પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. કંપનીના વહીવટ વિષેને બાબાટ પાલોમેટ સુધી અને રાજા સુધી પહો. ૧૭૮૧. માં પાર્લામેટમાંથી એક ગુપ્ત અને એક પ્રસિદ્ધ એવી બે કમીટીએ કંપની હસ્તકના હિંદુસ્તાનના વહીવટની તપાસ કરવા નીમવામાં આવી. આ કમીટીઓએ કંપનીના રાજ્યની વિરુદ્ધ સપ્ત રીપેર્ટ કર્યા જેમાં હિંદુરતાનમાંના મોટા અધિકારીઓને હાથે ઘણી ક્રૂરતા અને જુલમ થયાની વાત પણ દર્શાવવામાં આવી. આ રીપોર્ટ ઉપરથી હાઉસ ઓફ કોમન્સમાં હિંદુસ્તાનના ગવર્નર જનરલ અને બંગાળાના ચીફ જસ્ટિસને બરતરફ કરવાના ઠરાવો પસાર થયા. તે સમયને ઈગ્લડના ઇતિહાસ લખનાર ઓનરેબલ વીલીઅમ મેસી લખે છે: રાયજકર્તાના અધિકારનો બહુ ક્રરતાભર્યો તિરસ્કારપાત્ર દુરુપયોગ કર્યાના આરોપ કંપની ઉપર હતો; હાઉસ ઓફ કોમન્સે તેના મુખ્ય અમલદારોને લાંચ વગેરેના આરોપના અપરાધી હરાવ્યા હતા; ન્યાયનું કામ એવી લીસ્પદ દશાએ પહોચ્યું હતું કે ચીફ જજજને બરતરફ કર વામાં આવ્યા હતા; તેમજ સામાન્ય રાજ્યવ્યવહારને અથવા એકંદર જનસ્થિતિને જે ધારણા ઉપર નિર્વાહ છે તેમનું પ્રસિદ્ધ રીતે ઉલ્લંધન કરવાથી પણ કંપનીએ કાઈ સમૃદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરી નહતી; લુટ અને લાંચથી તેની ક્ષણિક ગુચવણે મટતી એટલું જ; આખી ભૂમિ ઉપર જે લેભીઆ સાહસિકે પથરાઈ ગયા હતા તેમને સંતોષવાને તથા કેવલ મનસ્વીપણે ચાલતા અન્યાયરાજ્યને ટકાવવાને જે લકર જોઇએ તેના ખર્ચે પૂરો પાડવાને હિંદુસ્તાનની સાધનસંપત્તિ પરિપૂર્ણ ન હતી; આવાં કારણોથી કંપનીને પાર્લામેંટ હજુર, જેણે પોતાને સાંપેલા વિશ્વાસ અને અધિકારને ગેર ઉપયોગ કર્યો હોય તેવા ગુનેગાર તરીકે તથા પોતાની જવાબદારી ચૂકવવાને અશક્ત દેવાળીઆ તરીકે, ઉભી કરવામાં આવી હતી.” કંપનીના વહીવટની આવી ખામીઓથી હિંદુરતાનની પ્રજાને ઉગારી બ્રિટિશ ન્યાયને જગતની દૃષ્ટીમાં નિષ્કલંક કરાવવાના હેતુએ મી. ફેક્ષ જેવા સમર્થ પ્રધાને ૧૭૮૩ની આ ખરમાં પિતાનું ‘ ઈડિયાબિલ ” પાલોટમાં રજુ કર્યું. તે બિલના આશય એવો હતો કે એક જુદુજ ખાતુ પાર્લામેંટ અને રાજાની દેખરેખ નીચે ઉભું કરી, તેને હસ્તક હિંદુદુસ્તાનને વહીવટ સાંપ, અને કંપની પાસેથી બધો વહીવટ લેઈ લેવા. આ બિલને પાર્લામેંટમાં મંજુર કરાવતી વખતે પ્રખ્યાત વક્તા મી. બર્ટે સર્વકાલ માટે સ્મરણમાં રહે તેવું ભાપણ કરેલું છે, અને જે કમીટીઓ નીમાઈ હતી તેમાં પોતે મેંબર હતા તેથી તે સાનુભવે જ્ઞાનસહિત આ વિષયે બાલી શક્યા છે. તેના કહેવાનો સાર એ છે કે “ વિદેશીય અને તેથી સ્થાયી ન રહેનારા અધિકારીઓનું રાજય દેશને, કોઈ પણ પ્રકારના સ્વદેશીય રાજ્ય કરતાં, હાનિકારક છે. આરબ, તાતાર, કોઈ રાજાઓના ખૂની હુમલાઓ સાથે સરખાવતાં આપણા વિજય થડા રક્તસ્ત્રાવથી થઈ શક્યા છે એ વાત ખરી છે: પણ તફાવત એ છે કે એ જીત. નારા તે થોડા સમયમાં શાન્ત પડી જતા કેમકે દેશને તેઓ પોતાનું વતન કરી લેતા; ઘણીક અવ્યસ્થા રહેતી, અધિકાર ઉપર અંકુશ થોડોજ રહેતા, તો પણ કુદરત એકંદરે ડીક મળ કરી આપતી; પ્રાપ્તિનાં સ્થાન સૂકાઇ જતાં નહિ અને વ્યાપાર ધંધો સારી સ્થિતિમાં રહે. પણ અંગરેજી રાજયમાં તે બધું બદલાઈ જાય છે. તાતારના હુમલાથી હિંદુસ્તાનને હાનિ થતી, પણ આપણા તે રક્ષણથી તેને હાનિ થાય છે. તાતારાની દુશ્મની દેશને દુ:ખ આપતી, પણ આપણી દોસ્તી તેને હાનિ કરે છે. કારણ કે આપણે તે દેશને આપણ” વતન કરતા નથી, જે દોષ છે તે અમુક અમલદારે કે માણસાને નથી, એકંદર રાજ"પદ્ધતિમાં tage Porta anahi F 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50