પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગુજરાતના લેખકે, સંસ્કાર હોવાથી ઉત્તમ વિચારપદ્ધતિ અને ઉત્તમ ગદ્ય તથા પદ્ય શાને કહેવાય તે ઊપર તેમણે મુખ્ય લક્ષ આપ્યું છે એમ જણાય છે. એ પંડિતે એક વિવેચક વર્ગ ( Critical school ) ઉભું કરવાનો યત્ન ચલાવ્યો હતો, જે ઉક્ત ઉભયના કરતાં ભિન્ન હોઇ, ઉભયના ગુણદેવને, ઉત્તમ લેખનના દૃષ્ટિબિંદુએ રહી, બતાવી આપવા એટલામાં જ પર્યાપ્ત માનતા હતા. દુભૉગ્યે એ લેખકના મરણથી ગૂર્જર સાહિત્યમાં જે ખેટ પડી છે તે હજી પૂરાઈ નથી; જે એ યત્ન ચાલતા રહ્યા હોત તો ભાષાના સાહિત્યને અતુલ લાભ થવાનો સંભવ હતો. e પરંતુ જે તૃતીયવર્ગવિષે આપણે સૂચનમાત્ર કર્યું છે તે યદ્યપિ આ સમયમાં વિદ્યમાન હતો તથાપિ તેના વિચાર અને તેનું મન આ સમયના અગ્રણીઓની સાથે ન હતું. રા. રણછોડભાઇએ યદ્યપિ સંસારસુધારણાના ઉદ્દેપથી કેટલાંક સારાં નાટક લખી ગૂર્જર નાટકકારમાં પ્રથમ હોવાનું માન પ્રાપ્ત કર્યું તથાપિ રા. જવેરીલાલ અને મનઃસુખરામ સમયપ્રતીક્ષા કર્યા કરતા હતા, અને એકે મનુસ્મૃતિના ભાષાન્તરથી, તો બીજાએ અસ્તોદય આદિ નિબંધથી પોતાની ખરી આંતરવૃત્તિનું તે સમયમાં પણ દર્શન કરાવ્યું હતું. સંસ્કૃત વિદ્યાના અભ્યાસમાંથી આ દેશને અતુલ લાભ થશે, પ્રાચીન પદ્ધતિનું જ્ઞાન થતાં નવીન પદ્ધતિને અનાદર થશે, અને પ્રાચીન પદ્ધતિમાં કાંઈ ફેરફાર કરવા જેવું હશે તે પણ તે પ્રાચીન પદ્ધતિને અવલંબીને ઠીક થશે, એમ તે પક્ષવાળાની ગણના હોય એવું તેમના લેખમાંથી સમજાય છે. આવા વિચારોથી તે મંડલવાળાએ પોતપોતાના સંસ્કૃત અભ્યાસ વધાર્યો, અને તેમને પ્રાચીન પદ્ધતિ ઉપરજ દૃઢ આરતા થઈ. રા. જવેરલાલ યદ્યપિ રાજકીય લેખક રૂપે આ પક્ષથી ભિન્ન થઈ ગયા, તથાપિ એમ માનવાને કારણ છે કે તેમના વિચાર ને પક્ષથી જુદા થયા નથી. રા. મનઃસુખરામે પ્રાચીનતા ઉપરનો પોતાનો ભાવ એટલે સુધી લંબાવ્યો કે જેટલી પ્રાચીન રીતિકૃતિ વિચારપદ્ધતિ આદિ છે તે સારી છે એટલું જ નહિ પણ ભાષામાં સંસ્કૃત વિના અન્ય શબ્દપ્રયોગ કરવો એ આપણા ઇતિહાસને ભૂલી જઈ અનાર્યત્વમાં પડવાનો માર્ગ કરવા સરખું છે. ભાષા સંબંધીના આ વિચારમાં તે તેમના આખા પક્ષથી આગળ વધી ગયા છે એમ કહેવું જોઈએ, અને યદ્યપિ ભવિષ્યમાં તે વિચાર કે માન્ય થાય છે એ જોવાનું છે, તથાપિ વર્તમાનમાં તો તેમનું એટલા અંશમાં એમણે ધારેલી સીમા સુધી, કાઈ સપ્રમાણુ લેખકે અનુકરણ કર્યું જણાતું નથી. એ વાત હવણાંજ ચર્ચાશે. રા. મનઃસુખરામના અગ્રણીપણુવાળા આ પક્ષને આપણે પ્રાચીન પક્ષ એ નામ આપીશું. પ્રાચીન પક્ષની જે આશા કે સંસ્કૃત અભ્યાસની વૃદ્ધિ થવાથી વિચાર અને ભાષામાં ઘણે ફેરફાર થઈ જશે તે રા. મનઃસુખરામ પોતાના જીવતાંજ સફલ થયેલી જોવાને ભાગ્યશાલી થયા છે. ઉદ્ધત પક્ષના અગ્રણી કવિ નર્મદાશંકરે છેક મરણ સમયે તે વાતની સત્યતા સ્વીકારી છે, અને એ પક્ષના જે અનુયાયીઓ હાલ જીવે છે તેમાંના ઘણાક સ્વપક્ષપરિયાંગો કરી પ્રાચીન પક્ષમાં આવ્યા છે. આ પક્ષવાળાએ વાદપદ્ધતિને પ્રાધાન્ય આપ્યું છે, અને લેખનપદ્ધતિમાં જેમ સંસ્કૃતમય ભાષા દાખલ કરી છે, તેમ વિચારમાં પૂર્વોત્તર પક્ષ સ્વીકારી પ્રત્યેક વાતનું વિલોકન કરવાની, ઊદ્ધત પક્ષવાળાના જેવી પણ તેમના કરતાં વધારે શાત, ગંભીર, અને સયુક્તિક રીતિ પ્રકટ કરી છે. આર્ટ્સ સુધી તો ઉદ્ધત, વ્યાવહારિક, વિવેચક, પ્રાચીન, એ ચાર પદ્ધતિનાં સ્વરૂપ અને Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850