા યત્ન કરેલા છે. એ યત્નનું ફળ એવું આવ્યુ છે કે આ દેશના આગળ પડતા જનો અંગરેજી. રાજય સાથેજ પોતાની અને પિતાના દેશની ઉન્નતિને સંપૂર્ણ રીતે જોડાયેલી માનતા થયા છે; એ રાજ્યના વહીવટમાં પોતાને અને પોતાના દેશને જે જે પ્રતિલતા હોય તે સરકારને નિવેદન કરવા લાગ્યા છે. વર્તમાનપત્રોમાં અને જાહેર ભાષામાં આવી ફરીઆદો ઘણીવાર પ્રકટ કરવામાં આવે છે, ને તેથી સરકારને હાનિ થવા કરતાં લાભ થવાને જ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50