પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૯૮ સુદર્શન ગદ્યાવલિ, લ અમે દશવ્યાં. એ ચાર પદ્ધતિ અદ્યાપિ થોડી ઘણી વિદ્યમાન છે; જો કે એમાંથી ઉદ્ધત અને વિવેચક પદ્ધતિના મુખ્ય રૂપે ઉચ્છેદ થયે છે એમ કહેવામાં બાધ નથી. મુખ્ય રૂપે એમ કહેવાનું કારણ છે કેમકે ઉદ્ધત પદ્ધતિની જે વિચારપદ્ધતિ તેને, તથા વિવેચક પદ્ધતિની સાહિત્યમાત્રનીજ ઉત્તમ ભાવનાને અવલંબી વિવેક કરવાની રીતિને, અનુસરનાર હાલમાં એક પાંચમે પક્ષ ઉદ્ધવ્યો છે જેને અમે યથાર્થપક્ષ એ નામ આપવું ધાર્યું છે. વ્યાવહારિક પક્ષ અને પ્રાચીન પક્ષમાં વ્યાવહારિક પક્ષ અનેક સુદ લેખકે જેના વિશે આપણે આર. ભેજ ફરીઆદ કરી તેમના શરીરમાં જીવતો છે. એવા ક્ષત્ર લેખકે એ પક્ષના અનુકરણથી ઉદ્ધવ્યા એજ એ પક્ષની નિઃસારતાનું એક પ્રમાણ છે. એ પક્ષવાળાએ લેખનને એક વ્યાપારતુલ્ય, ઊદરપોષણના સાધન તુલ્ય કરી નાખ્યું છે. એમના વિચાર પ્રમાણે કોઈ પણ માણુસ લેખક ન થઈ શકે એમ નથી. પ્રાચીન પક્ષની ભાષાનું કાંઈક અંશે યથાર્થપક્ષવાળા અનુકરણ કરે છે. પરંતુ “ અ૫સાર અને બહુ વિરતાર ” એ પદ્ધતિને અનુસરનાર શબ્દ પંડિતે આજ કાલ કેટલાક નીકળ્યા છે, જેમના શરીરમાં એ પક્ષ તેના ક્ષદ્રરૂપે જી વતો ગણાય ખરે. | જે ચાર પક્ષ કહ્યા તેમાંથી સહજે અનુકરણ થઈ શકે તેવો વ્યવહારપક્ષ છે; એ પક્ષનું અનુકરણ કરનારા પણુ ઘણુ થયેલા છે, અને તેજ આજકાલ આપણને નિર્વેદ ઉપજાવનાર ગ્રંથની ને કાવ્યાના લખનારા પેદા કરે છે એમ પણ ખેદપૂર્વક કહેવું પડે છે. એ ૫. ક્ષના મૂલ સ્થાપકમાં જે શુદ્ધ વિદ્યાભિલાષ હતા તે તેમના અનુકરણ કરનારમાં જણાતો નથી, એટલે વ્યવહારપક્ષની શિથિલ લેખનપદ્ધતિ આ અનુકરણ કરનારાઓના હાથમાં વધારે શિથિલ અને ઉપહાસાસ્પદ થઈ પડે છે. ગદ્યમાં પણ લખતાં કોઈને વાચવાની રુચિ ન થાય એવી પ્રાસાનુપ્રાસ મેળવેલી કડીઓને કાવ્ય ઠરાવી મહાટા ગ્રંથના ગ્રંથ ભરી અનેક કવિઓ ગુજરાતમાં આજકાલ ફરતા ફરે છે. જેમાં શુદ્ધ વિચારના તત્વને એક છાંટો પણ નહિ, કેવલ અને મુક મરેડવાળાં વાક્યમાત્રની, કે ગદ્ય રચવામાં પણ તડ-ડ–વડ-લડ એવા કોઈ વર્ણસાદસ્પના ચમકારની, યુક્તિ પ્રયુક્તિને નિબંધ-નાટક-કથા-કાદંબરી-શિક્ષા-ઉપદેશ–ગમે તે નામ આપતા ગ્રંથકારોના વર્ગ પણ નાનો નથી. આવા શુદ્ર લેખકોનેજ વ્યવહારપક્ષના મૂલ સ્થાપનારાઓ ઉ. ત્તેજન આપે છે. કેમકે તે પક્ષના અગ્રણીઓની પોતાની શક્તિ તેટલું જ સમજવા જેટલી છે. અને તેથી વધારે સારૂ કેવું હોઈ શકે તેને તેમને ખ્યાલ પણ નથી. વળી માણસની સ્વાભાવિક સ્વપરાયણ વૃત્તિ અનુસાર પોતાના માર્ગનું ઇતરજનો અનુકરણ કરે તે જોઈને પણ માણસને અમુક પ્રકારના સંતોષ થાય છે, જેને આધીન થઈને પણ વ્યવહારપક્ષના અગ્રણીઓ માતાને આવા અનુકરણ કરનારાઓના દેવરૂપે થયેલા જોઈ પોતે પરમ પાંડિત્યને પામી ચુક્યા છે એમ માની, તેવા વ્યવહાર પણ કરતા ચાલે છે, અને ગમે તેના ઉપર અભિપ્રાય આપતાં પાછા હઠતા નથી. તેમને ગુર્જર ભાષાના નવીન રૂપના મૂલ સ્થાપનારનું માન આપવામાં આવે છે તેટલાથી તે સંતોષ માની રહેતા નથી એટલાજ માટે અમારે તેમને તેમના સ્વરૂપનું ભાન કરાવવાના નિષ્પક્ષપાત વિવેચનમાં જે કાંઈ કહેવું પડે તે ક્ષત્તવ્ય ગણવું જોઈએ. અમારી કરજ એજ અમારે બચાવ છે. ત્યારે કહેવા દો કે તેમના અભિપ્રાયનું સુત્ર જયાં જુઓ ત્યાં એકનું એકજ છે. ગમે તે વિષય હો, ગમે તે રશાયનશાસ્ત્ર વિષય હો કે અદ્વૈતના વિષય છે, ગમે તે કાવ્યને વિષય હો કે કથાનો વિષય હોય, ગમેતે સંગીતને વિષય છે કે ખેતીના and hiileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50