પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ૯૪ સુદર્શન ગદ્યાવલિ,. ળતા નથી, રૂપાના જથા વધતા જાય છતાં તેના રૂપીઆ થઈ શકતા નથી, અને રૂપીઆની માગણી વધવા સાથે રૂપીઆની કીમત વધી જતાં, રૂપાથી માંડી બધી ચીજોની કીમત કાંઈક ઘટી જાય, કૃષિકાર અને વ્યાપારીઓને પોતાનો માલ હલકે ભાવે આપવો પડે, ને એમ ધંધા સંકેચાતા જાય એ સમજી શકાય તેવી વાત છે. આપણા ગુજરાતનાજ જે વિભાગોમાં કલદાર અને ગાયકવાડી (બાદશાહી) બે જાતના શિક્ઝાનું ચલણ છે ત્યાં આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ જડે તેમ છે. આજથી વીશ વર્ષ ઉપર બાદશાહી અને કલદાર વચ્ચેના વટાવ માત્ર ચાદથી પંદર સુધીનો હતો. સરકારે દાવા તથા દસ્તાવેજો માટે વટાવના દર પણ પંદરને હરાવેલ છે જે અદ્યાપિ કાયમ છે. છતાં હાલ કલદાર બાદશાહીને વટાવ એથી બમણો એટલે ત્રીશન છે. ટંકશાળા બંધ થવાથી કલદાર રૂપીઆનો જ હતો તેને તેજ રહ્યો, અથવા તેમાંથી પણ અનેક કારણોને લીધે ઓછા થતાં ગયે, એટલે સ્વાભાવિક રીતે વટાવ વધી ગયો. જેમ વટાવ વધે તેમ સેનાની કીમત પણ વધી ગઈ. સેના અને રૂપા વચ્ચેના ભાવમાં એટલે બધે તફાવત પડતા ગયા કે જે સેનું વીશ વર્ષ ઉપર વીશને ભાવે મળતુ તેનાજ આજ ત્રીશ ને બત્રીશ બેસે છે. સેનાના ચલણવાળા દેશો સાથે હિંદુસ્તાનને સંબંધ હોવાથી, રૂપાનાણા પૈઠે સેનાનાણાની કીમત ભરવી પડે છે, ને રૂપાની કીમત હલકી પડી ગયેલી હોવાથી દિનપ્રતિદિન સેનાની કીમત ચડતી જાય છે. અથવા રૂપીયાની કીમત હલકી થતી જાય છે. આથી કરીને સોનાના ભાવ હંમેશ તેજ થતા રહે છે. નાણાની ભીડને લીધે ત્યારે વ્યાપાર રોજગારમાં અસાધારણ મંદી આવી ગઈ છે. ત્યારે ઘણે ઠેકાણે કૃત્રિમ વ્યાપાર કે જે નાણા વિના ચલાવી શકાય તે ઉભા થયા છે. અને લોકો તેમાં પોતાનું વિત્ત અને બલ ક્ષીણ કરે છે. અફીણુની પેટીઓના સટ્ટા આપણે મુંબઈ, કલકત્તા, ઉર્જન, ઈ દોર વગેરે સ્થાને જ પ્રથમ સાંભળતા, તેને રથાને તે સટ્ટાની અસર આખા દેશમાં વ્યાપી છે, એકલા અફીણને સ્થાને હવે વરસાદ, અનાજ, કાપડ આદિ અનેક પ્રકારના સટ્ટા વધ્યા છે. રૂપા અને સોનાના ભાવમાં વારંવાર ફેરફાર પડવાથી, વલાયતની હુંડીઆના સટ્ટા પણ ચાલ્યા છે, રૂપાની પાર્ટીના સટ્ટા ઉપર ઘણાક ગુજરાન કરે છે, ને કેટલાંક સ્થાનોમાં મુંબઈગરા બાબાશાહીના વટાવમાં જે ક્ષણિક ફેરફાર થાય છે તેના માસ, માસ, કે છ માસના કપેલા ભાવના વાયદા ઉપર સટ ચાલે છે. સટ્ટાનો સડે એટલે બધા વધે છે કે મોટામાં મોટી સરાફી પહેડીઓમાંની પણ ભાગ્યેજ થોડી ઘણી એ વ્યાધિથી નિમુક્ત હોય. બીજા અનેક કારણો ભેગું ટંકશાળા બંધ થઈ એ પ્રત્યક્ષ અને મુખ્ય કારણુ ઘણા વિચારવાન જના, આ સ્થિતિને માટે, ધારે છે. સરકારને આ પગલું ભરવાની ફરજ શાથી પડી તે પણ વિચારવા જેવું છે. સરકારને તલ હિંદુસ્તાનમાં નોકરી કરતા અંગરેજોને પગારમાં રૂપીઆ આપવા પડે છે, તે નોકરે એ રૂપીઆનું પોતાના દેશના ચલણનું સૈનાનાણું લે છે; સાના રૂપાના ભાવમાં પ્રથમ કરતાં હાલ બહુ તફાવત પડેલા હોવાથી પ્રથમ જેટલું સોનાનાણું લેવા માટે પ્રથમ કરતાં વધારે રૂપીઆ આપવા પડે છે; એટલે આવા નોકરોને પગા૨માં ખાટ જાય છે. નોકરીમાંથી મુક્ત થઈ વીલાયત ગયેલા અમલદારાને પીન પટ જે રકમ મોકલવી પડે છે તેમાં પણ એની એજ અડચણ આવે છે. અને વીલાયતમાં હિંદુ સ્તાનને પગારે ચાલતાં ખાતાં પણ તેની તેજ ઉપાધિતી બુમ પાડે છે, આટલું જ નથી પણ an dihleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50