પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગધાવલિ. પડતી ચાલે છે, અને સ્વાભાવિક રીતેજ જેમાંથી ગુજરાતી ભાષા ઉપન્ન થઈ છે તેવી સંસ્કૃત ભાષા, કે જેમાં પાછા તેવા અસાધારણુ વિચારના અનેક લેખ પણ વિદ્યમાન છે, તેનાજ તેમને આશ્રય કર પડે છે. જ્યાં જરૂર હોય ત્યાં તેવા શબ્દો ને તેવી ભાષા સંસ્કૃતમાંથી લાવીને વાપરવી એ યુક્તિ, અસાધારણુ વિચારપદ્ધતિને અનુસરનારને પોતાના વિચાર દર્શાવવાના માર્ગ રૂપે અતિ ઉત્તમ છે. પણ એ ઉપરથી જે એમ આમહ થઈ આવે છે કે સંસ્કૃત વિના બીજા શબ્દો વપરાયજ નહિ, એતો ભાષા અને વિચારના સંબંધનું સ્વરૂપ ન સમજ્યા બરાબર છેઃ વ્યવહારપક્ષનાથી ઉલટા પ્રકારની ભુલ છે. જે અસાધારણ વિચાર કરનારા છે તે ભાષાનો વિચાર કરતા નથી, કરે તે તેમના વિચારક્રમજ બગડી જાય છે, એટલે તે જેવી રીતે વિચાર ર૪રતા ચાલે તેવીજ રીતે લખી નાખે છે. શબ્દો લાવીને વાપરવાની યુક્તિ કરવી એ વિચાર પછીના વ્યાપાર છે, તે જે અસાધારણુ વિચારકે છે તે કેદાપિ એવું કરતા નથી. ઇંગ્લંડ વગેરે દેશમાં તે મહાટા ટીન્ડલ કે હક્ષલી, મેક્ષ મ્યુલર કે સ્પેન્સર, સર્વના લેખાને કેવલ ભાષાનેજ સમજનારા લોકો પાછળથી આપી આપે છે. ત્યારે એજ સિદ્ધ થયું કે જરૂર પડતાં શબ્દ ને શૈલી સંસ્કૃતમાંથી આવે તો વિચાર ક્રમ સારા ચાલે; એ સ્થાને જે એકલા સંસ્કૃતજ શબ્દો વાપરવા એવા આગ્રહ તે પણ એક પક્ષ બંધાય છે, જેને અમે પ્રાચીન પક્ષ કહ્યો છે. વ્યવહાર, ઉદ્ધત, પ્રાચીન, એ પક્ષા જે જે વિષય ચર્ચ, જે જે પેજના કરે, જે જે શૈલી વિસ્તારે, જે જે નિશ્ચય શીખવે, તે સર્વનું ઉત્તમૈત્તમ રૂપ કેવું જોઇએ, કે પ્રકારે ને કેવી રીતે તે તે વાત ઉત્તમત્તા પ્રાપ્ત કરે, અને જે થયું છે તે કે પ્રકારે કયાં સુધી કેવી રીતે સારું છે, એ યોગ્ય વિવેક થાય, તે માટે એક વિવેચક પક્ષ પણ આવશ્યક છે, જેથી તે પણ આ બધા વર્ગોની વચમાં ઉત્પન્ન થાય છે. પરંતુ જે વિચાર તેવી ભાષા યોજવી, તેને અનુકૂલ પડતી વાણી સંસ્કૃ• તમાંથી કે જ્યાંથી મળે ત્યાંથી લઈને વાપરવી, અને અમુક પ્રકારના વાચકવર્ગને એટલે કે અધિકારીને લક્ષમાં રાખીને મુખ્ય રીતે વિચારનું રાટન કરવું, વાચનારને ભાષા કે શબ્દના ચમત્કાર નહિ પણ નવા વિચારને ચમત્કાર મળે, નવું વિચારવાનું મળે, એમ કરવું, એજ લેખનપદ્ધતિ ઉત્તમોત્તમ છે એ આ બધી ચચોમાંથી સહજે નીકળે છે. વ્યવહારપક્ષવાળા પણુ જેટલે અંશે સાધારણુ લોકોને ઉદેશી સાધારણુ વિચારે સાધારણુ ભાષામાં દર્શાવે છે તેટલે અંશે યથાર્થ જ છે, પણ તેમને આગ્રહ કે એ કરતાં અન્ય રીતે કોઈએ લખવું નહિ, વિચાર તેવી ભાષા એ સૂત્રને માનવું નહિ, એમાંથી તે પક્ષને દૂષિત ઠરાવવાનું કારણ મળે છે. આથી ઉલટી પ્રાચીન પક્ષના જે આગ્રહ કે સંસ્કૃતમયીજ ભાષા લખવી એ પણ વિચારની પ્રવૃત્તિને બંધનરૂપ હાઈ અરુચિ કરે છે. ઉદ્ધતપક્ષ કે જે વ્યવહારપક્ષની વિરુદ્ધ જ ઉભા થઈ વિચારને પ્રાધાન્ય આપે છે તે ઉત્તમ વિચાર ને ઉત્તમ ભાષામાં દર્શાવવાનો આરંભ કરી યથાર્થ પક્ષનું બીજ રોપે છે, પણ તેણે અત્યંત સ્વાતંત્ર્યનો આશ્રય કરી ભાષા વિચાર આદિ સર્વમાં એવું સ્વાતંત્ર્ય દાખલ કર્યુ છે કે વિષયાનુસાર વાણીને વ્યાપાર તેનાથી સિદ્ધ થતો નથી એટલે તેમાં પણ કાંઈક સુધારો કરવાનો અવકાશ છે. વિવેચક પક્ષ અતિ ઉપયુક્ત છતાં હાલ વિદ્યમાન નથી, બાકી તે સર્વ પક્ષને ઉપકારક છે, અને આવશ્યક છે, અને આપણા આવા યનો તે પક્ષને પુનઃજીવિત કરવાનાજ યા છે. ત્યારે સર્વે પક્ષનો સાર લેઈ યોગ્ય અધિકારીને ઉદ્દેશી યોગ્ય વિચારેને વૈગ્ય ભાષામાં દર્શાવનાર અને કેવલ વાચવાનું નદ્ધિ પશુ iandhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20/50