પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગુજરાતના લેખકે. - વર્ગના જેવી સમીપની વસ્તુઓનેજ લગતા અને ઉન્નત ભાવના વિનાના વિચાર ” ને તેજ અમને પણ માન્ય છે. આ અર્થ કરીને તેમણે, અમે આક્ષેપ કરેલા ગ્રંથોમાંથી કેટલાંક ઉદાહરણો આપ્યાં છે ને પૂછયું છે કે આમાં વેપારશાઈ શું છે ? “ ગર્ધવસેન ” માંથી ઉદાહરણ આપવાનો ઉપક્રમ કર્યા છતાં ઉદાહરણ તો તેજ ગ્રંથકર્તાના “ પાણીપત ” માંથી આયુ" છે એ શું સૂચવે છે તે કહેવાની જરૂર નથી; પરંતુ “ પાણીપત ” ના ઉદાહરણુમાં પણ e « રાણી એલિઝાબેથ મર્દ થઈ, કરે ગર્વ અંગરેજ ધણા; પણુ શરી સદ્ગુણી રજપુતાણીથી ભાવ ઘટે એ રાણી તો ” એ આદિ વચનામાં જ્ઞાનસુધાના લખનારને શી “ ભાવના ” જણાઈ છે તે અમને સમજાતું નથી. બીજા ચરણમાં પિંગલદેષ છે તેની ઉપેક્ષા કરતાં પણ એલિઝાબેથનો “ ભાવ ધટે ” એ શબ્દોજ અમને તે ભાવનાને બદલે બજારના ભાવનું ભાન કરાવી પાછા વેપારશાઈમાંજ તાણી જાય છે. આ ઉક્તિમાં કાવ્યત્વજ કયાં છે એ પ્રથમ પ્રશ્ન છે, તો ભાવના તો કયાં ખેાળવી ? « એલિઝાબેથને મદે ગણે છે પણ રજપૂતાણી કરતાં અને ભાવ ધટે ” એમ કહેવામાં કાવ્યત્વને બદલે અમને તે ગ્રામ્યત્વ દેખાય છે. “ વનરાજ ચાવડા ” માંથી જે શર• સ્વભાવનાનો દાખલે આપે છે તેમાં પણ અમને કોઈ ઉન્નત ભાવ દેખાતા નથી. “મેં કેશરીયાં કરવાનો નિશ્ચય કર્યો છે, મારી હારે જેમને મરવાની ખુશી હોય તેમણે તરવાર ઉધાડી ઉંચી કરવી, એકે એક સરદારે મ્યાનમાંથી તરવાર ઉઘાડી ઉંચી કરી, ” આમાં રત્વની ઉન્નત ભાવના કયે સ્થાનેથી સિદ્ધ થઈ તે અમને તો જડતું નથી, ઉલટું અતિપરિચિત એવી બાલચેષ્ટાનું ભાન થાય છે. આજ ઠેકાણે | “ સહુ ચલો જીતવા જંગ બ્યુગલ વાગે, e યાહામ કરીને પડો ફતેહુ છે આગે ” એ ઉદ્ધતપક્ષની ગર્જનાને જરાક નજર આગળ લાવી જોઈએ તે તફાવત તુરત દૃષ્ટિગોચર થાય છે. પછી અમારામાં સહૃદયતાની ખામી હોય તો તે દુર્ભાગ્યની વાત છે. ત્રીજી વાત વ્યવહારપક્ષના આગ્રહના અર્થ કરતાં શબ્દ અને અર્થેના સંબંધ નિમૅલ કરવા જેવી તેમની માગણી છે એ આદિ જે અમારું લખવું છે તે ઉપર જ્ઞાનસુધાના લખનારે ચર્ચા ઉઠાવી છે તે છે. એ લખનાર પતેજ આવા અમારા લખવાને અતિશયોક્તિ કહે છે અને તેવી અતિશયોક્તિ કરવાની હરકોઈ લખનારને છટ આપે છે, પણ અમે તે વાત ખરેખરી છે એમ કહેવાનો આગ્રહ કર્યો છે તે ઉપર ભાર મૂકી કહે છે કે આ વિચારો “ સાગ” છે. અવશ્ય આ વિચારો સાગ લાગે છે એમાં સંશય નથી. પણ એવા જ પ્રકારના અનુભવ અને મને પોતાને થવાથી એ વેગ આવેલા છે એમ પુનઃ કહેવું પડે છે. પરંતુ શબ્દ અને અર્થના સંબંધ પરત્વે અમે ન્યાયના ઇશારે કરેલે, તેને, શબ્દને ઈદ્રિયથી ગ્રહી અર્થ સમજવામાં સહેલા ને અધરા શબ્દો સરખાજ છે, ત્યાં ન્યાયને શો સંબંધ છે? એ રૂપે ઉતારી, જ્ઞાનસુધાના લખનાર જે ઈશારે કરે છે તે અનુચિત છે. શબ્દ અને અર્થ વચ્ચેના સંબંધ પર તથા ઈદ્રિયથી ” નહિ પણ બુદ્ધિથી તેને ગ્રહવા પરત્વે ન્યાયને ઘણુ” કહેવાનું છે એ તો સુવિદિત છે. આ પ્રકારે જોતાં જ્ઞાનસુધાના લખનારને ને અમારે યદ્યપિ નાની નાની બાબતો ઉપર મતભેદ છે, સુધારા સંબંધના સિદ્ધાન્તોમાં વિરોધ છે, તથાપિ એકંદરે ક્ષુદ્ર અને ઉત્તમ લેખGandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850