પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

20 19/428 'પહેરું સુદર્શન ગઘાવલિ. બાજે ઉભા થયા છે, અને સરકારને પિતાને એ ગોઠવણથી કેટલા લાભ થાય છે તે હજી જોવાનું રહ્યું છે. - આ દેશમાં રૂપા સાથે સેનાનું ચલણ દાખલ કરવામાં આવે તેથી દેશના વતનીએને કોઈ ખાસ લાભ થાય એવું આ સંબંધમાં ઉડે અનુભવ ધરાવનારા વિચારવાન જના કહી શકતા નથી. કારણુંકે જ્યાં સુધી સેના અને રૂપાના ભાવનું એક અમુક અને નિશ્ચય પ્રમાણુ કર્યું નથી ત્યાં સુધી બે વચ્ચેના વટાવમાં હાલ છે તેવાજ ફેરફાર થયાં કરવાના અને સરકારને કદાચિત જ્યાં સેનાનાણું આપવાનું ત્યાં લાભ થઈ આવે તોપણ રૈયતને તે કરો લાભ થવાનો નહિ, ઉલટું હાલ થાય છે તેમ વધારે નુકશાન થતુ જવાનું. આવાં કારણોથી, સેનાનું ચલણ હિંદુરતાનમાં દાખલ કરવાનો વિચાર કરવા જે કમીટી વીલાયતમાં નીમાઈ છે, તેના બંધારણ સામે, અને તેણે કરવાના કામકાજની સામે, ઘણી તરફથી પિડકાર ઉઠાવવામાં આવે છે, અને ખાસ હિંદુરતાનના લાભ સાચવવાની તે કમીટીમાં કશી વ્યવસ્થા નથી એ વિષે ઘણી ફરીઆદ કરવામાં આવે છે. હિંદુસ્તાનની નાણાં સંબંધી દશા આવી સ્થિતિમાં છે, તે સુધારવાને ટકશાળા બંધ કરવાની તથા સેનાનું ચલણ દાખલ કરવાની વાત ચાલી રહી છે; પણ એથી કરીને દેશને કશે લાભ થવાનો નથી એમ બતાવીને દેશહિતની સાથે રાજયનું હિત સમજનારા જનો આવા ઉપાયો કરતાં બીજાજ ઉપાયની સૂચના કરે છે, તેઓ કહે છે કે સરકારે પોતાના ખચેની વ્યવસ્થા ફરીથી કરવી જોઈએ અને આવક તથા ખર્ચને મેળ મળે તેવી ગોઠવણ. ઉપર આવવું જોઈએ. એ અર્થે સરકારે લશ્કરી ખાતાના ખર્ચમાં ઘણો ઘટાડો કરવાની જરૂર છે; તેમાં ઘટાડો થઈ શકે એવું પણ છે; અને વહીવટી ખાતામાં તેમ લશ્કરી ખાતામાં પણ ઉંચા દરજ્જાની નોકરીઓ લાયક દેશીઓને આપી પગારમાં ઘણે બચાવ કરવા જરૂર છે. આ ઉપરાંત આ દેશમાં તેમ વીલાયતમાં કેટલાંક ફાલતું જેવાં ખાતાંઓ હાય તે કમી કરવાં જોઈએ છીએ. આમ થવાથી આવક અને ખર્ચને મેળ મળી રહેતાં હિંદુસ્તાન દેવામાંથી મુક્ત થવા પામશે, અને સરકારનું લક્ષ ખેડુતની અને હુન્નરની ખીલવણી કરવા ઉપર વધારે વધારે રોકાતું જશે તેમ દેશની આબાદીમાં વધારે થઈ સરકારની ત્રીજોરી પુષ્ટ થશે અને સરકારના હાથ મજબુત થતાં રાજા પ્રજાની પ્રીતિ છે તે કરતાં વધારે દૃઢ અને એક દીલવાળી થતી જશે. આવો અભિપ્રાય દેશી તેમ વિલાયતના અગ્રેસરમાંના ઘણાક ધરાવે છે, પણ હજી એ અભિપ્રાય ઉપર પૂર્ણ લક્ષ અપાયું નથી. નાણાં સંબંધી સ્થિતિ ભવિષ્યમાં કેવા કેવા બેટાળા ઉપજાવશે તે કળી શકાતું નથી, તેમ તેનું વર્તમાન સ્વ૫ પણ એટલું બધું ગુંચવાડા ભરેલું છે કે તેમાંથી સ્પષ્ટ માર્ગ કાઢો અને તે ભાગથી અમુક ફલ થશેજ એમ વિશ્વાસ પૂર્વક સાબીત કરવાનો આગ્રહ ધરો એ બહુ મુશ્કેલ છે. એટલે ટંકશાળા બંધ કરવાથી કે સેનાનામું દાખલ કરવાથી નાણાં સંબંધી મુશ્કેલીમાંથી સરકાર મુક્ત થાય અને દેશની રેયતને હાનિ ન થાય અથવા સુખ થાય એ પરિણામ હજી જેવાનું છે; ટંકશાળા બંધ થવાથી હાલ તુરત તે એ કરતાં ઉપર કહ્યું તેવું ઉણુટુંજ પરિણામ આવ્યું છે. જુલાઈ-૧૮૮૮ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50