પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગૃજરાતના લેખકે. ત્યારે તેનો પ્રચાર આટલા બધા લેખકોમાં કેમ થાય છે એવી શંકા પણ કોઈને થશે, પણ તેનું ઉત્તર સહજ છે કે તે અસાર છે માટેજ સહજે પ્રચાર પામે છે. જેમાં કશે આયાસ નથી, જેમાં વધારે શ્રમ કરવાનું નથી, તે વાતનું અનુકરણ સહજે થાય છે એતો સ્વાભાવિક જ છે; પણ તેવા અનુકરણને પ્રમાણુરૂપે ઠોકી બેસાડવામાંથી કેટલી હાનિ થાય છે તે ઉપર લક્ષ કરીને અમારે આટલું લખવું પડે છે. જેમ વ્યવહાર પક્ષનું અનુકરણ આવાં રૂપાન્તરમાં રમી રહ્યું છે, તેમ પ્રાચીન પક્ષની ભાષામાત્રનું અનુકરણ પણ કેટલા જનો અ૫સાર અને બહુ વિસ્તાર વાળા લેખામાં કરી રહ્યા છે. તે બીચારા એમજ માને છે કે વક્તવ્ય ગમે તે હોય પણ સંસ્કૃત શબ્દ, સારી વાકયરચના, સાર શ્લેષાદિ ઊંક્ત વૈચિય, સાધારણ શબ્દોથી ચાલે ત્યાં પણ ચાવળા ચાવળા સંસ્કૃત શબ્દો અને ટૂંકી વાકય રચનાને બદલે વિસ્તારવાળી રચના, ઇબારતમાં આણી શકાય તે વિચારની અ૯૫તા ચાલી જશે. બાણુની કાદંબરીનું ભાષાન્તર પ્રસિદ્ધ થયા પછી આ વાતની વધારે વૃદ્ધિ થઇ છે, અને વ્યવહારપક્ષ કરતાં ઉલટી ભુલમાં કેટલાક લોકો પડતા ચાલ્યા છે. એ લોકો એમના જેવી શૈલી ન હોય તે લેખને સારા ગણતા નથી. વિચારને બાજુએ રાખી, સંસ્કૃતમય ભાષાનેજ તે લોકો પણ પ્રાધાન્ય આપે છે, ને તેનેજ પાંડિત્યની નિશાની માને છે, તથાપિ ભાષાથી વિચાર પણ આવી જવા જાઇએ એવી વ્યવહારપક્ષના જેવી હાસ્યાસ્પદ ચૂક આ લોકો કરતા નથી, માલ અ૯૫ વિચારને બહુ વિસ્તારથી ઢાંકવાની યોજના કરે છે, જે એની મેળેજ વાચકેની અરુચિ પ્રાપ્ત કરી ક્ષીણ થઈ જાય છે, એટલે તે વિષે વધારે કહેવાનું નથી. આ અનુકરણ કેટલાંક વિરલ પુસ્તકે તથા વર્તમાનપત્રમાં જણાય છે. ઉદ્ધત, વ્યવહાર, પ્રાચીન, વિવેચક, એ ચારે પક્ષને સાસાર ગ્રહણ કરી, વ્યવહાર પક્ષનાં અને પ્રાચીન પક્ષના ભાષાપાંડિત્યની વિરુદ્ધ હવણાં દશ પંદર વર્ષથી યથાર્થપક્ષ ઉદ્ભવેલે છે; વાસ્તવિક રીતે તેને મૂલ બીજારા૫કે તે કવિ નર્મદાશંકરજ છે, ઉદ્ધત પક્ષવાળા વિચારને જે પ્રધાન્ય આપતા હતા તેના તથા પ્રાચીનપક્ષાવાળાના વિચારપ્રાધાન્ય અને ભાષાપ્રાધાન્ય ઉભયન, અને વિવેચકૃપક્ષના સાહિત્યભાવનાદિ પૂર્ણતાના વિચારને, આ પક્ષે સ્વીકાર કરેલો છે; એટલું જ નથી પણ વ્યવહાર પક્ષના, “ ભાષાથીજ વિચાર દર્શાવી દેવાના' આ ગ્રહને તથા પ્રાચીન પક્ષના કેવલ સંસ્કૃતમયી ભાષા લખવી એ આગ્રહને યથાર્થ પક્ષવાળાએ થોડાક ઢાલે પાડી છે. યથાર્થ પક્ષવાળાએ ટુંકામાં એવો નિયમ કર્યો છે કે વિષયને યથાર્થ રીતે યોગ્ય અધિકારીને ઉદ્દેશી કરી શકાય તે ઉપર મુખ્ય લક્ષ રાખીને સહજ લખતાં જે પારિભાષિક સંસ્કૃત કે અસંસ્કૃત કે દેશી ગમે તે ભાષા આવી જાય તે વાપરીને શુદ્ધ લેખ રચવા. આ પક્ષમાં વિચારનું જ પ્રાધાન્ય છે, ને તે ઉપરથીજ તે યથાર્થ એ નામને પામવાને પાત્ર છે. અંગરેજી કેળવણીના ઊંચા સંસ્કાર પામી, સંસ્કૃત ફારસી આદિનું સારું અધ્યયન કરી, સવે વિચારની તુલના કરતાં, જે યોગ્ય યોગ્ય ફેરકારી લાગે તે કાવ્ય, કથા, વ્યાખ્યાન, આદિ વિષયામાં દાખલ કરવા, અને નવા નવા વિચારોનો પણ, mત માત્રના વિઠઠવર્ગના નિત્ય આગળ વધતા વિચારાનુસાર, વાચકવર્ગને પરિચય કરાવા, એ આ પક્ષના ઉદ્દેશ છે. એ ઉદ્દેશ કેટલાક ગ્રેજ્યુએટ વગેરે આજકાલ પાર પાડી રહ્યા છે, તે મની કૃતિના ફલ ઉપર વિવેચન કરવાનું બીજા પ્રસંગ ઉપર રાખી તે પક્ષના અગ્રણીઓનાં નામમાત્ર ગ ગાવાથી, અસ આપેલા તે પક્ષના સ્વરૂપની વાચકને વધારે રસ્પષ્ટતા થરો. રા. ' janani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ધાવલી 11/50