પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૧૮ સુદર્શન ગદ્યાવલિ, કાના વિભાગ પર, લખાણુના વિષય તથા અધિકારાનુસાર સરલ કઠિન આદિ ભેદ પરવે, અને એકંદરે અમે જે ચર્ચા ઉઠાવી છે તેના બે વિશિષ્ટવ ” પરત્વે, અમારી સાથે ઐકયમય છે એ ઘણી સંતોષની વાત છે. અકટોબર ૧૮૮૪. ગુજરાતના લેખકે. e ( ૧૪૦ ) | ( ગુજરાતના લેખકે ” એ વિષય લખાય ત્યારે ધારવામાં પણ નહિ તેટલી ચર્ચા એ વિષયે પેદા કરી છે એ થોડા સંતોષની વાત નથી, પણ તે ચર્ચાને પ્રસંગે અનેક જનાએ પોતપેાતાની ખાનગી લાગણીઓને તેમાં ભેળવી દેઈ એ ચર્ચાને યોગ્યરૂપે પહોચતાં અટકાવી છે એ ખેદકારક છે. છતાં મારા આવા અ૬૫ પ્રયાસનો પણ આખા ગૂજરાતે આપ્રકારે સત્કાર કરી વાત વિચારપર લીધી છે તે માટે હું ઉપકૃત છું. એ વિષય પ્રસિદ્ધ થયા એટલે જેમનાં નામ તેમાં આવ્યાં તેમાંના કેટલાકે સારું ખાટું માની લીધું, જેમનાં નામ તેમાં ન હતાં તેમણે ‘‘ અમને કેમ રહેવા દીધા ? ” એ સર્વમાંથી મનને થયેલી વ્યગ્રતા દૂર કરી, વિષયની ઉપરથી લક્ષને દૂર તાણી જવાના યોને બાજુએ મૂકી, લખનારની વૃત્તિઓને દોષ શેધવાની આકાંક્ષા તજી, વાચકેએ પુનઃ મૂલ મુદ્દા ઉપર આવવું જોઈએ; ને તે અર્થે એ મુદ્દાને અન્ય રીતે સ્પષ્ટ કરવા પુનઃ કાંઈ લખવું” પ્રાપ્ત થાય છે. e ગૂજરાતમાં અનેક પુરત, અનેક પ્રકારનાં, લખાય છે, એ નિર્વિવાદ છે. સરકારી રીપોર્ટમાંથી જણાય છે કે મરાઠી કરતાં પણ ગુજરાતીમાં ઘણાં પુરતક લખાય છે; અને તે ઘણાંમાંથી બેચારજ ઉત્તમ ગ્રંથના નામને પાત્ર હોય છે એમ પણ ગવર્મેટ રીપોર્ટર પોતે આપણને દરવર્ષે કહે છે. બીજી પાસા હેંડબીલાને પાર નથી. પુસ્તકનાં વખાણ વાંચી ખરીદ્યા. પછી તેમાંથી તત્ત્વ નીકળતું નથી. આવા અનુભવ પણ વાંચવાનો શોખ રાખનાર સૂઝ જન્મ નાને થયાં જાય છે. મૂલે ગુજરાતમાં વાચવાના શેખ હજી તાજે છે, ઉછરતા છે, ને તેવામાં લોકોને વાચન ઉપર કહીં કહી અરુચિ થવા લાગી છે. ત્યારે લેખકેના પ્રયાસ સફલ થાય તે અર્થે તેમને વાચકે મળવા જોઈએ, ને વાચા મળે તે અર્થે વાચકોએ કીયા લેખને કેવા ગણવા એ માટેનાં કાંઈક ધેરણ પણ સમજવાં જોઈએ. આ હેતુ સારામાં સારી રીતે સિદ્ધ કરવા ગુજરાતના સમગ્ર અર્વાચીન લેખકાની પ્રવૃત્તિ ઉપર નજર કરતાં તે બધાના કેટલાક નિયમિત વિભાગ પડી શકે એમાં કાંઇ સંશય નથી. એવા વિભાગ પાડવા માટે શું' ધારણ લેવું એમ વિચારતાં ભાષા એજ ધારણ પકડવું મને ઉચિત લાગ્યું; કાઇને એથી બીજું ધારણ ઉચિત લાગે તો તેથી કાંઈ હરકત નથી; માત્ર વિભાગ કરી બતાવવા એજ મુખ્ય વાત છે. ભાષા ને ધારણુ લીધા છતાં વિચાર કાંઈ ભાષાથી અળગા નથી; શરીરથી વચા જેમ અભિન્ન છે, ચામડીને ચીરી લેતાં પ્રાણાન્ત વિના અન્ય નીપજેજ નહિ, તેમ વિચાર અને ભાષાના સંબંધ છે. એટલે ભાષાને ધારણુ માનવામાં વિચારને પણ ધારણુ માનવો પડેજ. પરંતુ આ સ્થાને વિચાર એટલે અમુક સિદ્ધાન્ત, અમુક નિશ્ચય, એમ અથે રાખવા ફાવે નહિ, 'ફેમકે કોઈના વિચાર કેવા હોય, કોઈના કેવા હોય, કોઈ સુધારા માને, કાઈ પ્રાચીન વાતે માને, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50