પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 Fundamental Works: સુદર્શન ગધાવલી સુદર્શન ગદ્યાવલિ. ધારે કારણ છે. મી. તિલકે તુરંગમાં પેતાના સમયનો સારે ઉપયોગ કરેલો છે, અને તેના લાભ દેશની આગળ થોડાજ સમયમાં આવવાનો સંભવ છે. e ૩–નાણાંનું ચલણ:--હિંદુસ્તાનની નાણાંના ચલણની સ્થિતિ સુધારવા સંબંધે વિચાર કરવાને જે કમીટી લંડન ખાતે બેઠી છે તેના રીપોર્ટના એક ભાગ પ્રસિદ્ધ થયા છે. પાલમેંટ જ્યારે રજા પાળી વેરાઈ ગઈ ત્યારે એ રીપોર્ટ પ્રસિદ્ધ થઈ શક્યો એટલે તેના વિષે પાર્લામેંટમાં ચર્ચા થવાનો પ્રસંગ મળ્યા નથી. આ વિભાગમાં પણ સાક્ષીઓની જુબાનીઓ કરતાં બીજું કાંઈ નથી, અને જે બહુ લક્ષ ખેંચનારી વાત છે તે, હિંદુસ્તાનના ખેડુતોની જે અવદશા આ ચલણના ફેરફારથી થવાની છે ને ટંકશાળા બંધ થવાથી થઈ છે તેમનો હાલ કહેનાર એક પણ સાક્ષીની જુબાની તેમાં નથી એ છે. કમીટી આગળ પડેલી સાક્ષીએમાંની ઘણી ખરી સેનાના ચલણની તરફેણમાં નથી, અને કેટલાક સાક્ષીની જુબાનીથી હિંદુસ્તાને થનાર હાનિની બહુ સારી મતલબ બહાર નીકળી શકે છે. એક સાક્ષીએ એમ કહ્યું છે કે હિંદુસ્તાનમાં હવે કર વધારી શકાય તેમ નથી, પણ રૈયતને અજાણપણે કર ભરાવીએ તો ચાલી શકે; ટંકશાળા બંધ થવાથી વાસ્તવિક રીતે કર ભરવાની રકમમાં વધારે થઈ કર ભરનારને માથે ભાર વધવાને, પણ લકે કાઈ સાક્ષાત્ કરનો વધારો જોઈ શકતા નથી, અને અજાણપણે આ રીતે કર ભરશે એટલે એ વાત ચાલી જશે. આ ઉપરથી રપષ્ટ રીતે એમ સિદ્ધ થાય છે કે ટંકશાળ બંધ થવાથી મુંબઈગરાની અછત થઈને પ્રથમ એક મુંબઇગર જે ભાવે મળતા તે કરતાં હાલ વધારે ભાવથી મળશે અને એમ ખેડુતો અને રિયત નુકસાનમાં આવશે એવી જે દલીલ કરવામાં આવે છે તે વારતવિક અને ખરી છે. એમ જે માનવામાં આવે છે કે લોકો સમજે નહિ તેમ અજાણપણે કર વધી શકે છે, તે પણ ખરું નથી કેમકે હિંદુસ્તાનમાંજ ઘણે ઠેકાણે મુંબઈગરા અને દેશી એવાં બે ચલણ છે તેમની વચ્ચેના વટાવમાં પ્રથમ કરતાં દેટા ફેર પડી ગયો છે, તે દરેક માણસ જોઈ શકે છે, અને તેનું કારણ પણ જાણી શકે છે. રૈયત અને ખેત ઉપર આવી આડકતરી રીતે કરનો બોજો વધે છે, ને સરકારને એથી શું લાભ થાય છે તે હજી જોવાનું છે. સેનાનું ચલણ દાખલ કરવામાં પણ કરોડો રૂપીઆનું સરકારને પોતાને શરૂઆતમાં નુકસાન છે અને રૈયતને હાલ જે નુકસાન છે તે કરતાં વધારે નુકસાન થવાનું છે; યતની રૂપાની પુંજી હાલના કરતાં ઘણી ઓછી કીમતની થઈ જશે, અને સેના નાણું લેવામાં રૂપાને ભાવ બહુજ બેસી જશે. રૂપાના ભાવ સેનાના પ્રમાણમાં હઠતા જાય તેથી સરકારને કે વેપારને કાંઈ નુકસાન નથી એવું સરજેમ્સ વેસ્ટડે પણ ઘણાં વર્ષ પર કહેલું છે. છતાં સેના રૂપાના નાણા વચ્ચેનો વટાવે એક અમુક ધારણ ઉપર (૧૬ પેની=૧ રૂપીઆ ) બાંધી રખાવવાના આગ્રહમાંથી હિંદી સરકારની આ ક૯૫ના ઉદ્ભવ પામી છે, પણ એને અમલ થવાથી દેશને, ખેતીને, વેપારને અને સર્વને બહુજ હાનિ થવાનો સંભવ છે. હાલ જે સ્થિતિ છે તે સુધારવાના ઘણા માર્ગ છે, પણ ટંકશાળા બંધ રાખવી કે સેનાનું ચલણ કરવું એ તો તે ઉપાયની બહાર છે એમ ઘણા નિપુણ પુ ધારે છે. કમીટી શો અભિપ્રાય આપે છે તે જોવાનું છે. સપર-૧૮૯૮ Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850