પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 fox સુદર્શન ગદ્યાવલિ. આવિર્ભાવ થયો ન હતો. પ્રેમાનંદના સમયમાં કાવ્યપદ્ધતિ અતિસુંદર સુરસભાવને પામી છે એ સર્વમાન્ય સુવિદિત વાત છે, અને તેણે રચેલાં એક બે નાટક વિના અન્ય પ્રકારનું ગદ્યલેખન પ્રાચીન કવિઓને હાથે થયું નથી એ પણ નિર્વિવાદ છે. જૈન કવિઓનાં કેટલાંક અપભ્રંશમય ગદ્ય લેખન મળી આવે છે, પણ તે હાલ જે ગદ્યલેખન ચાલે છે તેના ઇતિહાસ વિના અન્ય ઉપયોગમાં આવે તેવાં નથી. e આપણા સાહિત્યને ભૂતકાલ ત્યારે સારો વિશાલ અને વિપુલ છે. સંસ્કૃતપદ્ધતિ એજ તેમાં સર્વથા નિયામક છે; સરકૃત કાવ્ય, સંસ્કૃત ગદ્ય, એ સર્વનું તેમાં અનુકરણ છે સંરકૃતનાં ભાષાન્તરેથી તે ભરપૂર છે, અને સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અપભ્રંશદ્વારા બંધાતી ગૂજરાતી ભાષાના ઇતિહાસનું પણ તેમાં દરીન છે. એ સમયને સંસ્કૃત સમય એવું નામ આપણે આપીશું, અને તેને અવધિ પ્રેમાનંદ અને શામલ સુધી બાંધીશુ. એ સમયના લેખકોએ કવિતા વાત ઈત્યાદિ દ્વારા જનસમાજને સામ ૫ નીતિનો બોધ આપવા પ્રયાસ કર્યો છે; જે કે એમાં પણ પ્રેમાનંદ કે ભાલણની ઉત્તમ પ્રતિભાનાં સુરસફલ નથી મળતાં એમ નથી; કે અખા અને સિંહ જેવાનાં જ્ઞાનવિચારમય તવનિરૂપણ નથી સંભળાતાં એમ નથી. તથાપિ તે સમય પ્રાધાન્ય સામન્ય નીતિ અને પ્રાચીન શાસ્ત્રાનુસાર પદ્ધતિનેજ અનુસરતા હતા એમ કહેવામાં બાધ નથી. એ સમય વીતવાની લગભગમાં અને મુસલમાની રાજ્યના અંધકારની અવધિમાં અંગરેજ સરકારને અને પાશ્ચાત્ય સંસર્ગોના આપણા લેકને પરિચય થવા લાગ્યા. અમદાવાદમાં સર અલેકઝાન્ડર કિન્લોક ફાર્બ્સ ગૂજરાતના ઇતિહાસ માટે ઉપકરણુ શોધવા માંડ્યાં, અને ગુજરાત વનાંગ્યુલરાઇટી ગુજરાતી ભાષાના ઉત્તેજનાથે સ્થાપી. મુંબઈ. માં પાશ્ચાત્ય વિદ્યાના તાજા અનુયાયીઓએ પણ બુદ્ધિવર્ધક સભા તેના તેજ ઉદેશથી સ્થાપી. ઉભયે મંડલે તપેતાનાં કાર્ય કરવા માંડયાં, ભાષણ આપવાં, ગ્રંથ લખવા, કવિતાઓ કરાવવી. એજ સમયમાં શાલા ખાતાને સરકારે વિરતાર કર્યો, તે માટે પણ પુસ્તકોની યોજના કરવાની હતી; અને એ કામ પણ પાશ્ચાત્ય ધારણાને અનુસારે પૂર્ણ કરવાનું હતું. કેમકે નવીન શિક્ષણ પદ્ધતિના અનુકરણ કરવા ગ્ય ગ્રંથ તે પદ્ધતિથીજ અને અંગરેજીમાંજ લખાયેલા હતા. | વઢવાણુને એક બ્રાહ્મણ પ્રાચીન પદ્ધતિથી હિંદી ભાષામાં કવિતા કરવાનું શીખ્યા હતા, અને સારી પ્રાસાનુપ્રાસવાળી પ્રાસાદિક વાણી ઉચારતા હતા. તેને અમદાવાદની સભાએ પોતાના વિસ્થાને નિયુક્ત કર્યો. એજ આપણા લોકપ્રિય કવીશ્વર દલપતરામ. આણી પાસા મુંબઈમાં એવો કોઈ નોકર કવિ રાખવાની સગવડ નહોતી, પરંતુ પાશ્ચાત્ય વિદ્યાના સંસ્કાર પામી અનેક ઉત્કટ તરંગે ઉછળતા, ગૂર્જર સાહિત્યમાં અનેક નવીન પદ્ધતિને દાખલ કરવા આતુર, એવા એક સાહસિક નાગરવીર સુરતમાં ગર્જના કરી રહ્યા હતા, તેણે મુંબઈની બુદ્ધિવર્ધક સભાના કવિનું સ્થાન સ્વીકાર્યું'. એજ આપણા વીરકવિવર નર્મદાશંકર. આણી પાસા રા. સા. મહીપતરામ રા. સા. મેહનલાલ અને તેમના હાથ નીચે કેળવાયલા અને પાછળથી તેમનું અનુકરણ કરનારા રા. લાલશંકર, હરગોવનદાસ, વગેરેની એક મંડળી કવિ દલપતરામને મેખ કરીને કામ કરવા લાગી. પેલી પાસા રા. કરસનદાસ, ગીરધરલાલ, નગીનદાસ, વગે રે {ી એફ મંડલી કવિ નર્મદાશંક રને મેપરે કરીને કામ ચલાવવા લાગી. આ બે મંડલાથી, anahi Heritage tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50