પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૦૩ ગુજરાતના લેખકે ગુજરાતના લેખકો. ( ૧૩૮ ) આખા મુંબઇ ઇલાકાના ગ્રંથસમૂહને જે ત્રિમાસિક વૃત્તાન્ત સરકાર પ્રસિદ્ધ કરે છે તે ઉપરથી જણાય છે કે ગુજરાતી ભાષામાં જેટલા ગ્રન્થ લખાય છે તેટલા બીજી ભાષામાં લખાતા નથી, પરંતુ તે બધામાંથી કવચિત જ એક બે ગ્રન્થ ખરા ગ્રન્થના નામને પાત્ર હોય છે એમ પણ તે ઉપરથી સહજે જણાય છે. જેમ નોકરી ચાકરી, ખેતીવાડી, વેપાર રોજગાર, એ આદિ ઉપજીવિકાનાં સાધન છે તેમ લખવાને પણ એક ઉપજીવિકાના સાધનરૂપે માનનારા કહેવાતા લેખકે આ શોચનીય પરિણામ ઉપજાવે છે. વ્યાકરણ ના દોષ વિના લખતાં આવડયું, અને અનુપ્રાસ મળતા આવે તે રીતે છંદે ગોઠવતાં આવડ્યા એટલે લેખક કે કવિ થતાં કોઈને વાર લાગતી નથી, અને તેવા લેખકો અને કવિઓ પોતાની શક્તિને વિચાર કર્યા વિના ગમે તેવા મહાટા અને પ્રતિષ્ઠિત લેખકે અને કવિઓના લેખ ઉપર પણ અભિપ્રાય અને વિવેચન કરવાની ધૃષ્ટતા કરી દા. જેન્સને પિતાના ટીકાકાર ડેનીસના સંબંધમાં જે ઉક્તિ કહી છે કે “ એવા ટીકાકારે નાના પંતગી. આની પૈઠ કાઈ ભવ્ય જીવની પીઠ ચાટીને પોતાનું જીવન પેલા જીવના ભેગંજ અમર કરવા મથે છે ” તેને સત્ય કરી આપતા જાય છે. આવી સ્થિતિમાં વાચકવર્ગને સારાસાર સમજાતું નથી. કીયા ગ્રન્થને સારે ગણવા, કીયાને પ્રમાણ ગણો, કયો ગ્રન્થ કેને વાચવા આપવાથી લાભ થશે, એ આદિ વિવેક વાચક કરી શકતા નથી. એવો વિવેક વાચકો કરી નથી શકતા તેમાં વાચકની બુદ્ધિના દોષ હેવા કરતાં આવા નિર્માલ્ય લેખકો જે ભ્રમ વિરતારે છે તેનો વધારે અને મુખ્ય દોષ છે. પુરતા માટેની જે જાહેર ખબરે પ્રત્યેક વર્તમાનપત્રમાં નિત્ય આપણે હાથ આવે છે તેમાંનાં વર્ણન વાંચતાં પ્રત્યેક પુસ્તક જાણે હવણાંજ પરમવર્ગ આપણને પ્રત્યક્ષ કરી આપશે એમ જણાય છે, જ્યારે ખરેખરી કૃતિને જોઇએ છીએ ત્યારે તે કરતાં કાંઈક વિપરીતજ નીકળે છે. જેને ભાષાનું જ્ઞાન નથી, વિચાર કરવાની શક્તિ નથી, તેવા લકે પુસ્તકો લખી કેવલ ઉપજીવિકાને અર્થે લોકોના હાથમાં તે પુસ્તકો આગ્રહથી મુકતા ચાલે છે, અને વાચકવર્ગની રુચિને અયોગ્ય રંગ લગાડી, અવળે માર્ગે દોરી, ખરા ઉપયુક્ત વાચનથી વિમુખ રાખે છે. આવી વ્યવસ્થાને લીધે અદ્યાપિ સુધિ આપણામાં અમુક લેખકોનાં નામ પ્રમાણ રૂપે થઈ શકયાં નથી ; અને તેમ ન થવાથી વાચકવર્ગને લેખકૅની પ્રવૃત્તિને જે લાભ થવો જોઈએ તે થતું નથી. આવી સ્થિતિને સમયે આપણા લેખકોની પદ્ધતિ અને તેના વર્ગ કરી બતાવવાથી વાચકવર્ગને લાભ થશે એટલું જ નહિ, પણ શુદ્ર લેખકની મિથ્યા પ્રવૃત્તિ ક્ષીણ થવાને પણ માર્ગ થઈ આવશે એમ આશા છે. યુનિવર્સિટીમાં વનાંક્યુલરને દાખલ કરવાના પ્રયાસ ચાલે છે તે સમયે આવા વિવેકની પૂર્ણ અપેક્ષા છે. ભાલણ, સિંહ, અખા આદિ ગૂજરાતના આદિ કવિઓનાં કવન તે સર્વમાન્ય સુપ્રસિદ્ધ છે, તેમના વિશે અત્ર ચર્ચા કરવાના ઉદ્દેશ નથી. પ્રેમાનંદ, શામલ, આદિ મધ્યકાલના કેવિઆ વિષે પણ વધારે કહેવા જેવું નથી. એ બધામાંથી જે વાત સિદ્ધ થાય છે તે એ છે કે એ સમયે (૧) કાચું લખવાના પ્રચાર વધારે હતા, અને (૨) ગદ્ય લેખનને જોઈએ તેવે tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50