પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 | સુદર્શન ગદ્યાવલિ, સ્કાર ઠીક હોય ને વિચાર ઉત્કટ હોય તો કવચિત નિર્વાહ થાય છે; સંસ્કૃતનું જ્ઞાન ગૂર્જરલેખનને “ આવશ્યક ” નથી એમાંના “ આવશ્યક” શબ્દનો આટલેજ અર્થ છે, ને તે અમને માન્ય છે; પણ ખરે સિદ્ધાન્ત તે જ્ઞાનસુધાના લખનારે જે વળી પાછળથી ઉમેર્યું છે તેજ છે કે “ ભાષાલખવામાં શબ્દોનો ઉપયોગ તથા વાક્યોનો અન્વય યથાધટિત થાય તે (“ માટે પ્રાચીન ભાષામાંથી વ્યુત્પત્તિ અને વાકપદ્ધતિનું સૂક્ષ્મજ્ઞાન કેટલેક અંશે જરૂરનું છે ખરૂ” કેમકે આ નિયમજ ઉર્ગ છે અને શેકસપીઅરનું ઉદાહરણ અપવાદ છે. ત્યારે પાછું એજ પ્રાપ્ત થયું કે સંસ્કૃતજ્ઞાન ગૂજરાતી સાર લખવાને આવશ્યક છે, ગુજરાતના સુધારકે જે પ્રથમ લેખકો પણ હતા તે સંસ્કૃત જાણતા ન હતા, માટે તે સારું ગુજરાતી લખી શક્યા નથી. “ સારુ ગૂજરાતી ” તે શું એમાંજ આખા વિવાદનું બીજ છે. બીજા ગમે તેને સારુ કહેતા હો, પણ જેવો વિષય તેવી ભાષા, અને તે વિષયનું તે વિષયના અધિકારી ઉપર લક્ષ રાખતાં યથાર્થ રીતે યોગ્ય લાધવથી સ્ફોટન વર્ણન થાય તેવા શબ્દો તથા તેવાં વાળે, એને અમે સારુ ગૂજરાતી કહીએ છીએ. જે જે વિષયે સુધારાવાળા લેખકોએ વર્ણવ્યા છે તે સારી ભાષામાંજ વર્ણવ્યા છે, એ સંબંધે કશો વિવાદ નથી; પણ એ કરતાં વધારે ગૂઢ વિષયને અન્ય લેખકો અન્ય, પણ અનિવાર્ય અન્ય, શૈલીથી વર્ણવે છે ત્યારે તેમને “ લખતાં નથી આવડતું', કેમકે ગુજરાતી છતાં અમે અને “ સર્વે સમજી શકીએ તેવું લખ્યું નથી ” આ દુરાગ્રહ સુધારાવાળા કે નહિ સુધારાવાળા જે કોઈ લેખકે કે વાચકૅ કરે છે તેમને તેમના સંસ્કૃત ભાષાના જ્ઞાનની કે વિચાર કરવાની શક્તિની ખામીજ યાદ કરાવવી પડે છે. એમાંથીજ યથાર્થ ને વ્યવહાર પક્ષને ભેદ પડે છે; ને ઉદ્ધતપક્ષ તથા વિવેચક પક્ષ તે બેની વચમાં સમાધાનના માર્ગરૂપે નજરે પડે છે, અને પ્રાચીનપક્ષ યથાર્થપક્ષને અગત્ય પડતી ભાષા ઉપજાવી આપનારરૂપે ઉપયોગી લાગે છે. સંસ્કૃતભાષાનું જ્ઞાન સારુ ગુજરાતી લખવાને આવશ્યક છે, અને એનાથી ઉલટા ગ્રહ રાખી અત્ર જે કહ્યું તે પ્રકારને આગ્રહ કરવો એ વ્યવહારપક્ષનું નિદાન છે. વ્યવહારપક્ષવાળા હલકા વર્ગના લોકેને, હલકા એટલે ભાષાજ્ઞાન અને વિચારવ્યાપાર પર હલકા વર્ગના લોકોને સમજાવવાનો યત્ન કરે તેમાં કશો દોષ નથી, ઉલટ એ પણ સુધારે કરવાનો એક પ્રકાર છે એમ અમે ૧ ગૂજરાતના લેખકે ” એ વિષયમાંજ સ્વીકારેલું છે. પણ બધા એ લખનારા એજ વર્ગના થાય એ આગ્રહની જે તકરાર છે તેની વિરુદ્ધ અમારે લખવાનું છે, અને તે વાસ્તવિક છે એમ તે જ્ઞાનસુધાના લખનાર પણ સ્વીકારે છે. તે કહે છે કે “એ • તે નિર્વિવાદ છે કે ઉંડુ તત્ત્વાન્વેષણ અને સૂક્ષ્મ તર્કપ્રયાસ શિષ્ટવર્ગજ કરી શકે છે અને શિષ્ટ વર્ગજ સમજી શકે છે, એવા વિચાર સાધારણ જનસમૂહને સમજાવવાનો પ્રયાસ જ મિથ્યા જાય છે, કેમકે તેઓ સમજી શકે તેવી ભાષામાં એવા વિચાર પ્રકટ થઈ શકતા નથી, અને એવા વિચારની અપેક્ષા કરવા જેટલા તેમને સંસ્કાર હોતા નથી. ” આવું લખીને તેઓ ઉમેરે છે કે “ પણ બધાએ પંડિતો માટેજ લખવું " એ ઠીક નથી, તે એની સામે અમને પણ કહેવા દે કે બધાએ ખેડુતો અને વેપારીઓ માટેજ લખવું તે પણ ઠીક નથી. બીજી વાત વ્યવહાર પક્ષની “ વેપારશાઈ ભાષા ” એ શબ્દનો અર્થ વિષેની જ્ઞાનસુધાના લખનારે ચર્ચા કરી છે તે છે. તેને અર્થ તે લખનારે પોતેજ કર્યો છે કે “ વ્યાપારી Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50