પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 હિંદુસ્તાનની નાણાં સબ ધી સ્થિતિ, પટક એ પ્રના વિષે વિચાર કરીને મત આપવાનું જે વારતવિક ધરણ, તે મત આપનારાઓના ધ્યાનમાં હંમેશાં રહેતું નથી એજ દિલગીરી ભરેલું છે. યદ્યપિ ઘણા મત મળીને કોઈ વાત થઈ શકે તેટલાથી તે વાત ખરી કે યોગ્ય છે એમ સિદ્ધ થતું નથી તથાપિ જે કામમાં સર્વને સરખેજ સ્વાર્થ છે તે કામને તેજ માણસના ધણા મતથી કરવું એ ધારણ એકંદરે ખાટું કહી શકાય તેવું નથી. માણસે મત આપવામાં મત અને મતના ધોરણને સમજતા નથી તેથી ઘણી વાર ખરાને બદલે ખાટુંજ થઈ આવે છે, પણ જે સર્વ કાઈ પોત પોતાની પૂરી જવાબદારી સમજીને વિચારપૂર્વક મત આપવા શીખે તે એ ધારણથી ઘણામાં ઘણો લાભ થાય એમાં સંશય નથી. જુન-૧૮૯૮ હિંદુસ્તાનની નાણાં સંબંધી સ્થિતિ. (૧૩પ) આ વર્ષમાં આપણે નાણાંની ભીડ વિષે જેટલું સાંભળ્યું છે તેટલું ગયાં દશ વીશ વર્ષમાં કદાપિ સાંભળ્યું નથી. પ્રતિવર્ષે એમ તો બને છે કે હેળી વીત્યા પછી નાણાંની કાંઈક ભીડ થવા માંડે છે તે વર્ષોઇને આરંભ થતા સુધી રહે છે; એનું એક કારણ પણ ક૯પી શકાય છે; અનાજ વગેરે નો માલ ખરીદવામાં નાણાં રોકાઈ રહે તે વષદની આશા થતાં માલ વેચાઈ જઈ નાણાંની છટ થાય છે. આ વર્ષે તે તેમ પણ થઈ શક્યું નથી; નાણાંની ભીડ ચાલતીજ છે; ઘણે સ્થલે સારા સારા વ્યાપારીઓએ દેવાળાં કાઢ્યાં છે; કલકત્તા અને મુંબઈ જેવાં ધનસ્થાનોમાં પણ બે ટકા વ્યાજે રૂપીઆ મળી શકતા નથી; બેંકે પોતે ટકા ટક' ઉપરાંત વ્યાજ આપી નાણાં જમે કરે છે; ઘણાક વ્યાપારે બંધ થઈ ગયા છે; મજુરો અને ગરીબા ધંધા વિનાના થયા છે; વિશ્વાસ અને સાખમાં બહુ ઘટાડે થઈ ધીરધાર ઓછી થઈ ગઈ છે. દુકાળ, મરકી, વગેરે કારણોથી લોકોના જીવ ઉંચા થઈ ગયા, પોત પોતાનાં સ્થાન મૂકી લોકોને લાંબી મુદત સુધી વિદેશ વેઠવાને લીધે ધંધા સંકેલવા પડ્યા. વિશ્વાસ અને ધીર આછાં થયાં, વિદેશમાં યુદ્ધાદિ પ્રસંગોને લીધે “ મીલે’–ને માલ થાઓ ઉઠવા લાગ્યો, એ આદિ અનેક કારણો આપી શકાય તેમ છે. ખરી વાત એ છે કે આ દેશમાં ધનનો ના આગમ અતિ વિરલ અને ન્યન થાય છે, જે ધનસમૂહ (મંડી) દેશમાં ને દેશમાં છે તેજ એક હાથથી બીજે હાથ જાય છે, ને જેમ તેમ ધ ધા રોજગાર ચાલતો રહે છે;-જોકે એ સમૂહમાંથી પણ પ્રતિવર્ષે વધતા જતા કરજ અને વ્યાપારને લીધે બહાર મેકલવાની રકમમાં કાંઇકને કાંઈક આપવું પડે છે; એ આપવું પડે છે તેની ખટ દેશની પેદાશ અને દેશના ઉદ્યોગથી પૂરાતી નથી, અને એમ ધનની મુડીમાં પ્રતિવર્ષ વધારાને સ્થાને કાંઈક ને કાંઈક ઘટાડો થયાં જાય છે. વસ્તુગતિ આવી છે, તેમાં દુકાળ, મરકી, વિદેશીય વ્યાપારની મંદતા એ આદિ કારણો ઉમેરાયાં છે. આ અને આવાં કારણે તે વારંવાર ઉપસ્થિત થતાં, છતાં આ વર્ષના જેવી ભીડ કદાપિ અનુભવાઈ નથી.

  • આ ભીડ થવાનું મુખ્ય કારણુ વિચારશીલ જના, સરકારે ટંકશાળા બંધ કરી છે, તેને માને છે. એમાં કાંઈક તથ્ય છે એમ જણાય” છે. ટંકશાલમાંથી નવા રૂપીઆ નીક

age Porta Gandhi 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50