પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગૂજરાતના લેખકે. કાઈ નારિતકતા માને, કેઈ આસ્તિકતા માને; એટલે એ પ્રમાણે વિચાર ઉપર લક્ષ આપતાં તો કાણુ કે તવનિશ્ચય માને છે તેના વિભાગ થાય, પણ કાણું કેમ લખે છે તેના વિભાગ થાય નહિ. તેમ ભાષા અને વિચારને પ્રાણુ અને ત્વચા જે સંબંધ છે તે પણ આવા વિચાર અને ભાષાને નહિ, પણ મનમાં થયેલા તર્ક, બુદ્ધિમાં કરેલા નિશ્ચય, હૃદયમાં ઉભરાતા ભાવ, ઈચ્છામાં ઉઠવતા સંક૯૫, જે પ્રકારે ભાષાઢારા બહાર આવી શકે છે, વિચારને જે પ્રકારે વિનિમય થાય છે, તે પ્રકારને જે આપણે વિચાર એવું નામ આપીએ તો તે વિચારની ભાષા સાથે, પ્રાણને ત્વચા સાથે કપે તેવો સંબંધ છે. બીજી રીતે કહીએ તો એક કવિ પોતાના તરંગ જે પ્રકારે વાણીમાં દર્શાવશે, એક તત્ત્વજ્ઞાની પેતાની વાદપદ્ધતિને જે પ્રકારે વાણીમાં ઠસાવસે, એક વર્તમાન પત્રના આર્ટિકલ લખનારે પોતાના રોજીંદા ૫ત્રમાં અવશ્ય ભરી કાઢવાનાં ચાર “ કોલમ ” જે પ્રકારની ભાષાથી ભરી કાઢશે, કે એક કુટું. બમાં થતી વાતચીત જે પ્રકારે વાણીથી વિસ્તરશે, તે બધા પ્રકાર જુદા જુદા છે, વિચારોને જુદી જુદી રીતે દર્શાવાયા છે, પણ સામાન્ય રીતે આપણે એને જુદી જુદી ભાષા વપરાઈ છે એમજ કહીએ છીએ. ત્યારે ભાષા અને વિચાર, એટલે વિચારને દર્શાવવાની વાણીને પ્રકાર, જેને શિલી કહેવાય છે, તેનેજ મેં આ વિભાગ કરવાના ધોરણ રૂપે માની છે. e ગુજરાતના અર્વાચીન લખનારાઓ ઉપર દષ્ટિ કરતાં એમ જણાય છે કે એક મુખ્ય વિવાદ જે ચાલી રહ્યો છે તે “ અધરી ” ને “ સહેલી ” ભાષા વિષેનો છે. ભાષા તે અધરી કે સહેલી હાયજ નહિ, પણ વિચાર અધરા કે સહેલા હોય એ વાત ભાષા અને વિચારના સંબંધ જે આપણે કહ્યું તેથી સ્પષ્ટજ છે. વિચારનું પણ સહેલાપણુ” કે અધરાપણું વાચનારની સમજશક્તિ એટલે જેને અધિકાર કહે છે તે પ્રમાણે ગણાય છે, કેમકે એકના એક વિચાર જુદા જુદા વાચનારને અધરે, સહેલો, ઉપગી, નિરુપયેગી, અનેક રીતનો જણાય છે. લખનારને એટલે તે વિચાર કરીને ભાષામાં દર્શાવનારને તે સધળું અધરૂં' તેટલે અંશે હાયજ નહિ. ત્યારે સાધારણુ એટલે સર્વને પરિચિત અને તેથી સર્વને સમજાય એવા વિચારે ઉપરજ લક્ષ રાખી તેવી ભાષામાં તે વિચારોને દર્શાવવા એ એક પ્રકાર, અસાધારણ એટલે સર્વત્ર સામાન્ય રીતે પરિચિત નહિ, પણ કવિઓ ફિલસુફી આદિને ઈશ્વરદત્ત પ્રસાદરૂપે ગણાતા જે ઉચ ભાવ, જેથી જગતનાં ઉત્તમ નીતિ અને ભવ્ય કાર્ય સંભવે છે, તેમને તેવીજ ભાષામાં સૂચિત કરવા આ એક પ્રકાર; આવા બે મુખ્ય વિભાગ દૃષ્ટિ આગળ આવે છે. આમાં પણ સુજ્ઞ વિવેકી વાચકે જોવાનું છે કે પ્રથમ પ્રકારે લખનારા વિચારને ભાષામાં “ દર્શાવે છે ” ત્યારે બીજે પ્રકારે લખનારા તે વિચારને ભાષામાં “ સૂચિત ” જ કરે છે; કેમકે વિચાર એ કાંઈ અપાય લેવાય કે દશૉવાય તેવી વસ્તુ નથી, શબ્દધારા સૂચનામાત્ર કરી થોગ્ય અધિકારીના મનમાં કર્તાને પોતાને જે વિચાર હોય તે પ્રેરી શકાય છે. એવી પ્રેરણાને અનુલ જેનું" હદય છે તેજ સહદય કહેવાય છે. ત્યારે આવા બે વિભાગ તેજ અમારા વ્યવહારપક્ષ અને *ઉદ્ધતપક્ષ. બાકીના ત્રણ વિભાગ જે અમે કપ્યા છે તે પણ એમાંથીજ ઉદ્ધવે છે. ઉદ્ધત ૫ક્ષવાળા જે અસાધારણુ વિચારોને દર્શાવવા મથે છે તેમને એક અમુક પ્રકારની વાણીની જરૂર

  • આ નામ આપવામાં હેતુ એ છે કે ઉદ્ધત એ શબ્દના અર્થમાં જે રવતંત્રતાનો વિ ચાર છે, તેને મુખ્ય રાખી આ પક્ષ લેખ લખેલા છે. સ્વતંત્ર ભાષા સ્વતંત્ર વિચાર અને

સ્વતંત્ર ક૯૫ના એજ એ લેખકેનું સ્વરૂપ છે. વિચારને તેમણે પ્રાધાન્ય આપ્યું છે.. and hifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50