પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પાછાં પગલાં જોરીવાળાજ એક બીજો નિયમ એ આગળ કરે છે કે હિંદુરતાનની સરકારને વીલાયતની તીજોરી મદદ કરનાર છે એવી આશાજ આપવી ન જોઈએ; કેમકે જે એવો દાખલો પડ્યો તો પછી હિંદુસ્તાનની સરકાર ખર્ચની હદ રાખી શકે નહિ. આ રીતે, લેકની સ્થિતિ ગમે તેવી હોય તથાપિ પણ હિંદી અને વીલાયતની સરકાર વચ્ચે આ વાતનો બહુ નિરાશા ભરેલા નીકાલ થવાની અતિ ખેદકારક સંધિ આવ્યાની ખબર ‘દડિયા ” આપે છે. આ ઉપર વીલાયતનાં કેટલાંક વગવાળાં પત્રો ઘણી સપ્ત ટીકા કરે છે. તા. ૧૧ મીનું ‘ઇડિયા” ખબર આપે છે કે પાર્લામેંટમાં એ બાબત ચર્ચાઇ જઈ, મદદ ન આપવી એવું નિરાકરણ પણ આવી ગયું છે. ! ૨- ચાંપેકરને ફાંસી -પુનાવાળા મી. રેંડ અને લેફ્ટનંટ આયર્સ્ટનાં દીલગીરી ભરેલાં ખુન કરનાર ખુની ચાંપેકરને ફાંસીની શિક્ષા થઈ છે, અને તેના ઉપર ચાલેલા કામમાંથી કશી જાણવા જોગ હકીકત બહાર આવી નથી. જ્યારે નાનુ ભાઇઓને ‘ રાજકીય કારણો’ માટે એકદમ કેદ કરવામાં આવ્યા અને મી. ટીલક ઉપર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યા ત્યારે હિંદી પ્રધાન લોર્ડ કર્જ હેમિલ્ટન પાર્લામેંટમાં એમ બેલ્યા હતા કે પુનામાં અંગરેજી, રાજ્યને ઉથલાવી નાંખવા એક મહાટું કાવતરૂં બ્રાહ્મણોએ રચ્યું છે. આમાંનું કશું એ ખુનાની તપાસમાંથી પણ નીકળ્યું નથી; હવે પાર્લામેંટની બેઠક શરૂ થઈ છે તો તેમાં હિંદી પ્રધાને એક અતિ ઉપયોગી અને આગળ પડતી જાત ઉપર મૂકેલા આવા ગંભીર આપને શો ખુલાસે થાય છે તે જોવાનું છે. - ૩-પાર્લમેંટની બેઠક શરૂ થતાં નામદાર મહારાણીશ્રીએ જે ભાષણ કર્યું તેમાં થોડાક સમયથી નહિ અપાયલું એટલું લક્ષ હિંદુસ્તાન ઉપર અપાયું છે. પાલોમેંટમાં પણ હિંદુરતાન સંબંધી ઘણી ઘણી બાબતોના પ્રશ્ન આ બેઠકમાં નીકળવાની વકી છે. આખા યુનાઈટેડ કીંગડમમાં પણ હિંદુસ્તાન વિષેનાં ભાષણે અને હિંદુસ્તાન વિષેની ચર્ચાઓ ચાલી રહી છે. અગરેજ પ્રજા હમેશાં ન્યાય અને સ્વતંત્રતાને ચહાનાર છે, પ્રજાઓના ઉદ્ધાર કરનાર અને દુ:ખને ન સહન કરનાર છે, તે આ પ્રકારે આપણને કાંઈ પણ સરલતા થવાની આશા છે. હિંદુસ્તાનની પ્રજાએ જે કોઈ પણ રીતે પોતાના દુ:ખનું નિવારણુ શોધવાનું હોય તો તે આ રીતેજ છે; અને એ જોતાં હિંદી કોન્ટેસે તેમ કોંગ્રેસની બ્રિટિશ કમીટીએ આ દશ બાર વર્ષની હયાતી કેવલ નિરુપયોગીજ ભેગવી છે એમ કોણ કહી શકશે ? | ફેબ્રુઆરી-૧૯૯૮ પાછાં પગલાં. ( ૧૩૨ ) સરકારે આ દેશને આટલા વર્ષ સુધી આબાદી અને સ્વતંત્રતાના ધોરણ ઉપર સાચગ્યા પછી, કાંઈ પણ વિશેષ કારણ ન છતાં, હાલમાં જે પાછાં પગલાં ભરવા માંડયાં છે. તે જોઈને દેશીઓના મનને અતિશય દુ:ખ થાય એ સ્વાભાવિક છે. મરકી ગયે વર્ષ ચાલું થઈ ત્યારથી આ પાછાં પગલાં ભરવાને આરંભ થયો છે, અને જુબીલીને દિવસે જે દિલગીરી ભરેલાં બે અંગરેજ અમલદારાનાં ખૂન થયાં તેથી સરકારે એક પ્રકારની ધાસ્તીમાં પડી જઇ ઉતાવળમાંને ઉતાવળમાં ધણાંક તેવાં પગલાં ભરી દીધાં છે. અને પરિણામે હાલ anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50