પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 હિંદુસ્તાનની નાણાં સંબધી સ્થિતિ, પક્ષે હિંદુસ્તાનની સરકારના વહીવટી તથા લશ્કરી ખર્ચ આવક કરતાં વધી પડે તેવે તેવે પ્રસંગે હિંદુસ્તાનની સરકાર ઉપર વીલાયતથી હુંડી લખાઇને તે હુડી વીલાયતમાં વેચાય છે; એ હુંડીએ શીકારવાનાં નાણાં ન હોય ત્યારે ત્યારે તે હુડીઓ હિંદુસ્તાન ઉપર લેણા તરીકે કાયમ રહે છે, ને વીલાયત ખાતેના એવા કાયમ દેવાનું ઘણી મહટી રકમ જેટલું વ્યાજ હિંદુદુસ્તાનની સરકારને દરવર્ષે વીલાયત મેકલવું પડે છે. વળી સરકારી રેલવેએ તથા સરકારની જમાનીથી નીકળેલી રેલવેએ વગેરેના શેર વીલાયતમાંથી ભરાયેલા હોવાને લીધે તેના વ્યાજ નફાના પૈસા પણ સેનાનાણમાં આપવા પડે છે. આ હુડીઓ શીકારવાને, અથવા એવાજ બીજા જરૂરના પ્રસંગ માટે હિંદુસ્તાનની સરકાર નવી નવી લોને કાઢીને પણ, પોતાની ખરી આવક ઉપરાંત, નવી કૃત્રિમ આવક ઉપજાવવાનો યત્ન કરે છે. આવી જે વ્યાજની રકમ મોકલવાની તે પણ સેના નાણુથી આપવી જોઈએ, અને હિંદુસ્તાનની સરકાર પાસે તો રે પાનાણું જ છે, એટલે તેમાં પણ પ્રથમ કરતાં વધારે રૂપીઆ ભરવા પડે છે. આ રીતે ચારે પાસાથી હિંદુસ્તાનની સરકારને વટાવ પેટે ઘણી ભયંકર ખેટ દરવર્ષે ખમવી પડે છે, ને પેતાના અંગરેજ નાકરે તથા પેનશનરને અણગમે શાંત પાડવાને ઘણી અડચણ વેઠવી પડે છે. નવા કરે નાંખીને વધારે રૂપીઆ પેદા કરવા જેટલી જગા રહી હોય એવું સરકાર માનતી જણાતી નથી; ઘણી ખરી કર નાખી શકાય તેવી વસ્તુઓ અને સ્થિતિઓ ઉપર કર નંખાઈ ગયા છે, તેમાં વધારો કરવાને પણ દેશકાળ અનુલ નથી. સરકારની નાણાં સંબંધી હાલત આવાં કારણોથી ખરેખરી ગુંચવણ ભરેલી અને વિચારવા જેવી થઈ ગઈ છે. આ પ્રસંગે રૂપીઆની કીમતમાં કાંઈક વધારે કરી શકાય, એટલે કે સૈનાને માટે જેટલા રૂપીઆ આપવા પડે છે તે કરતાં ઓછા આપવા પડે એવું કરી શકાય, તો સરકારને કાંઈક લાભ મળતાં શાંતિ આવે. આ હેતુથી ટંકશાળા બંધ કરી હોય એવું સમજાય છે. ટંકશાલ બંધ થવાથી રૂપીઆની કીમત પ્રથમ જેટલા પિની હશે તે કરતાં કાંઈક વધારે થશે, ને એમ સરકારની તીજોરીમાં બચાવ થશે, એવી ધારણા હોવી જોઇએ. આ યુક્તિની સાથે વીલાયતમાં પણ હાલ તુરત એક કમીટી નીમવામાં આવી છે, જેને હિંદુસ્તાનની ચલણની રિથતિનો વિચાર કરી, હિંદુરતાનમાં સેનાનું ચલણ દાખલ કરવું કે ન કરવું તેનો વિચાર કરવાનું સાંપવામાં આવ્યું છે. ટંકશાળા બંધ થવાથી રૂપીઆની કીમત વધીને સરકારને પોતાની નાણાં સંબંધી ગુંચવણમાં કાંઈક મદદ મળે તે વાતની અસર હજી જોવાની રહી છે, પણ આપણા દેશના લોકેને એ કારણથી જે ખમવું પડયું છે તે તે ઉપર જણાવેલી સ્થિતિથી ખુલ્લુ જ છે. ટંકશાળ બંધ થવાથી રૂપીઆની, તેમાં રહેલા રૂપાની, સેનાની સરખામણીએ જે ખરી કીંમત તેને બદલે વધેલી એવી પેટી કીમત કરવાથી, આ દેશના ખેડૂતો અને જમીનદારે ઉપર વધારે બાજો પાડવાનો સંભવ છે. અત્યારે સરકાર તેમની પાસેથી જે કર લે છે તેનો તે કર નવી રીતે વધારેલી મતવાળા રૂપીથી ભરવા પડશે, અને તે રૂપીએ પ્રથમ કરતાં વધેલી કીમતનો હોવાથી ખેડતાએ એટલે વધારે માલ આપી તે રૂપીઓ લાવો પડશે. એ રૂપીઆની આવી કીમત જેટલું" એમાં રૂપુ નથી, અને એ રૂપીઆ પોતાની ઉપજ આપીને ઘરમાં લાવ્યા પછી ખેડુત તેમાંથી તેટલા રૂપીઆનું પહેલાં જે સેનું કે રૂપુ મેળવી શકતા તેટલું" મેળવી શકનાર નથી. આ પ્રકારે, ટંકશાળા બંધ કરવાથી હિંદુસ્તાનના વેપાર રોજગાર તથા જમીન સંબંધી સર્વ ધંધાને નુકશાન થવા લાગ્યું છે, ઘણી આડતરી રીતે જમીનદારે ઉપર એક નવા કર જેવા andhi: Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50