પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગૃજરાતના લેખકે, १०५ તટસ્થ પણ એજ સમયને અનુસરનાર એક તૃતીય મંડલ પણ હતું'; જો કે તેની અસર એ સમયમાં વધારે જણાઈ નથી. એ મંડલ રા. મનઃસુખરામ, જવેરલાલ, રણછોડભાઇ, એ આદિનું હતું. અમદાવાદી, સુરતી, અને ચરોતરીઆ, એવાં ત્રણ મંડલ આ પ્રકારે થયાં હતાં; એમનાં વિશેષ નામ હજી એમનાં સ્વરૂપનો વિચાર કરીને આપણે પાડીશુ. - આ સમય પાશ્ચાત્ય કેળવણી તાજે તાજી આપણા દેશમાં આવી તે હતા. દા. વીસન જેવા લેકપ્રિય વિદ્વાન પાદરીઓના સમાગમે ઘણા નિકટ થયા હતા, અને પાશ્ચાત્ય વિચારપદ્ધતિને અનુસરનારાજ વિદ્વાન, ડાહ્યા, અને વિચારવાન ગણાતા હતા એટલું જ નહિ, પણું તેમનેજ સરકારથી પણ સારા સારા હોદ્દા અને સારી સારી પદવીઓ મળતી હતી. સંસ્કૃત વિદ્યાના અભ્યાસ આગળના મુસલમાની વખતથીજ બંધ પડી જઈ, ખુણે ખાચરે દટાઈ રહલેા હતા, એટલે આવા નવીન સંસગોમાં આવી પડેલા આપણા અગ્રણીઓને પાશ્ચાત્ય ૫દ્ધતિને મુકાબલે વિચારવા જેવો કોઈ પણ વિષય હતો નહિ. એ વાત ખાસ લક્ષમાં આવે એવી છે કે જે ત્રણે મંડલ કહ્યાં તેમાંના પ્રત્યેક ગૃહસ્થમાંને ઍક સાથે સંસ્કૃતજ્ઞ પંડિત નથી, અને તૃતીય મંડલવાળાએ પાછળથી એ વિદ્યાનો કાંઈક સંસ્કાર પ્રાપ્ત કર્યો છે એટલે તેમને બાતલ કરતાં, બાકીનાં બે મંડલમાં તે બે અગ્રણી કવિઓને પોતાના સાહિત્યપુરતા જે સરકાર હોય તે વિના કોઈને સંસ્કૃતના સ્પર્શ પણ હતા નહિ. પ્રાચીન વિચારમાંનું જે કાંઈ આ વિદ્વાનોના આગળ હતુ’ તે મુસલમાન સમયના અંધકારમાં થઈને આવેલું હતું; કેવલ વહેમ, અધમતા, બ્રાહ્મણોના નિરક્ષર ગરપદાના ત્રાસ, નાતજાતનાં બંધનની માટી વિપત્તિ, લગ્નાદિ ઉચ્ચ ભાવનાની અધમસ્થિતિ, એ રૂપે તેમને પ્રાચીન મહત્તા દેખાતી હતી. સ્વાભાવિક જ છે કે એ વિદ્વાનોએ બધી પ્રાચીન વાતને તિરસ્કારોગ્ય ગણી અને અર્વાચીન પાશ્ચાત્ય વાતમાત્રને સ્તુતિપાત્ર માની. પુનર્લગ્ન, જ્ઞાતિબંધનાભાવ, વિદ્યાવૃદ્ધિ, એક ઈશ્વરની ભક્તિ, મૂર્તિપુજાખંડન, ઉદ્યોગનું પ્રાધાન્ય, એ આદિ નવીન વિષય ઉપર તેમની કલમ વારંવાર કસાયેલી છે; તેમના લેખ એજ વિષયોથી ભરપૂર છે. - આ તે તેમના વિચાર વિષે વાત થઈ; તેમના લખાણ વિશે હવે વિચાર કરીએ. ગૃજ. રાતી ભાષામાં જ તેમણે સર્વે એ લખાણ કરેલાં છે, પરંતુ મુંબઈ અને અમદાવાદ એ છે મંડલાની ભાષામાં ધણા અંતર છે. મુંબાઈવાળાના વિચારે કેવલ પાશ્ચાત્ય વિચારમય હતા, અમદાવાદવાળાના વિચાર પણ તેવાજ છતાં “સજન સમજાવજોરે ધીમે ધીમે સુધારેના સાર” એવા તેમના અગ્રણી કવિના સૂત્રને અનુસરતા હતા. મુંબઈવાળા ઉદ્ધત, અમદાવાદવાળા વ્યાવહારિક લેખક હતા. ઉભયે સંસ્કૃતજ્ઞ ન હતા, તેથી શુદ્ધ ગૂર્જરગિરા લખવામાં વિજયી નીવડયા નથી. તથાપિ ઉદ્ધત લેખકોએ તે ભાષાની જે સેવા કરી છે તે સેવા વ્યાવહારિક લેખકેથી થઈ નથી એમ કહ્યા વિના ચાલે એમ નથી. ઉદ્ધત વર્ગવાળાના મનમાં અમુક અમુક ભાવનાઓ હતી; ઉત્તમ કાવ્યું કેવું થાય, ઉત્તમ લખાણ કેવું થાય, ઉત્તમ સંસાર કેવા થાય, ઉત્તમ રાજ્ય કેવું થાય, એવી ઉત્તમતાની ભાવના ઉપર તેમનું લક્ષ રહેતું હતું, એ ભાવનાને તે લાકે આપણું સંસારની તે વખતની અધમ સ્થિતિમાં દેખતા ન હતા, હવે પછીથી જે નવે સંસાર તે ઉપજાવવા ઇચ્છતા હતા, તેમાં તેમને તેનું દર્શન થતું હતું. વ્યાવહારિક વ ગંવાળા તો વ્યવહારમાં જ પોતાની ભાવનાને સિદ્ધ કરતા હતા, ચાલતા વ્યવહાથી છૂટા ન Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50