પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગુજરાતના લેખકે. - ૬૫ અંશે ભૂલ સુધારાવાળાઓએ પોતાના સાદા વિચારને સર્વ જનસમૂહને સમજાવવાને અર્થે સાદી ભાષામાં લખ્યા હશે તેટલે અંશે તેઓ વ્યવહારપક્ષના સ્થાપનાર ગણુાયા હશે; તથા ઉત્તમ વિચારેને પણ તેવીજ ભાષામાં લખો એવો આગ્રહ લેઈ બેસનાર તેમના અનુયાયીઓને જેટલે અંશે તેમણે અનુમોદન આપ્યું હશે તેટલે અંશે વ્યવહારપક્ષમાં પણ આવી જતા હશે; તથાપિ તેમનું કઈ રીતે અપમાન કરવાને કે ભાષા બગડી અથવા હલકાં ધારણ દાખલ થયાં તેમાં તેમને જ દોષ છે એમ કહેવાનો અમારો આશય નથી. અમે તે “ કાણુ કેવી શૈલીના ઉપાસક છે ” એટલું જ બતાવવાને વર્ગ પાડયા છે, એમ “ ગૂજરાતના લેખકે” એ વિષયને અંતે સ્પષ્ટ લખેલું છે, તથા પાંચે વર્ગમાં વિરુદ્ધ વિરુદ્ધ વિચારવાળાને પણ ભેગા કરેલા છે. એ ઉપરથી સ્પષ્ટ જણાશે કે સુધારાની ઉત્પત્તિ કે પ્રકારે થઈ, “ અમદાવાદી ” “સુરતી ” એવા વિભાગ હતા કે નહિ, કે તેમાં કાંઈ ફેરફાર હતા, એ વિષયે અમુકજ મત ધારણ કરાવો એવો અમને આગ્રહ નથી. જે પાંચ વિભાગ પાડયા છે તે નિઃસાર છે, કે તે અથવા તેવા વિભાગ હતા નહિ કે હોઈ શકતા નથી, એવી તકરાર જ્યાં સુધી બતાવામાં આવે નહિ ત્યાં સુધી સુ. ધારાના ઉત્પત્તિક્રમપર અમુક વ્યક્તિએ કેટલે ને કે ભાગ લીધા તે સંબંધમાં અમારી જાણુમાં કોઈ ભુલ ભરેલા હેવાલ હોય તે તે ભૂલનો સ્વીકાર કરી સુધારા કરવામાં અમને કાંઇ બાધ નથી, તેમ અમારા પ્રતિપાદ્ય વિષયને ક્ષતિ નથી. અને ખરેખર લેખકોમાં અમે જેને યથાર્થપક્ષ કહીએ છીએ તેના એક મુખ્ય અગ્રણી રૂપે માનવા યોગ્ય રા. બા. ભેળાનાથ સારાભાઈનું નામ અમારા લેખમાં જણાતું નથી તે કેવલ મૃતિદોષજ છે; તેમના વિચારથી અમે ગમે તેટલા જુદા હોઈએ તેથી તેમની લેખનશક્તિની અવગણના કરવાનો એમ થવામાં લેશ પણ ઈરાદો નથી. આમ છે એટલે પાશ્ચાત્ય વિદ્યાના પ્રસારથી અત્રના નવીન સાહિત્યને ઉદય, અમદાવાદી લેખકના અગ્રણી પણાનું માન અને તત્સંબંધે વિચારાનુસાર વિભાગ કરવા સંબંધના વિચાર, ઉદ્ધત પક્ષના લેખકેના રવમતપરિયાગનું કારણ, શુદ્ર લેખકે થયા છે એ વાત માન્ય કર્યા પછી તે સુધારાના અનુકરણ કરનારા છે કે નહિ એ નિર્ણય, એ આદિ બાબ તેનું જે અમારા વિદ્વાન્ ટીકાકારે ઉથાપન કર્યું છે, તેમને “ ગુજરાતના લેખકે ” સંબંધે ચર્ચવાનું કાંઈ પ્રયોજન રહેતું નથી. ત્યારે હવે વિવાદવિષય બહુ થોડે રહે છે. પ્રથમ તે એજ વાત છે કે ગૂર્જરસાહિત્યના નવીન પ્રકારના સ્થાપનાર સુધારાવાળા સંસ્કૃતજ્ઞ હતા કે નહિ ? અને સંસ્કૃતજ્ઞતા એ શુદ્ધ ગુજેરગિરા લખવામાં આવશ્યક ગણાય કે નહિ ? જ્ઞાનસુધાના લેખકે વિદ્યાસાગર, ભાંડારકર, ભાઉદાજી, પંડિત, વિષ્ણુશાસ્ત્રી, આદિ જે ઉદાહરણ સંસ્કૃતજ્ઞ સુધારકેનાં આપ્યાં છે તે યદ્યપિ સુધારાને ઉદ્ભવ લ સંસકૃત ન જાણવાથી થયા ” એમ કહેનારના જવાબ માટે પૂર્ણ હશે, તથાપિ એ બધાં નામ દક્ષણી કે બંગાળી વિદ્વાનોનાં છે, એટલે “ ગૂજરાતના સુધારાવાળા સંસ્કૃત જાણુતા ન હતા ને તેથી શુદ્ધ ગૂર્જરગિરા લખી ન શકયા ” એ વાત ખોટી કરાવવામાં તે નામેથી કાંઈ લાભ થતો નથી. આવી આપત્તિનો પ્રસંગ જાણીનેજ જ્ઞાનસુધાના લખનારે બીજો મુદ્દા એ ઉઠાવ્યા છે કે સંસ્કૃતનું જ્ઞાન એ કાંઈ શુદ્ધ ગુર્જરલેખનને આવશ્યક નથી. આમ કહીને શેકસપીઅરે લેટિન જાણ્યા વિના પણ ઉત્તમ લેખ લખ્યા છે એવું ઉદાહરણું પણ તેમણે આપ્યું છે. આ વાત અમને પણ એવી રીતે માન્ય છે કે વિચારની ઉકતા એજ ઉત્તમ ભાષા લખાવામાં નિશ્યામક છે, એટલે જન્મપ્રાપ્ત ભાષાસું Gandhi H tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.